Book Title: Buddhiprabha 1910 02 SrNo 11 Author(s): Adhyatma Gyan Prasarak Mandal Publisher: Adhyatma Gyan Prasarak Mandal View full book textPage 7
________________ ૨૫ વા છતે પણ કાલસંકરિક કસાઈ નિત્ય પાંચ પાંડ મારવા લાગે. રા પ્રધાનના પરિણામ યોગે કાલસોકરિકકસાઈ મૃત્યુ પામી સાતમી નરકમાં ગ. સુલના પિતા મરણ પામવાથી સર્વજ્ઞાતિ વગે ભેગા થઈ તુલસને કહ્યું કે, હે સુલસ નું હારા પિતાનું પદ ગ્રહણ કર અને પશુઓનો વધ કરી કુટુંબનું પાપણ કર. જ્ઞાતિવર્ગનું આ પ્રમાણે કથન સાંભળી સુલસ કહેવા લાગ્યો કે, હું શી રીતે કુટુંબનું પિપણ કરૂં જ્ઞાતિવગે કહ્યું કે જીવોની હિંસા કરીને જ-સુલસે વિચાર કરીને કહ્યું કે પ્રાણીઓના વધથી ભેગું કરેલું ધનતે નમે સર્વ ભેગા મળીને ખાશે અને પાપ થાય તે તો હારે એકલું ભેગવવું પડે તેનું કેમ! શું તમે પાપમાં ભાગ પડાવી શકશે ? જ્ઞાતિવર્ગ ત્યારે કહેવા લાગ્યું કે પાપમાં પણ ભાગ હેચીને લેશું-સુલશે મનમાં વિચારીને પિતાના પગ ઉપર છરો માર્યો તેથી લેહી દડદડ નીકળવા લાગ્યું, વેદનાથી બૂમો પાડવા લાગ્યો અને જ્ઞાતિવર્ગને કહેવા લાગ્યો કે, અરે સગાં વહાલાંઓ મહેને અત્યંત વેદના થાય છે, માટે હુને થતી વેદનામાં ભાગ પડાવો, સુલસનું આવું સયુનિક વચન શ્રવણ કરી જ્ઞાતિવર્ગ કહેવા લાગ્યો કે, અરે વેદના શું કોઈનાથી કંઈ શકાય ? ત્યારે સુલસ કહેવા લાગ્યો કે અહે ત્યારે તમે - મને લાગતા પાપમાંથી ભાગ ક્ષિ રીતે પડાવી શકશો. સુલસના વચનથી - વૈજ્ઞાતિવર્ગ મૌન રહ્યો, ત્યારે સુલસ કહેવા લાગે કે, અરે માંસના લાલચુ એ તમે પાપની બુદ્ધિથી કંઇ પણ સત્યાસત્યનો સુલસને ઉપદેશ, વિચાર કરી શકતા નથી, અરે તમે કેમ વિચાર કરી શકતા નથી વંશપરંપરાથી કરવામાં આવેલી હિંસા પાપરૂપ ફળ આપ્યા વિના કદી રહેવાની નથી તમારા હિંસાના વિચારનું ફળ તમને મળ્યા વિના કદી રહેનાર નથી. ત્રણ કાલમાં પણ હિંસાથી ધર્મની ઉત્પત્તિ થઈ નથી અને થવાની નથી. જે જીવ જેવાં કર્મ કરે છે તેવાં ફળ તે ભોગવે છે. હિંસાના કરનારા અનેક જીવો નરકમાં જાય છે અને જશેઆ પ્રમાણે સુસસે ઉપદેશ આપે છે. તુલસ, જીવ દયા પાલી સુ. ગતિ પામ્યો. તે પ્રમાણે જે જેવા જીવદયા પાળે છે તે પણ સુગતિ પામે છે. પોતાનું માંસ કે ખાવા ધારે તો પિતાના મનમાં જેવું લાગે છે તેવું જ અન્યોને પણ લાગે છે. માંસના ભાકેથી જગમાં પાપની વૃદ્ધિ થાય છે અને તેથી અનેક પ્રકારના રોગે ઉદ્દભવે છે. જે દેશમાં પુષ્કળ ની હિં* સા કરવામાં આવે છે ત્યાંના લોકો ઉપર અનેક પ્રકાહિંસાથી રેગોની રનાં દુઃખના વાદળાં તૂટી પડે છે. હિંસાથી અનેક ઉત્પત્તિ થાય છે. કાલેરા પ્લેગ વગેરે દુષ્ઠ રોગ ફાટી નીકળે છે જવા લામુખી પર્વ ફાટવાથી દેશના દેશ અને નગર ગામેPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36