Book Title: Buddhiprabha 1912 05 SrNo 02
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 27
________________ - દિવ્ય પિતૃપ્રેમ. પછે. दिव्य पितृप्रेम. ચાલુ વાત (ગતાંક પણ ૨૭ થી ચાલુ) ચંદ્રના વિષદ પ્રકાશમાં તે વ્યક્તિ તે તરણુ સહવર્તમાન, તરૂલતાથી ખીચોખીચ જેનું મુખ ઢંકાઈ ગયેલું છે એવી એક ગુફા નજીક આવી પહોંચી. કંઈક ચમત્કારીક સાંતીક શબ્દના ઉચ્ચારણ થવાની સાથે જ ગુફાના મુખ્યદ્વાર પરની શિલા ખસી ગઈ અને તે બંને અંદર ગયાં ને ચાલતાં ચાલતાં લાંબા વખતના નિવર્તન થવા બાદ એક પ્રશાંત-ભવ્ય દિવાનખાનામાં તે તરૂણ આવી પહોંચે પણ તે વ્યક્તિ તેને કોઈપણ સ્થળે દ્રષ્ટિગોચર થઈ નહીં. ત્યારે શું તે વ્યક્તિ ગુમ થઈ હતી ? પણ વળી એટલામાં તે દ્વાર ખુલ્લું હતું તે પણ બંધ થઈ ગયું અને પહેલી જ વાર તે પૈર્યશાળી તરૂણનું મનસ શંકિત રીતે થથર્યું. દિવાનખાનામાં લખલખાટ રીતે પ્રકાશ પડતો હતો. અત્યુત્તમ કારીગિરીવાળા તે દિવાનખાનામાં ભવ્યતાને ધૃષ્ટ આભાસ ત્યાં રહેનારની ઝાહેઝલાલીને ખ્યાલ આપતા હતે. ઉત્તમ કળા-કારીગીરીનો પિક-તરણ સભય કટયા તે અલકિક દિવાનખાનાના અવલોકનમાં લીન હતું એટલામાં તે-એક ગુપ્ત દ્વાર ખૂલ્યુ-અને પૂર્વ પરિચીત વ્યક્તિ તેની પાસે આવી. આ વખતે તેના હાથમાં એક લાંબો પત્ર હતા. જે તેણે અંદર આવતાંની સાથેજ વાળી અને તેને રેશમના દોરાથી બાંધે–અને તે બેલી. “ અજીતસિંહ ! મહારું બોલવું ધ્યાન દઈ સાંભળી લે ! આજ તને વિશવર્ષ પૂર્ણ થયાં છે. હવે તારે તહારા નિયમિત કર્તવ્યમાં દક્ષતાથી ગુંથાવું જોઈએ. તું આજ છૂટો છું. હવે તને બંદિવાન તરીકે રહેવાની આવશ્યકતા નથી. પણ સબુર ! પ્રથમ તારે એક કામ કરવું પડશે અને પછી હું તને જે જે કહું છું તે બિન હરકતને કોઈ પણ જાતનો સંશય લીધા વિના તાકીદ કરવાનું છે પછી તે ગમે તેટલું ભયંકર હેય-તહાર અજ્ઞાનવાસ પૂર્ણ થયો.” “ પણ તું મહારા પર અધિકાર ચલાવનાર કોણ છે ? ” તે સંબંધ આ પત્ર વાંચન બાદ તેને સમજાશે. તારું અકલ્યાણ કેઈપણ રીતે હું કરનાર નથીજ. પણ તારૂં દરેક કૃત્ય હવે તાહારૂં કર્તવ્ય સમજીને જ કરવું પડશે. તારાથી હવે સુખવિલાસમાં મગ્ન રહેવાશે નહીં. મારા માટે સંશય રાખવાનું કઈ પણ કારણ નથી. પણ દરેક સ્થળ તહારે માટે પ્રપંચયુક્ત છે અને તે માટે જ તહારે પરિપૂર્ણ સાવધપણે રહેવાનું છે. બેસ છે અને આ પત્ર સંપૂર્ણપણે વાંચ. પત્રિકા વાંચન પૂર્ણ થયે સામેના દરવાજા પર હાથ મારજે, હું હવે જાઉં છું. પત્ર વિચારપૂર્વક વાંચ. ” તે વ્યક્તિ અદ્રશ્ય થઈ અજીતસિંહને તે પત્ર કયારે વાંચુ-એમ થઈ રહ્યું હતું. તે વ્યક્તિ નીકળી જતાંજ તે એક કાચ પર સ્વસ્થ બેઠે ને પત્ર વાંચવાનો આરંભ કર્યો. “ ક્ષત્રિય કુમાર શ્રેષ્ઠ બાળ અછત ! લિલાએ તારા હાથમાં આ પત્ર આવે તે વખતે તહારો કામળ મનમાં આશ્ચર્ય અને સંશય થયાં હશેજ. નેત્રમણિ ! આજ તને વિશ વર્ષ પૂર્ણ થયાં છે. બાલ્યાવસ્થાનું સમૃતિપટ અવકન કર ! મારી તે સકરૂણ દૃષ્ટિ

Loading...

Page Navigation
1 ... 25 26 27 28 29 30 31 32 33 34