Book Title: Buddhiprabha 1910 11 SrNo 08
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 32
________________ કોઇપણ ક્રિયા, શારીરિક, માનસિક કે આત્મિકમાં સર્વદા અભ્ય. દય કે સર્વોત્તમ વિજય વિના બીજું ચીંતવવું નહિ.” કોઈપણ કારણે મુખઉપરની પ્રસન્નતા આનંદને કાઢી નાંખવા નહિ.” દરેક મનુષ્ય સાથે પછી તે નાનું હોય કે મોટું હોય પણ ધિક. વિનયથી વર્તવું અને મંદ સ્મીતથી બોલવાનું શરૂ કરવુંજ. “કેઇના ખાનગી વિચાર જાણવા પ્રયત્ન કરે નહિ.” “કઈ દિવસ કરેલાં ઉદાર કૃ અને દયાળુનાની કાઇના આગળ ગણતરી ગણવી નહિ” “કમળ સરખું મનોહર પુષ્પ પણ જ્યારે રાત્રીપતિ તિરરકાર બુદ્ધિથી જુએ છે ત્યારે કેવું મલીન ચીમળાદ ગએલું નિસ્તેજ થઈ રહે છે. જ્યારે કમળ ઉપર તિરસ્કાર બુદ્ધિ આટલી બધી અસર કરે છે તે કમળથી પણ કોમળ મનુષ્ય પર તેની કેટલી અસર થાય તેના દરેક બુદ્ધિમાને વિ. ચાર કર.” “કેટલીક વખત અનિટ ભાસત પ્રસંગ વસ્તુતઃ અનિષ્ટ નથી હોતો પણ ફાયદાકારક જ હોય છે માટે દરેક પ્રસંગે પૂર્ણ વિચાર કરી કાર્ય કરવું. દરેક પ્રાણીના પ્રતિ શુદ્ધ પ્રેમ, ભાતૃભાવ, વાત્સલ્યભાવ દર્શાવો. તેમ કરતાં કૃપણુતા રાખવી નહિ કારણ તેમ કરવાથી તે અધિકાધિક વધતાં જ જાય છે.” સ્થિતિની કોઈ પણ પાસે દવા ખવડાવવી નહિ કિંવા ખાવી નહિ.” કરેલી પ્રતિમાઓ કદી ભૂલવી નહિ અને શુદ્ધ શ્રદ્ધાથીજ તેનું પાલન કરવું.” “સર્વત્ર સુખ અને અભ્યદયને જ .” “પરમાત્મા જ્ઞાનસ્વરૂપ છે. સર્વદા મંગલસ્વરૂપ છે અને તેમના મર. થી સર્વનું હિત થાય છે.” સર્વત્ર આનંદ વિલસી રહ્યા છે. શક અને ખેદને અવકાશ ક્યાં છે ? એમ ભાવને કરો. “પૂર્ણિમાનો ચંદ્ર વિક્કી મનુષ્યને દુઃખ આપે છે પણ આનંદ ચંદથી રાચતું મનુષ્યનું હદય વિરહીને પણ સર્જાશે સુખ આપવા સમર્થ છે.” આનંદને સેવનાર સર્વશે શુભ સ્વરૂપ છે.” “આનંદી મનુષ્યનું અંતઃકરણ પૂર્ણિમાના ચંદ્રથી પણ અધિક નિ. મલ, તેજસ્વી, નિષ્કલંક અને શાંત હોય છે.” આનંદ સ્વરૂપ આમા છે આત્માને આનંદ પ્રત્યેક જીવોએ લેવા જોઈએ.” ॐ श्रीगुरु

Loading...

Page Navigation
1 ... 30 31 32 33 34 35 36