________________ શ્રીજૈન શ્વેતાંબર મર્તિપુજક બાડીંગ. સર્ણહસ્થ ! અમદાવાદ જેવા વિદ્યાના ઉત્તમક્ષેત્રમાં બેડીંગની ધણા વખતથી જરૂર હતી તે શેઠ લહુ ભાઈ રાયચંદ તથા બીજા સગ્રહસ્થાએ મળી મુનિમહારાજ શ્રીબુદ્ધિસાગ૨છના સદુપદેશથી પુરી પાડેલી છે. આ બાડી‘ગ સંવત 196 ર ના આસો સુદી 10, વિજયા દશમીના શુભ દિવસે સ્થાપન કરવામાં આવી છે. તેની સ્થાપનાની શુભ ક્રીયા મરહુમ શેઠ જેસંગભાઈ હઠીસંગના શુભ હરતે કરવામાં આવી હતી. હાલમાં આસરે 40 ગામના મળી સો જેટલી મોટી સંખ્યામાં વિદ્યાથીઓ તેનો લાભ લે છે. દરરોજ એક કલાક તેમને ધાર્મિક શિક્ષણ અપાય છે તથા તેઓની નીતિ તથા આચાર વિચાર ઉપર પણ બનતી સંભાળ રાખવામાં આવે છે, કેળવણીના ફેલાવો કરવાને અને વિદ્યાર્થીઓને ભણવામાં સહાય આપવાને ઘેાડ ગ જેવી સંસ્થા એ ઉત્તમમાં ઉત્તમ ચાના છે. આ જે બાડી"ગ હાલમાં અમદાવાદમાં ચાલે છે તેનું ફંડ પ્રમાણમાં ધણુ નાનું છે અને તેથી આવકના સાધના પણ બેડી ગ જેવી સંસ્થા માટે પુરતાં નથી. આવી સંસ્થા માટે એક મોટા yડની જરૂર છે તેમજ તેને એક સારા હવાવાળા અને વિદ્યાર્થીઓને બધી રીતે અનુકુળ થઈ પડે એવી કસરતશાળાવાળા મકાનની પણ ખાસ જરૂર છે. ઘણા વિદ્યાર્થીઓને જગ્યાના તથા કુંડના અભાવે પાછા કાઢવામાં આવે છે. જે તેનું ફ': વધે તે ઉપર જણાવેલા લાભ પણ મળી શકે અને એક સારું મકાન પણ તે વાતે ખરીદી કે બંધાવી શકાય. - આ કામ કોઈ અમુક વ્યક્તિ કે જ્ઞાતિનું નથી, પણ આખા જૈન સં - ધનું છે. દરેક જૈને આ કાર્ય માં પોતાનાથી બનતી મદદ કરવી ધટે છે. - t“'ચકી લકડી અને એકકા બાજ’ તે પ્રમાણે લગ્ન આદિ જુદે જુદે પ્રસંગે દરેક સામાન્ય મનુષ્ય પણ ‘પૂલ નહિ તે પુલની પાંખડી” જે પોતાનાથી અને તે પ્રમાણે આ સંસ્થાને મદદ કરતા રહેતા ધણા થોડા વખતમાં આ બાડી 'ગમાં ઘણે સુધારા વધારા થઈ શકે.. | વળી આ બાર્ડ'ગને મદદ કરવાને એક બીજો પણ ઉત્તમ માર્ગ છે. તે એકે એડી"ગના લાભાર્થે આ " બુદ્ધિપ્રભા " નામનું માસિક ગયા એપ્રીલની 15 મી તારીખથી નીકળે છે. તેમાં મુનિ શ્રી બુદ્ધિસાગરજીના તથા બીજા કેટલાક વિદ્વાનોના લેખ પ્રગટ થાય છે. આ માસિકમાંથી જે નકો રહેશે તે બધા બેડ 'ગને મલવાના છે. માટે આપ જરૂર તે નિઃ મિત્તે એક રૂપિયા ખરચશે. એક રૂપિયામાં તમે આવી ઉત્તમ સંસ્થાને લાભ આપવાનો હિસ્સો આપી શકશે માટે તેના ગ્રાહક થઈ આભારી કરશે તથા પોતાના મિત્ર મંડળને તેના ગ્રાહક થવા ભલામણ કરશે એવી આશા રાખીએ છીએ. - લી. વકીલ મોહનલાલ ગોકળદાસ બી. એ. એલ. એલ. મી. એનરરી સેક્રેટરી, શ્રીજેન વેતાંબર મૂર્તિ પૂજક ડ"ગ.