________________ બુદ્ધિપ્રભા કરી ત્યાંથી નિવૃત્તિની ઇચ્છાવાળા સૂર્ય તથા ચંદ્ર દેવતાઓએ દેવનું માણેક હેય તેમ તે બીંબ મેળવીને પોતાના વિમાનમાં પધરાવીને તે બીંબની પૂજા કરતા હવા. 33 ત્યાં કેટલાક કાળ પૂજ્યા પછી ચંદ્ર અને સૂર્ય દેવતાઓએ પિતાનું સર્વરવ હોય તેમ તે પાર્શ્વનાથના તે બોંબને પૂર્વની પેઠે ઊજયંત પર્વત ઊપર સ્થાપના કરી તે વાત જાણીને નાગૅદ્ર પૂજાને અર્થે પોતાના ધામ ( પાતાળમાં ) લાવતે હવે 34 કેટલાક કાળ વિત્યાબાદ કૃષ્ણ (નારાયણ) નેમેશ્વર ભગવાનની વાણીથી આઠમન તપ કરી ઇદ્રની આરાધના કરીને તે ઇદની પાસે તે ( શંખેશ્વર પાર્શ્વનાથ ) જીનેશ્વરને મંગાવતા હવા જેમ પોતાના શત્રુના વીજયજ હોયની શું તેમ 35 જેમ સૂર્યનારાયણે બાણુ કવીને કે પિતાના કારણોથી નાશ કર્યો હતો તેમ તે બીબના હવન જળથી ( નવણના પાણીથી ) સધળા જાદવોનું ઘડપણું દૂર થયું હતું. ક૬ જે સ્થળે પિતાની સેનાની રક્ષણથે ચારેકર ભમતા નેમનાથે શંખ વગાડશે તે તે જગ્યાએ શ્રીકૃષ્ણ પિતાના શત્રુઓના જયને શીલાલેખ હેયની શું તેમ શંખપુર નામનું પુર વસાવ્યું. 37 ( તે નગરમાં ) ગાઢ આનંદવાળા શ્રી કૃષ્ણ જાણે પૃધી ઉપર ઇદ્રને મહેલ જ હાયની શું તેવું મેરૂ સમાન ઉંચુ ચંત્ય કરાવીને તે ચિત્યમાં સંખેશ્વર પાર્શ્વનાથની પ્રતિમા સ્થાપિત કરાવી હતી. 38 પિતે કરાવેલા અને કૈલાસ પર્વતના જેવા સુંદર ઐયને વિષે સજજન મંત્રીએ પ્રવેશ કરાવેલું તે બીંબ પિતાના આંગણામાં રોપેલા કલ્પદ્રુમની પેઠે સર્વે સિદ્ધિઓને આપનાર થતું હવું. 39 વળી નિધન પાસેથી ઐશ્વર્ય ન મળે તેમ દુર્જન શલ્ય નામના રાજાએ પુરમાં રહેલા સૂર્ય દેવ પાસેથી રૂપ ન પામવાથી જેની આ સાધનાથી કામદેવ સરખું રૂપ પામે તે શ્રી શંખેશ્વર પાર્શ્વનાથનું દેવ વિમાનના જેવું ચય કરાવ્યું હતું. 40 વાયુ જેમ કમળની સુગંધ પૃથ્વીમાં ફેલાવે છે તેમ શ્રી પાર્શ્વનાથની કીતિ પૃથ્વીમાં ( ભગવાનના ) ચરણારવિ-દમાં રહેનાર ભ્રમર પદ્માવતી હજુસુધી ફેલાવે છે. 41 જેમ વેનતેય (ગરૂડ) સર્પોના આકુલેને નાશ કરે છે તેમ તે સંખેશ્વર પાર્શ્વનાથ મનુષ્યના આઠ ભયને દૂર કરે છે, વળી તે કૃપાળુ પિતાના ભકના હાથમાં આઠ સિદ્ધિઓ આપે છે. કર સુર્ય જેમ તેજને ભંડાર છે તેમ મહામાના આશ્રયસ્થાન અને મોક્ષ નગરીએ જતા પ્રવાસીના વળાવા શ્રી સંખેશ્વર પાર્શ્વનાથ આ કળીકાળમાં પણ પિતાનું તેજ ધારણ કરતા સતા જાગતા છે. 43 તે ગુજરાત દેશમાં વળી શ્રી ખંભાત નગરમાં ધનંતરી વધ રત્નની પેઠે અભય દેવ સુરીશ્વરને કેડને રોગ જેણે મટાથે હવે તે શ્રી સ્થંભન પાર્શ્વનાથ અપૂર્વ પ્રસિદ્ધિને પામે છે. 44 (અપૂર્ણ ) : -