________________
૨૩૮ રાગદ્વેષથી ફસાઓ નહિ, એવી વૈરાગ્યભાવના-આમભાવના ધારણ કરે. આત્મમાંજ સાચું ધન છે, બાકી બાનું બધું જૂનું છે. આત્મધનની ખરી શ્રદ્ધા લાવજે એમ સાચી શ્રદ્ધા રાખ, એમ આત્માને અપૂર્વ હિતશિક્ષા આ પદથી મળે છે. મનુષ્યોએ કેવી રીતે આત્મહિત કરવું જોઈએ તે માટે સરૂવર્ય કહે છે કે –
વિષયવિકાર દૂર હટાવી, મનમાં અન્તર્યામી ભાવી, ચેતન અનંત લક્ષ્મી, ક્ષાયિક ભાવે હાવજે .”
આ વાક્ય પણ આત્માની ઉન્નતિ માટે પુરતું છે. સર્વ સિદ્ધાંતો કિં. ડિમ વગાડી કહે છે કે વિષયવિકારાને દૂર હટાવી પરમાત્માને ભાવવા ઈએ. જ્યારે ત્યારે પણ આ માર્ગ અંગીકાર કર્યા વિના મુક્તિ નથી. એમજ ગુરૂશ્રીનું વાક્ય જણાવે છે.
(અપૂર્ણ. )
ત્રી.
(લેખક. ભેગીલાલ મગનલાલ શાહ, ગોધાવી. ) આ સંસારના અનેક વ્યવસાયોમાં મનુષ્યને સમવિષમ અનેક સંયોગોને અનુભવ થાય છે. આ સંજોગોમાં તેને અન્યના અભિપ્રાય અને આ શ્રયની જરૂર પડે છે. સુદની સલાહ, વાર્તા, વિનોદ વગેરેથી મનુષ્ય પોતાના હદયનો ભાર એ કરી શકે છે, પરંતુ આ અભિપ્રાય અને આશ્રય સર્વે મનુષ્યોને સર્વ સ્થળે પ્રાપ્ત થઈ શકતું નથી. શુદ્ધ હૃદયવાળા પ્રેમીજનેજ પ્રેમ રાખી શકે છે. સ્વાર્થી અને લોભી મનુષ્યો પ્રેમ ધારણ કરી શકતા નથી. જ્યારે સુહદને માટે મનુષ્યનું હૃદય પ્રેમથી કવિત થાય છે, તેના હદપમાં પ્રેમની ઉર્મિઓ–લાગણીઓ ઉદ્ભવે છે ત્યારેજ ખરી સ્નેહુ જામી શકે છે, આવા મિત્રોમાં દયા-પ્રેમની લાગણી હોવાથી તેઓ પ્રિતને પાત્ર બને છે. એકંદરે વ્યાવહારિક દષ્ટિએ આ સંસારમાં પ્રયાણ કરનારા મનુષ્યોને મિત્રે હેવાની જરૂર છે. જેને મિત્ર હોતો નથી. તે વાડ વિનાના વેલાની માફક નિરાધાર રહે છે. મિત્ર આપત્તિના સમયમાં મનુષ્યને આધારભૂત થઈ પડે છે. વ્યવહારમાં ઘણું ખરું મનુષ્ય ભાગ્યેજ એવી સ્થિતિ અને સંગ ગમાં હોય છે કે તેને અન્યના આશ્રયની જરૂર ન રહે. બધે ધણું પ્રસં. ગેમાં મનુને અન્યના આશ્રમની અપેક્ષા રહે છે.