________________
૨૪૫
થયો છું. રે! હું સુમિમાંથી જાગૃત અવસ્થામાં આવ્યો છું ! રે મિત્ર! હવે તું સમજને કે તારું દુઃખ બહુ સમય સુધી રહેશે નહિ !”
આવા સજન પુરૂષને સમાગમ બહુ દુર્લભ છે. આવું મિત્ર રન આ સંસારમાં મળવું મુશ્કેલ છે, દલપારામ કહે છે કે –
તરવરને નહિ ત્યાગ, ભાગ્યથી સુરતરૂ ભરે; હીરા મળે હજાર કહીનુર એકજ છે, બગલાં બાણકોટ, હંસતે ન મળે હળવે સમળાં સંખ્યા હજાર, ગરૂડ મહિમા ક્યાં મળી, જનતે બહુ જડશે જગતમાં, તન તાપ તેથી નહિ ટળે; દિલસત્યપણે દલપત કહે, મહા ભાગ્ય સજન મળે,”
જેમ વૃક્ષા તો ધણાં છે, પણ કેઈ ભાગ્યશાળી મનુષ્યને જ કલ્પક્ષ મળે છે; હરિ હજાર હોય છે પણ કહીનર જેમ બહુ દુર્લભ છે; બગલાંની સંખ્યા ઘણી છે, પણ હંસ પાળવો જેમ બહુ કઠિન છે; હજારે સમડીઓ ઉંડે છે પણ ગરૂડ પક્ષી જણાતું નથી. તેમ દલપત્તરામ કવિ સાચું કહે છે કે
સર્જન પુરૂષોનો સમાગમ તે કોઈ ભાગ્યશાળી મનુષ્યને જ થાય છે. સજીનોને સમાગમ આ દુનીઆમાં બહુ દુર્લભ છે. સગુણી પુરૂષોના સમાગમથી મનુષ્યોમાં અનેક સદગુણ આવે છે. શ્રીમચ્ચિદાનંદજી મહારાજ કહે છે કે –
કવિતા ફુલકે સંગ પુલેલ ભયે તિલ, તેલ તે તે સદ કે મન ભાવે; પારસ કે પરસંગથી દેખીએ, લોહાયું કંચન હોય બિકાવે, ગંગા મેં જાય મિલ્ય સરિતા જળ, તેહ મહાજળ ઉપમા પાવે; સંગત કે ફળ દેખ ચિદાનંદ, નીચ પદારથ ઉત્તમ કહાવે. ”
ફુલના સંગથી ફુલેલ તેલ બને છે. સ્પર્શ મણિના સંગથી લો પણું સુવર્ણ બને છે. નદીનું જળ ગંગા નદીમાં ભળે છે તેથી ઉત્તમ જળ ગણાય છે;–ચિદાનંદજી મહારાજ કહે છે કે સત્સંગતિનું ફળ એવું છે કે ની પણ ઉચ્ચતાને પામે છે. "
કવિત. નલિની દલમેં જલબુંદ તે, મુગતાફળ કેરી જે ઉપમા પાવે; મલયાગર સંગપલાસતરૂ જેસા, તામેં ચંદનતા ગુન આવે, સુગંધ સંગ થકી મૂકે મદ, ઉત્તમ લોક સદ મિલ ખાવે; સંગત ફુલ દેખ ચિદાનંદ, નીચ પદારથ ઉત્તમ કહાવે. ”