________________
આમાં ભાવાને પગલથી ભિન્ન છે. શબ્દ જ છે અને રૂપ છે, આત્મા ચેતન છે અને અરૂપી છે, તેથી આમા શબ્દોની પિલીપાર રહેલો છે. તે આત્માન-ચેતનની શક્તિ એવી છે કે જેને આપણે પરિપૂર્ણ ચિન્તન કરી શકીએ નહિ. આપણું બુદ્ધિથી તે ચેતનનું સામર્થ્ય કલ્પી શકાય તેમ નથી. ચોગીઓ ધ્યાનમાં મગ્ન થાય છે, ત્યારે પણ તે ચેતન શક્તિના સામર્થની કાંઈક ઝાંખી કરી શકે છે, પણ તેનું ખરું સામર્થ તો તેનાથી પણ કેવલજ્ઞાનવિના અજ્ઞાત રહે છે. સર્વ સ્થલે ચેતનાને આવિર્ભાવ કરનાર--પ્રકાશ કરનાર તે ચૈતન્ય શક્તિ છે, આ જગતમાં પ્રવૃત્તિ થાય છે તે સર્વનું કારણ તે ચેનના છે.
ઉપર જણાવ્યા પ્રમાણે આમાં શબ્દની પિલીપાર છે, એ બાબત સત્ય છે, પણ આ જગતમાં જ્ઞાન મેળવવાનો મુખ્ય આધાર દે છે. આ જગતનો સઘળો વ્યવહાર શબ્દથી ચાલે છે. તે શબ્દો અફર મારફતે લખવામાં આવે કે કેવળ મુખેથી બોલવામાં આવે, પણ શબ્દ વિના કાંઈ પણ વ્યાપાર એક કાણુવાર પણ ચાલતો નથી. માટે તે શબ્દો શનિના હેતુ છે. પ્રાચીન મહાત્મા મુનિયો પિતાને થયેલા આત્મિક અનુભવને લાભ બીજા માળાને મળે તે માટે પુસ્તક લખતા ગયા છે; અને હાલ પણ અનેક ગ્રન્થો રચાય છે, લખાય છે, અને પ્રકટ થાય છે. આ સર્વ જ્ઞાન આપવાનાં સાધનો છે. પણ પુ તક પણ શબ્દના બનેલા છે. માટે શબ્દ એ જ્ઞાન પામવાનું અને આપવાનું ઉત્તમોત્તમ સાધન છે, મુતજ્ઞાનને દેવીની ઉપમા આપવામાં આવેલી છે. વાવી, સરસ્વતી એ સર્વ મૃતદેવીના અપર પથયો છે. જેટલા અક્ષરો છે, જેટલી લીપીઓ છે તે સર્વ શ્રુત જ્ઞાન એક અપેક્ષાઓ કહી શકાય, પણ સામાન્ય રીતે ધર્મ શાસ્ત્રાને શ્રુતજ્ઞા નનું નામ આપવામાં આવેલું છે. પ્રતિક્રમણ કરતી વખતે આપણે મૃતદેનાની સ્તુતિ કરીએ છીએ. અને “ ચમિસ્કિઇ બંભલિપિ બ્રાહ્મી લિપિને નમસ્કાર થાઓ, એવો પાઠ ભગવતી સૂત્રમાં છે, તે પણ યુત દેવતાની સ્તુતિ કરવાને બાધ આપે છે. અને યોગી પુરૂષ જ્ઞાન પ્રાપ્તિ નિમિત્તે વિવિધ પ્રકારે તે સરસ્વતી દેવીનું ધ્યાન કરે છે. તેનું ધ્યાન કરવાથી હૃદય નિર્મળ થાય છે, અને હૃદય નિર્મળ થતાં આમાતિનો પ્રકાશ થાય છે, અને સહજમાં જ્ઞાન પ્રાપ્ત થાય છે, માટે ગ્રન્થક પ્રથમ શ્લોકમાં અરિહંત ભગવા નને નમસ્કાર કરી બીજા ક્ષેકમાં સરસ્વતી દેવી–મૃતદેવીની સ્તુતિ કરે છે.