Book Title: Buddhiprabha 1910 11 SrNo 08
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 20
________________ ૨૪૨ શત્રુથી તે મનુષ્ય વાકેફ રહે છે; પરંતુ મિત્રતાના ડાળથી તે દગાય છે. ઘણું મનુષ્ય શ્રીમાનોની મૈત્રી કરે છે તેમનો હેતુ સ્વાયી હોય છે. એકં. દરે શ્રીમાનોમાંના કેટલાએક ખુશામતથી ઘણા ટેવાઈ ગયેલા હોય છે. તેઓ ના કાન મધુર--મિષ્ટ શબ્દના શ્રવણને એવા ટેવાયેલા હોય છે કે તેઓ જલદી હા હા કહેનારાઓને ભેગ થઈ પડે છે. જેમ મૃગ મુરલીના રવરથી મૃત્યુના પાસમાં ફસાય છે તેમ તેઓ મિષ્ટ શબ્દોની વાસનાથી માદ પામી દુ:ખી થાય છે. અપકવ બુદ્ધિ અને અર્ધ વિકસિત ચારિત્ર્યના યોગે સત્યાસત્યનો વિવેક તેમને સમજાતો નથી. માટપણે પણ તેમને સ્વાભાવિક રીતે પિતાને પ્રિય હોય તેવી વસ્તુઓમાં જ તેમને પ્રીતિ થાય છે. પિતાના વિચારથી ઉલટા વિચાર ગ્રહણ કરવામાં તેમને કંટાળો આવે છે અને કલેશ થાય છે. આથી પોતાના જેવા વિચારવાળા મનુષ્ય પરજ તેમને સ્વાભાવિક અનુરાગ થાય છે. આથી તેઓ કમશઃ અધોગતિના માર્ગે પ્રયાણ કરે છે. સ્વાર્થ સાધવાના હેતુથી બાંધેલે પ્રેમ મિત્રતાના હેતુને નાશ કરે છે. મિત્રતા સ્વાર્થ સાધવામાં પરાક્ષરીતે ઉપયોગી થઈ પડે છે. મનુષ્ય નિષ્કામ વૃત્તિથી પ્રેમ ધારણ કરે જોઈએ. પ્રેમ ધારણ કરનારનો હેતુ મિત્રને માટે પ્રેમ લાગણી રાખવાનું છે. જે સ્વાર્થ તેને છે તે મિત્રને પણ હોય છે, તેથી જે તે પિતાને સ્વાર્થ સાધવામાં મિત્રતા સ્વાર્થને નુકશાન કરે છે તેથી તે નામાં મિત્ર પ્રત્યેનો પ્રેમ સિદ્ધ થતું નથી. મને તેના સુહદને મદદ કરવી જઈએ એ તેને ધર્મ છે, તેને વીકાર કેટલે અંશે કરવો છે તેના સફેદ બુદ્ધિથી વિચારવું જોઈએ. મિત્રોએ પિતાના સ્વાર્ધની બાબતમાં લોભી અને આપ મતલબી ન થવું જોઈએ, કારણકે તેથી બનેના સ્વાર્થને પ્રતિબંધ નડે છે અને પ્રીતિ ઘટે છે. મિત્રતા ધારણ કરનારે જેમ નિષ્કામવૃત્તિ ધારણ કરવી જોઈએ તેમ અણીના પ્રસંગે મિત્રને આશ્રય આપવાના પોતાના ધમને લેપ ન કર જોઈએ. સન્મિત્ર પોતાના સુદનું દુ:ખ સ્વયમેવ જાન જાય છે, સહદને તે દુઃખ કહેવું પડતું નથી; એથી ઉલટું સન્મિત્ર અતિકઇ છનાં શેતાનું દુઃખ મિત્રને જણાવતા નથી. તે પોતાના કરતાં પણ મિત્રની વિશેષ કાળજી રાખે છે. તે જાણે છે કે નાહક મિત્રને પિતાના દુઃખને ભાગીદાર કર એ યુકત નથી. અત્ર આદર્શરૂપ— સરસ્વતિચંદ્ર અને ચંદ્રકાનની મિત્રતાને ખ્યાલ વાયકોને ઉપયોગી થઈ પડશે. સરસ્વતિચંદ્ર પિતાના મિત્રની દુઃખી સ્થિતિ જોઈ દીલગીર થાય છે, અને જે ઉદગાર કાઢે છે તે દરેક સમિ મનન કરવા ગ્ય છે તે ચંદ્રકાન્તને પત્રમાં લખે છે કે –

Loading...

Page Navigation
1 ... 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36