Book Title: Buddhiprabha 1910 11 SrNo 08
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 6
________________ કરૂણું ઉત્પન્ન થયા વિના રહે નહિ, બહિરાત્માઓ હિંસા કર્મથી પાછી હડતા નથી કારણ કે તેઓ એમ માને છે કે આપણે ક્યાં પરભવમાં જનારા છીએ કારણકે પરભવ નથી તેથી માં જવાનું નથી અને પાપ ભોગવવાનું નથી આવી તેઓની બહિરાભ બુદ્ધિથી પરોપકાર, દયા આદિથી પરના ભલામાં તેઓ ભાગ લેઈ શક્તા નથી. બહિરાભાઓ એમ સમજે છે કે પરને કંઈ પણ વસ્તુ આપવાથી તે વસ્તુથી અન્ય સુખ લે છે તેમાં પિતાને ફાયદો મળતું નથી. આવી તેઓની ખરાબ બુદ્ધિના લીધે તેઓ જગતનું કલ્યાણ કરી શકતા નથી અને એક પાઈ પણ બીજાના ભલા માટે ખર્ચી શકતા નથી. બહિરાત્માઓને એકાંત જડ વસ્તુઓ ઉપર રાગ હેવાથી પૈસા પરમેશ્વર કરતાં પણ વિશેષ હાલો લાગે છે. પોતાના ઘરને તેઓ સ્વર્ગ કલ્પ છે ચમડી છુટે પણ દમડી ન છૂટે એવી તુચ્છ બુદ્ધિને ધારણ કરે છે. બહિરાભાઓ પ્રભુભક્તિ, ગુરૂભક્તિ અને ધર્મની વાતને વહેમ ગણી હસી કાઢે છે, ગાડી ધાડા દોડાવવા, હવા ખાવી, લહેર મારવી, સારૂ સારૂ ખાવું પીવું, અને પોતાના શરીરને સાચવવામાં જ ધર્મ છે. બાકી અન્ય કંઈ ધર્મ નથી ઇત્યાદિ માને છે. બહિરાત્માઓ ધર્મ પુરૂષની મશ્કરી કરે છે. બહિરાભાઓ પાંચ ઈન્દ્રિયોનું પિપણ કરવામાંજ સુખ માની આત્માના સત્ય સુખથી ન્યારા રહે છે, જેમ દુર્ગધી રોગી કુતરું જ્યાં ત્યાં ખરાબ પ્રમાણ ધાને ફેલાવે છે તેમ બહિરામાઓના મનમાં પણ ખરાબ વાસના કૂદાકૂદ કરી રહી હોય છે તેથી તેઓ પોતાના મિત્ર, પુત્ર, સ્ત્રી વગેરે સંબંધીઓમાં પણ ખરાબ વિચારો ફેલાવે છે, જેમ હડકાયું કૂતરુ પોતે પણ મટે છે અને બીજાઓને પણ કરડીને મૃત્યુ પમાડે છે તેમ બહિરાત્માઓ પાતાને નાશ કરે છે અને બીજાઓનો પણ નાશ કરે છે. - મિથાવ વાસિત બહિરાભાઓ પોતાના અશુદ્ધ વિચારોને ત્યાં ત્યાં ફેલાવે છે, મિથ્યાવિ જીવોની અંતર ચતુઓ ન ઉઘલ હોવાને લીધે તેઓ અંધની માફક પ્રવૃત્તિ કરે છે. કુદેવ, કુગર, કધમમાં આસકત છે મુક્તિમાર્ગ સન્મુખ થઈ શકતા નથી, બહરાભાઓ સ્વાત્મધર્મ મૂકીને પરભાવમાં સદાકાલ મગ્ન રહે છે, બહિરાભાઓ સત્યતત્ત્વ સમજી શકતા નથી. અને જે સત્યતત્ત્વ માને છે તેને પણ ઉલટું સમજવી ખરાબ વિચારોનું ઘર બનાવે છે. બહિરામાઓ મહા આરંભાનું સેવન કરે છે, બહિરાભાઓ કુમતિને પ્રેય સ્વપરનું કલ્યાણ કરી શકતા નથી. બહિરાભાઓ બાહ્ય દુનિયાની ઉન્નતિને પિતાનું સાધ્યબિંદુ કપે છે. નિવૃત્તિ માર્ગ તરફ તેઓની પ્રાતિ

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36