Book Title: Buddhiprabha 1911 05 SrNo 02
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 17
________________ S ઉલટી અનેક પ્રકારની પિતાને તથા અન્યને હાનિ પ્રાપ્ત થાય તેને અસત્ કથા (વિકથાઓ ) કહે છે, ઘણા લોકો ચઉટામાં કોઈની દુકાને બરતીને નકામાં આડા અવળે તાકાઓ માર્યા કરે છે અને તેમાં પોતાના જીવનની નિષ્ફળતા કરે છે અને અને તેઓ ઉપાધિરૂપ થઈ પડે છે. ‘નવરે પડનખોદ વાળે એ કહેવત અનુસાર નવરા બેસી રહેલા ગમે તે વર્ણના મનુષ્ય અનેક પ્રકારની નિન્દા ઓ ગર્ભિત આડીઅવળી વાર્તાઓ ચલાવે છે, અને તેથી તેઓ ઘણુઓના શત્રુઓ બને છે. વિના પ્રોજને કેટલાક અન્ય મનુષ્યોના બાલવાપર નથા વતનપર ટીકાઓ કર્યા કરે છે, તેમાં તેનું કાંઈ વળતું નથી અને સામાઓને પોતાના પ્રતિપક્ષી બનાવે છે. જે નકામાં કુથલી કરે છે તે પોતાનું તથા પરનું કલ્યાણ કરી શકતો નથી. કેટલાક હવામાંથી વાત ઉપજાવી કાર એક વખતે ગમે તે બાબતમાં એક મોટી ભયંકરતા ઉપજાવે છે અને તેમાં હજારો જેવાનું કેટલીક વખત અકલ્યાણ થાય છે, કેટલાક રાજય સંબંધી અશુભ વાર્તાને કરે છે અને તેથી પોતે અનેક પ્રકારના સંકટમાં સપડાય છે. અસત્ કથા કરનારા પ્રાય: ઘણું લેકમાં અપ્રિય થઈ પડે છે. અસત કથા કરનાર કદાપિ સાકથાને કરે છે તે પણ તેના પર એકદમ વિશ્વાસ આવતો નથી. પોતાના આમાને પરના આત્માને ન્યાય પુરસ્પર જે વાત કરવાથી લાભ થાય છે તેવી કથાઓ કરવાને અભ્યાસ પા જોઈએ. જે વાતમાં પિોતાનો અધિકાર નથી અને જે વાત કરવાથી અંશ માત્ર પણ પિતાનું ભલું થવાનું નથી તેવી અત્ વાતોને વિવેકી પર કદાપિ કાળે કરતે નથી. કેટલીક વખત તો કલેશકારક વાતોને કરવાથી નાતજાત અને આખી સમાજમાં અશાંતિ ફેલાવવામાં આવે છે. ગૃહસ્થ મનુષ્યનો ધર્મ છે કે નીતિના વ્યાપાર આદિને અનુસરી યોગ્ય વાર્તાલાપ કરે તેમજ મોટા મોટા સપુરના ઉચ્ચ ચરિત્રની કથાઓ કરવી કે જે કથાઓ સાંભળીને અન્ય લકે પણ પોતાનું જીવન ચરિત્ર સુધારે અને ધર્મના માર્ગમાં દેરાય. અસત ( ખરાબ ) વાર્તાઓને કરનારાઓના મનમાં એવી તો ખરાબ વિચારોની અસર થાય છે કે તેઓ સપુરા વા સાધુઓની પાસે જઈને પણ એવી જ વાર્તાઓ બાલીને તેને કંટાળો આપે છે અને તેઓ સાધુઓની પાસે થી કંઈપણ ધર્મતત્ત્વ ગ્રહણ કરી આવતા નથી. પુરૂષ અને સ્ત્રીઓમાં નકામી કુથલી કરવાની ટેવ વધી પડે છે અને તેથી તેઓ જેઓની વાતો કરે છે તેઓને અન્યાય આપે છે અને તેઓનાં દીલ દુ:ખવે છે અને પિતાનું હદય મલીન બનાવે છે. લેગના દરદી વગેરે પાસે રહેવાથી જેમ કોઈ વખતે ખરાબ હવાનો પર થાય છે તેમ આવા અસતકથા કરનારાઓની

Loading...

Page Navigation
1 ... 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36