Book Title: Buddhiprabha 1912 05 SrNo 02
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 30
________________ ૬૦ બુદ્ધિમભા. અરેરે ! માતૃપિતૃહિન બિચારા દેવી અછત ! આ વખતે તેની શું દશા! વિય વર્ષના લાંબા વિયોગના અને લાંબા દુઃખાવધિના પરિણામે–શું માતાપિતાના દુઃખદાયક મત-આત ભરી ફરજ–ને જીવનને અસ્તવ્યસ્ત કરીનાખે તેવા કઠીન પ્રસંગે જ તેને માટે સરજાયા હતા ! પત્રિકા વાંચી-તેને ત્રણવાર પ્રણામ કરી અજીતસિંહ નિશ્ચલ હૃદયથી પિતાની સ્થિતીનું અવલોકન કરવા લાગ્યો. તેને પોતાના કર્તવ્યની ઓળખ થઈ. જીવનને અનેક પડદા વાળો રંગ બેરંગી ઈતિહાસ, પૂર્વ ગત અનેક બનાવોની ઘટના, તેના હદયમાં એક પછી એક તરી આવવા લાગી. નેત્રમાં પ્રબળ વેગથી અશ્રુપ્રવાહ વહેવા લાગ્યું. તે સમજી શકતા નથી કે હદયનો ભાર વધે છે કે ઘટે છે ! લિલાના કહેવા મુજબ દ્વારપર હાથ મારતાં જ નિસ્તેજ લિલા તેની પાસે આવી ઉભી. તે આવતાં જ અછતે અતિશય નમ્રતાથી તેને સાષ્ટાંગ નમસ્કાર કર્યા. લિલાએ તેને ઉડાડી હૃદય સરસે ચાંપી કહ્યું. “બાળ અછત ! હને હારી ઓળખ પડી. “ માતુશ્રી ! હા ! હું મહારૂં કર્તવ્ય બજાવવાને તૈયાર છું. મારી માતાની આજ્ઞા પૂર્ણ કર્યા સિવાય હવે મને બીલ કુલ આનંદ થનાર નથીજ ને હું શાંતિ પણ પામનાર નથી. “ બાળ અછત તું શાણું છું. તું સર્વ કાંઈ સમજી શકે છે પણ તેને ચાર શબ્દ કહું છું. મન એ સ્વભાવતઃ મોટી ચંચળ વસ્તુ છે. એટલા માટે પ્રત્યેક વિચારશીલ પુરૂષોએ તેને પ્રત્યક્ષપણે અગર અપ્રત્યક્ષપણે બહિર્મુખ થવા દેવું નહીં. પ્રાણુ જો કે તેને મૃત્યુ આવવાનું જ તે કોઈપણ ઉપાયે ટળવાનું જ નહીં. માટેજ તને કહું છું કે જે ઠેકાણે મૃત્યુ પામતા છતાં પણ કીર્તિ મેળવીને છેવટે મુક્તિ મળવાની છે ત્યાંથી પાછા પડીને આપણું જીવન વ્યર્થ થવા દેવું નહીં. સમરાંગણમાં પીઠ ન બતાવતાં પરાક્રમ બતાવીને વિરશયા પર દેહ પાડે એજ શુરાનું સર્વમાન્ય મરણ છે. શ૩ છતાં પણ સંકટ વખતે તેને સાહાય કરવી એ આપણું કર્તવ્ય ગણાય. વિરચિત સાહસ સિવાય રાજપુત વિર કદાપિ જગતબંઘ થઈ શક્યું નથી. બાનમાં રાખ ! હારે હજી ઘણું કામ કરવાના છે. આજની રાત અને રહી પ્રાતઃ ! કાળે ઉતરાભિમુખ થઈને જા. કાલથી તારૂ જીવન જુદી પરિપાટીમાં મુકાશે. ભુતકાળ કદી ભુલ ના. કર્તવ્ય કરનારે કદિપણું મરવું નથી એમ વિચારવું. જા પિતાને પગલે ચાલ તહારી માતાની કુક્ષિ દિપાવ. પતિયાન રા અર્થ સાથ એ મંત્ર કદી વીસરત ના. દિર્ધાયુ થા. આપણે હું આભારી છું--જનની ! આપે આપેલો અમાલિક ઉપદેશ હું કદિપણું વિસરીશ નહિં. મારા પર આપની કૃપા છે--એજ બસ છે–પણ અહા કેવળ નજદીકજ આ ભિષણ-ભયંકર સિંહનાદ-સાંભળી યુવરાજ બેલતે અચકી ગયો ને પિતાની તલવાર ખુલ્લી કરી તે અવાજને અનુસરતે દેડતે ચા. ચાલુ. પાદરાકર.

Loading...

Page Navigation
1 ... 28 29 30 31 32 33 34