Book Title: Buddhiprabha 1911 05 SrNo 02
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 7
________________ થઈ શકતું નથી એમ અનુભવ આવ્યાવના રહેશે નહીં. અને તેમજ દેવદૃષ્ટિના ત્યાગ કરીને સદણદ ધારણ કરી નંદાએ, એમ નિશ્ચય થયાવિના રહેશે નહી. પોતાની ભૂલ જ્યારે પિતાને દેખાય છે ત્યારે મનુષ્ય પારકા દોષ જોવાની ટેવ પર પ્રેમભાવ ધારણ કરી શકતું નથી. તે એમ જાણે છે કે મનુઓમાં દોષ તો કર્મના યોગે છે. જેવા મારામાં દેવ છે તેવા અને ન્યમાં દોષ છે. કોઈનામાં વિશેષ ગુણ અને અલ્પ હોય છે અને કઈનામાં આપણને વિશેષ દુર્ગુણો હોય છે. આપણે તો કોઇના પણ સદગુણે તરફ પ્રેમપૂર્વક લય આપવું શૈઈએ. એમ પિતાના માટે મનુષ્ય વિવેકદષ્ટિથી નિશ્ચય કરે છે. ગમે તેના સદગુણોને દેખીને પિતાના આત્મામાં રહેલા તેવા પ્રકારના સદગુણેને પ્રકટ કરવા જોઈએ. આવી સદ્ગુણદષ્ટિને ધારણ કરનાર, સાધુઓ, શ્રાવકે તથા અન્યોમાં પણ રહેલા માગનુસારપણાના સગુણ દેખવાને શક્તિમાન થાય છે, અને તેથી તેના હૃદયમાં પણ સદ્ગુણના સંસ્કાર પડે છે અને તેથી પરભવમાં પણ તે નિમિત્ત પામીને સગુણેને ત્વરિત અાવે છે. સદગુણદષ્ટ પ્રકટાવવાની ઇચ્છાવાળાએ કોધ, ઈર્ષા, અભિમાન, સ્વાર્થ વગેરે દોષોને નાશ કરવા ઉદ્યમ કરવું જોઈએ. જ્યારે હૃદયમાં કેધ પ્રકટે છે ત્યારે સદગુણદષ્ટિત પાતાળમાં જે આકાશમાં ચાલી જાય છે. ક્રોધના ઉદયે સામાના ગુણે એવા ઉપગ રહેતો નથી. તેમજ મનુષ્યના મનમાં જ્યારે ઈર્ષ્યા ઉત્પન્ન થાય છે ત્યારે સામા મનુષ્યના અછત દે જોવામાં આવે છે અને બોલવામાં આવે છે તેમજ ઈષ્યના રે સામા મનુષ્ય ઉપર કલંક મૂકવાના પ્રપંચ પણ ઘડવામાં આવે છે, તે વખતે સામાં મનુષના ગુણો જોવાની દષ્ટિને દરિયામાં હાંકી કાઢવામાં આવે છે. તે વખતે બને તેટલા ને આપ પ્રતિપક્ષીપર મૂકવાની પ્રવૃત્તિ સ્વનામાં પણ પોતાનું કાર્ય કર્યા કરે છે. મનુષ્યના હૃદયમાં અભિમાન પ્રકટે છે ત્યારે પિતાની મહત્તા આગળ અન્યની મહત્તા દેખી અગર સાંભળી શકાતી નથી. અને તેથી પોતાની મોટાઈ કરવા અને સામાની હલકાઈ કરવા બને તેટલી કપટજાળ રચવાનો પ્રસંગ પડે છે. સામે મનુષ્ય સર્વની દૃષ્ટિમાં હલકે દેખાય એવા ચાંપતા ઉપાયે લેવામાં અને અન્યોને સમજાવવામાં દોપદષ્ટિના તાબે થઈ અકાર્ય, વાત, આળ વગેરે પાપ કરવામાં મનુષ્ય જરા માત્ર આંચકે ખાતો નથી. તેમજ અભિમાન પ્રસંગે સામામાં રહેલા સદૂગણે દેખવાની બિલકુલ દષ્ટિ રહેતી નથી. સામાને હલકો પાડવાના વિદ્યાથી બનીને પિતાની સર્વ શક્તિનો તેમાં ઉપગ કરવો પડે છે. આવા વખતે અભિમાનના ઉદયે સદગુણ ને સાતમા દીપે વિદાય કરવી પડે છે, મનુષ્ય

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36