Book Title: Buddhiprabha 1910 11 SrNo 08
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 18
________________ એજ પ્રમાણે દ્રવ્ય, કુળ, જ્ઞાતિ આદિની સમાનતા હોય ત્યાં મત્રીભાવ વિશે જમી શકે છે. દરેક જ્ઞાતિ અને કુળને લગતા રીત રિવાજ હોય છે. એક જ જ્ઞાતિમાં અને કુળમાં રીતરિવાજની અસમાનતા હતી નથી. જુદી જુદી જ્ઞાતિમાં રીતરિવાજ વિરૂદ્ધ પડવાથી વિચાર સરખા રહી શકતા નથી. કહ્યું છે કે— ययोरेव सवित्तं ययोरेव समं कुलम् । तयो मैत्री विवाहश्च नतुपुष्ट विपुष्टयोः ।। “જે બે ધનમાં સમાન છે અને કુળમાં પણ સમાન છે. તે બેની મણે મિત્રતા વા વિવાહ થાય તે યોગ્ય ગણાય, પરંતુ કોઈ ધનથી વા કુળથી મોટો હોય અને બીજો તેના કરતાં ન્યૂન હેય તે તે બેની જોડી બનતી નથી.” કુળ-જ્ઞાતિ તેમજ ધંધામાં પણ સમાનતા હોય તો તે બહુ લાભદાપક થાય છે, પરસ્પર પોતાના અનુભવ અને જ્ઞાનની આપ લે કરી શકાય છે અને તેથી ઉભયને લાભ થાય છે. ગાંધીને કાપડીઆની કે ચેક્સીની સાથે ગોષ્ઠીથી આનંદ પ્રાપ્ત થતું નથી સમાન ઉદ્યોગવાળા મનુના સહ વાસમાંજ મનુષ્યને આનંદ પડે છે. મિત્રો આ દુનીઆમાં ઘણું મળે છે, પરંતુ સાચા મિત્ર વ્યાવહારિક નીતિએ પણ જવલ્લે જ મળે છે. કહ્યું છે કે:-- સજન મિલાપી હોત , તાલીમિત્ર અનેક; જેને દીઠું દીલ કરે, સ લાખનએ એક.” જે મિત્રને મળવાથી મનમાં આનંદ થાય તેવો મિત્ર લાખમાં એકજ હોય છે. મનુષ્ય મિત્ર પરીક્ષા કરવામાં ખાસ કાળજી રાખવી જોઈએ. દુષ્ટ મનુષ્યની સોબતથી અનેક દુર્ગણે પ્રવેશ કરે છે. મતિ ભ્રષ્ટ થાય છે. અનેક વ્યસનમાં મનુષ્ય કસાય છે અને દુઃખી થાય છે. हियते हि मतिस्तात हीनस्सह समागमात् । समैश्च समता मेति विशिष्टैश्च विशिष्ठताम् ।। હીણાને સંગ કરવાથી મતિ ભ્રષ્ટ થાય છે. સમાન ગુણવાળા મનુબના સમાગમથી મતિ સમાન થાય છે અને ઉત્તમ મનુષ્યના સહવાસથી મનુષ્યની અતિ ઉત્તમ થાય છે.” શ્રીમદવિજયજીએ કહ્યું છે કે હીણું તણે જે સંગ ન તજે, શુદ્ધ બુદ્ધિ તસ નવિ રહે; પૂંજલધિ જમેં ભળ્યું ગંગા, ક્ષારની૫ણું લહે.

Loading...

Page Navigation
1 ... 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36