Book Title: Buddhiprabha 1910 11 SrNo 08
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 19
________________ જેમ સમુદ્રના ખારા પાણીમાં ભળેલું ગંગાજળ પણ ખારું પાણી ગણાય છે. તેમ દુષ્ટ મનુષ્યના પરિચયને જે મનુષ્ય પરિત્યાગ કરતો નથી તેની શુદ્ધ શુદ્ધિ હોય તે પણ તે ભ્રષ્ટ થાય છે. " कुसंगा संग दोपेण साधवो यांति विक्रियाम् । एक रात्रि प्रसंगेन काष्ट घंटा विडम्बनम् ॥" નીચ મનુષ્યનોસંગ કરવાથી સાધુ-સારા મનુષ્યોને પણ દુઃખ થાય છે, જેમ ગાયે ફક્ત એકત્રિ માટે ગધેડાની સોબત કરી તો ગળામાં “રા' ( લાકડાના ધંટ ) રૂપી બંધન સહન કરવું પડ્યું. “ શાની સંગતથી સહે ભલાજને દુ:ખભાર ” . શઠ—દુરાચારી મનુષ્યોના સહવાસથી સારા મનુષ્યોને અનેક કષ્ટો સહન કરવાં પંડે છે. બધી ખાને પડવું પડે છે. શ્વસન, દુરાચાર દુર્મુદ્ધિ આદિને લીધે તે નિરુદ્યમી અને સુસ્ત બને છે અને આખરે તેનું અધઃપતન થાય છે. કહ્યું છે કે – " दुर्जनेन समं सख्यं प्रीतिं चापि न कारयेत् । उष्णो दहति चाङ्गारः शिलो कृष्णायते करम् ।। દુષ્ટ પુરૂષોને અંગારાની ઉપમા આપી છે. જેમ અંગારે ઉના હેય તે બાળે છે અને ટાઢ હોય તો હાથ કાળા કરે છે તેમ દુષ્ટ પુ િગમે તેવી સ્થિતિમાં હોય પણ એકંદરે તેમનો સહવાસ, વિનાશનું કારણ થાય છે.” 9 મિત્રોને પ્રેમ લાભને લીધે હોવાથી ક્ષણિક હોય છે. તેઓ કાંઈ. પણ લાલચથી પ્રીતિ રાખે છે અને સ્વાર્થ સધાતાં સત્વર મિત્રનો ત્યાગ કરે છે. આવા સ્વાર્થી મિત્રોથી મનુષ્યોએ સાવચેત રહેવું જોઈએ. તેઓ - તાનો સ્વાર્થ સાધવા માટે મિત્રોની વાહવાહ બોલે છે. તેમના દુર્ગણોને મુ. ણે કહીને તેમની પ્રશંસા કરે છે. અસત્યને સત્ય તરીકે વર્ણવે છે. સત્યને અસત્ય કહી મીઠું મીઠું બેલી મિત્રોને વહાલા થાય છે. આવા મિત્રો અને ખરે પિતાનો સ્વાર્થ સાધી મિત્રની આપત્તિના સમયે તેને તજે છે. દલપરામ કહે છે કે: કૃતીને આપીયું, ખાય ત્યાં લગી પ્રીત; ખાતાં સુધી ભસે નહિ, શ્વાન તણી એ રીત. એવા મિત્ર કૃતઘી થાય છે અને સ્વાર્થ સર્યા મેં મિત્રનું બુરું બલવામાં પણ તત્પર બને છે. આથી જ મિત્રની યોગ્યતાને વિચાર કરવાની ખાસ જરૂર છે. એવા મિત્રો શરૂ કરતાં પણ વિશે નુકસાનકારક થાય છે.

Loading...

Page Navigation
1 ... 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36