Book Title: Buddhiprabha 1911 05 SrNo 02
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 33
________________ કહે પણ આરા, ઉત્સાહ, શકયતા, સુગમતા આદિના વિચારો કહે અને એ રીતે સમાન સુવાસના પ્રસાર. તમને જે પુછે નહિ તેને તો કશું કહે નહિ. કેઈ ઉપર ક્રોધ, લ, ઈ વિગેરે ન ઉપજાવ, કાઇની આગળ કોઈપણના દેવ વા દુર્ગુણની વાત ન કરો, ઉત્તમ અને હિતકર એવીજ વાર્તાઓ કરે અને સર્વના સદગુણ તથા નિર્દોષપણને જ જુએ. તમારી પાસે જે કોઈ આવે તેને સુખનું ભાન કરાવો, કોઇને કંઇ પણ કહે તે પ્રેમથી કહે નહિ કે કંઠારતાથી, પ્રેમ વચન સર્વદા સર્વને પ્રિય લાગે છે. કેઇની ઈછા વિરૂદ્ધ કંઈ સત્ય કહેવાનું થાય તે પ્રેમપૂર્વક અને તેને બેટું ન ભાસે એવી વિધિર્વક કહે. કાદને કદી ખોટું લાગે નહિ એવાં જ વચને ઉચ્ચારે. અમુક ખાટું છે કે અમુક નઠારું છે એમ ન કહેતાં અમુક સારું છે અને અમુક હિતકર છે એમજ કહો. જેની પાસે જે કરાવવું હોય તેનું જ વારંવાર કથન કર્યા કરે. તું એમ કર અને આમ ન કર એમ કહ્યા કરતાં તેની પાસે જે કરાવવું હોય તેનું જ વારંવાર કથન કરવાથી તેના સંસ્કારની છાપ તેના અંતઃકરણ ઉપર પડે છે અને અને તે તેને જ હાથે કરે છે. રોગી આગળ રોગનું કથન ન કરતાં નરેગાનુંજ તેને ભાન કરાવવું. નિધન આગળ નિર્ધનતાનું કથન ન કરતાં ધનનું અને ધનપ્રાપ્તિના નિયમાનું તેમજ ઉપાગલપણાનું કથન કરવું. આથીજ તમે અન્યને સુખ અંપી શકો છે. કોઇ પણ કારણથી કાઈને બનતા સુધી હાની, ભય વિગેરેનું કથન ન કરવું જ. ક્રિયામાં તેમજ વાણીમાં તેને જ પ્રકટાવવું અને અન્ય આગળ સર્વદા તેનું જ કથન કરવું. આમ થતાં પ્રીય વાચક : આનંદ, ઉત્સાહ, ઉન્નતિ વગેરનું જ કથન કરવું. તમે કદી દુ:ખ અનુભવશો નહિ અને વળી તમારાથી અન્ય કેઈને પણ દુ:ખ પામવાનું થશે નહિ જેથી સુખને ઇચ્છનાર તમને જ ઝંખશે અને તમે તેને સુખ આપનાર થશો તેથી તે તેને યશ તમનેજ આપશે. સુહદય વાંચકો ! સદા સુખને જ તમારામાં પ્રગટાવે અને સર્વત્ર પ્રસારે. પુ૫ વૃક્ષાદિ જ્યારે મનુષ્યને એક પ્રકારનું સુખ આપી શકે છે ત્યારે તમે તે મનુષ્યને અનેક વિધવિધ પ્રકારનું સુખ આપવા સમર્થ છે. આથી દુ:ખને ભૂલી જશે. સુખનાજ વિચાર, સુખનું જ ચિંતન, સુખનું જ ધ્યાન સુખને અનુભવ અને સુખનું જ કથન કર્યા કરો અને તેમ થતાં તમને સર્વદા સુખનો અનુભવ થશે. તેમજ તમારાથી અન્યને કે જેની સાથે

Loading...

Page Navigation
1 ... 31 32 33 34 35 36