Book Title: Buddhiprabha 1910 11 SrNo 08
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 34
________________ ૨૫૬ વિદ્વાન લબ્ધિવાનને ફુલ, વિનય-પ્રતિબંધ છે. વિનય મોક્ષનું મૂળ તેથી મોક્ષને પ્રતિબંધ એ, દૃષ્ટાંત બાહુબળી તણું, સાચું સ્વરૂપજ દાખવે. પિતે કોણ છે, પહેલાં તે કેવી સ્થિતિમાં હતો. હાલ તે કઈ સ્થિતિમાં છે અને જો સારી સ્થિતિમાં હોય તે તે શાથી છે, હાલ પોતે પૂરે છે કે અધૂરી છે અને હજી બાકી કાંઈ કરવાનું છે કે નહિ આ તમામ વિચારનું ભાન એક માનનું માન આદર કરવાથી ભૂંસાઈ જાય છે, અને તે ભાન ભુલાયું તે ઉદયની શ્રેણીને અટકાવનાર માન તે એક મજબૂત થાંભલેજ છે. આશ્ચર્ય છે કે તે વખતે વિદ્વાન અને મહા સમર્થ લધિવાનને પણ પિતાની જાળમાં ફસાવી લાવે છે. વળી તે વિનયનો તે સારાનું પ્રતિબંધ, અટકાવ, નડતર છે. વિનયને તે શકી છે. જ્યાં વિનય ત્યાં માન નહિ અને માન ત્યાં વિનય નહિ. વિનયવામાં માન નહિ ને માનવામાં વિનય નહિ. અરસપરસના તેઓ કટ્ટા શત્રુ છે. હવે માનથી વિનય ન હોય વિનય વીના વિદ્યા ન હય, વિદ્યા સિવાય સમક્તિ ન મળે, સમકિત શિવાય ચારિત્ર નહિ, અને ચારિત્ર વગર જન્મ–જરા અને મરણને સદતર મિક્ષ નહિ અને લવિન શાસ્વતાં સુખ નહિ. અહોહો! વિચાર કરવા યોગ્ય વાત છે કે વિનય એજ મિક્ષનું મૂળ છે અને તેથી માન એ વિનયને પ્રતિબંધ માત્ર નહિ પરંતુ એ મોક્ષને એ પ્રતિબંધ છે. દષ્ટિ માર્ગમાં ઉંચા-વિશાળ તાડના ઝાડની માફક મેક્ષ માર્ગમાં આડે આવનાર માન, એ મહાન પહાડ છે. ભરત ચક્રવર્તિથી પણ વધુ બળીઆ બાહુબળજીએ એકી સાથે તમામ રાજ્ય લાભ ત્યાગી ઉત્કૃષ્ટ કાર્યોત્સર્ગ કર્યો કે જે દેહમાં પક્ષીઓના માળા અને સર્પને નિવાસ હતે એવી ઉપેક્ષાવાળો કાવ્યસર્ગ) તે પણ લેશ માનનું નડતર નાના ભાઈ દીક્ષાએ મેટા હેવાથી તેમને નમવું પડે તે ઠીક નહિ એમ ધારીને ત્યાં ન ગયા, તેટલું જ માનનું નડતર તેમના કેવળજ્ઞાનને અંતરાયભૂત હતું અને જ્યારે બ્રાહ્મી સુંદરી દ્વારા પ્રભુથી આદિનાથ ભગવાનના ઉપદેશવટે માનરૂપી હાથીથી ઉતરી ગયા—માનને ત્યાગ કર્યો અને પગલું ઉપાડયું કે તરતજ કેવળજ્ઞાની થયા. તેમના જેવા સમર્થ પુરોમાં રહેજ માનના અંશે કેવળજ્ઞાન રોકાયું હતું. તો કેવળ માને વ્યાપ્ત આપણા જેવા પામરાભાઓની દશાનું તો પૂછવું જ શું ? સિદ્ધ થાય છે કે જેનામાં માન છે તે હજી અધરો છે. તે હલકે છે. કહેવત પણ છે કે “ગાજ્યાં મેઘ વરસે નહિ, ને ભયા ફતા માટે નહિ સાક્ષર ડાહ્યાભાઈ કહે છે કે – અપૂર્ણ

Loading...

Page Navigation
1 ... 32 33 34 35 36