Book Title: Buddhiprabha 1910 11 SrNo 08
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 28
________________ ૨૫૦ માટે અધુરી કેળવણું થી કોઈ પણ જાતને ફાયદે નથી જે કેવળ અજ્ઞાની છે તેને સમજુત કરી શકાય છે તેમજ જે જ્ઞાની છે તેમને તો ઝટ કરી શકાય છે પણ જે અર્ધદગ્ધ–અધુરી કેળવણીવાળો છે તેને સમજુત કરવો બહુ મુશ્કેલની વાત છે. અધુરૂ જ્ઞાન કઈ રીતે ફાયદો કર્તા નથી. અધુરા જ્ઞાનવાળો ઐહિક તેમજ આમુમિક દુનિયાનું પિતાનું હિત બગાડે છે. - અજ શબ્દનો અર્થ એવો થાય છે કે જે જવ ફરીથી ઉગી શકે નહિ તેવા હોય તે જવને અજ કહેવાય છે માટે તેવા જવને યજ્ઞમાં હોમવા જોઈએ તેને બદલે અજ શબ્દનો અર્થ બકરો કરી કેટલાક વેદાંત સંપ્રદાયીઓ યજ્ઞમાં તેને હોમે છે ને પ વધ કરે છે આ સુચવે છે ? આનાથી અધુરા જ્ઞાનનો અક્કલનો નમુનો બીજો કયે હોઈ શકે. ખરેખર અધુર જ્ઞાને એ બહુ અનર્થ સૂચક છે. વિરપરમાત્માની આજ્ઞાને કારે મુકી જે માન ખટાઉ સ્વયં પ્રતિષ્ઠા વધારવાની ખાતર કપિલ કલ્પિત નવા નવા મત-પંથે ઉત્પન્ન કરે છે તેનું કારણ પણ એજ માલુમ પડે છે. અધુરૂ જ્ઞાન એટલે થડ ભણેલું એવો એનો અર્થ થતા નથી પરંતુ વસ્તુને વસ્તુપે નહિ ઓળખતાં તેમાં વિરોધાભાસ કરવો તે છે. અર્થાત તત વરતુને તત્ ભાવે નહિ ઓળખતાં તેને જુદા ભાવે જાણવી તે છે. અધુરે જ્ઞાની પતે એકલો ભવસાગરમાં પડતા નથી પરંતુ બીજાને પણ સાથે ભવ કપમાં દુબાડે છે. માટે તેવા સંગ કરવો એ પણ અનર્થ કારક છે. આમ હિત ઇચ્છનારે સારીરિક, માનસિક, અધ્યામિક વગેરે દરેક વિષયોનું યથાર્થ જ્ઞાન સંપાદન કરવું અને તેને માટે ઈચ્છિત વિષયના ગ્રંથનું વાંચન પરિશીલન કરવું અને જે ગ્રંથ વાંચવામાં આવે તેને વિજય, સબંધ, પ્રયોજન અને અધિકાર વગેરે સારી રીતે સમજવું જોઈએ. કાર્યની સિદ્ધિ વાંચવાથી થઈ શકે છે. કારણ કે “Read and then succeed ” વાંચો અને ફતેહમંદ થાઓ. એક કવિ વાંચનની અને ગત્ય વિષે એટલે સુધી વધીને કહે છે કે " A room without a book a body without a soul." પુસ્તક વિનાનો ઓર એ આત્મા વિનાના શરીરની માફક છે. અર્થાત તે જીવતો પ્રાણી નથી પણ મૃન છે આ યથાર્થ છે. વાંચવાની અગત્યતા ઘણી છે કારણ કે તેથી કરી અનિવાર્ય આનંદ નિસ્પન્ન થાય છે, તેના જેવું બીજું આનંદનું સ્થળ અને પ્રમાદનું ધામ એ

Loading...

Page Navigation
1 ... 26 27 28 29 30 31 32 33 34 35 36