Book Title: Buddhiprabha 1912 05 SrNo 02
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 31
________________ શ્રીહીર સૈભાગ્ય મહાકાવ્ય श्रीहीर सौभाग्य महाकाव्य. પંડિત શ્રી દેવવિમળ ગણિત( અનુવાદક. વકીલ. ડાહ્યાભાઈ પ્રેમચંદ ) સર્ગ ૧ લે. સુધાશનો (દેવે ) ના અધીશ ( દ્રિ) ના મુગટરૂપ જેમના બે ચરણો છે તથા જેમની કીર્તિ ત્રણે જગતને જેવાને ઇચ્છાવાળી હોય તેમ ત્રણ રૂ૫ ( શરીર) વાળી દેવ નદી ( ગંગારૂપ) થઈ છે તેવા તે શ્રી પાધિપતિ લક્ષ્મી આપ. ૧ અંધકારનો નાશ કરનાર રાત્રિના સ્વામી (ચંદ્ર ) નું પૂર્ણ બિંબ જેમ ચારીઓને આનંદ પમાડે છે તેમ જે વિદ્વાનોની દષ્ટિને આનંદ આપે છે તે પાપને નાશ કરનારી સરસ્વતી દેવીને હું ભક્તિથી પ્રણામ કરૂ છું. ૨ - જેમની અમીદ્રષ્ટિથી મૂર્ખ માણસ પણ શાસ્ત્રના તમામ રહસ્યો ને જાણનારાઓમાં શ્રેષ્ઠ બની બૃહસ્પતિ કરતાં પણ તે બુદ્ધિમાં ) ચઢી જાય છે તે ગુરૂ ( મારા ઉપર ] પ્રસન્ન થાઓ. ૩ જે સન્તાની બુદ્ધિ કવિઓના કાવ્યરૂપી સેનાને પારખવાને કટીના પથ્થર જેવી છે અને જેઓ ગંગા નદીના પ્રવાહ જેવા શુદ્ધ મનવાળા છે તે મહાત્મા પુરૂષે મારા ઉપર પ્રસન્ન થાઓ. ૪ મઘમઘાયમાન સુગંધથી તમામ દિશાઓને સુવાસિત કરનાર ચંદનવૃક્ષની પેઠ ( પિ તાની ) કીતિ ( સર્વ ) દિશાઓમાં ફેલાવનાર તથા કુરા ( શેઠ ) ના વંશરૂપી આકાશ. માં પ્રકાશ કરનાર સૂર્ય જેવા તે સાધુઓના ઇદ્ર ( શ્રી હીરવિજયસૂરીશ્વર ) નું ચરિત્ર હું રચું છું. ૫ તે સૂરિનુ વાણીથી વર્ણવી ન શકાય તેવું ચરિત્ર કહ્યાં અને અલ્પ સ્કુર્તિવાળી મારી બહિ કયાં ! છતાં આ કાવ્ય રચવાને માટે પ્રયત્ન મને લીધે હાથની આંગળીઓથી આ કાશને માપવા જેવો છે. ૬ ( પિતાની બુદ્ધિના પ્રકર્ષે કરીને જેણે બૃહસ્પતિનો પણ પરાભવ કર્યો છે તે ) કોઈ પુરૂષ ( કદાચ ) ગંગા નદીના કાંઠાની રેતીના કણ માપી શકે તથા સમુદ્રના જળ બિં. ઓ ગણી શકે, વળી ( આકાશના ) તારાઓનું પ્રમાણ કરવાને શક્તિમાન થાય તે પુર પણ (તપ) ગછમાં ચંદ્ર (સમાન શ્રી હીરવિજયસૂરીશ્વર) ના ગુણ વર્ણવી શકે તેમ નથી. ૭ - જે સૂરીશ્વરના ચરિત્રનું બૃહસ્પતિ પણ વર્ણન કરવાને અશકત છે તે ચરિત્ર કથવાને હું શી રીતે શક્તિવાન થઉ ? જે ચંદ્ર પર્વતના શીખરની ટોચે પહેલા પ્રાણીને પણ મળવો દુર્લભ છે તે ચંદ્ર નીચે જમીન ઉપર રહેલ મનુષ્ય શી રીતે મેળવી શકે ? અથવા શ્રી હીરવિજય ) પ્રભુના પ્રભાવથી આ કાવ્ય રચવાને હું કેમ શક્તિવાન ન થઉં ? શું લુલો મનુષ્ય ઉત્તમ દેવની કૃપાથી મેરૂ પર્વતના શિખર ઉપર (જઈ) કીડા નથી કરી શકતા. ૯

Loading...

Page Navigation
1 ... 29 30 31 32 33 34