________________
59
“જ્ઞાન મનુષ્યનું અધિકરૂપ તથા ઢાકેલું ગુમ ધન છે તે ધન, ભાગ, યશને સુખને આપનારું છે. ગુરૂનું પણ ગુરૂ, પ્રવાસમાં બંધુજન સમાન અને પરમ દેવતરૂપ છે. રાજદરબારમાં વિદ્યાજ પૂજાય છે. ધન પૂજાતું નથી. માટે વિદ્યાહીનને પશુ સમાન ગણવો.' વળી હિતોપદેશમાં લખ્યું છે કે “વિદ્યા મનુષ્યને વિનય આપે છે વિનયથી યોગ્યતા મળે છે. યોગ્યતાથી ધન, ધનથી ધર્મ અને ધર્મથી સુખ ઉપજે છે. વિદ્યા-જ્ઞાનના જેટલાં વખાણું કરીએ તેટલાં ઓછાં છે. તેનું સ્વરૂપ અક-અવર્ણનીય છે. વિદ્યા માતાની પેઠે રક્ષા કરે છે. પિતાની પિ હિતમાં જોડે છે. સ્ત્રીની પેઠે બેટ દૂર કરીને આનંદ આપે છે. લક્ષીને વધારો કરે છે. અને સર્વ દિશાઓમાં કાતિ ફેલાવે છે. વિદ્યા કઈ વસ્તુ નથી મેળવી આપની ? અર્થાત્ કપલતાની માફક દરેક દછિત વસ્તુને લાવી આપે છે. સાહિત્યવિહીન પુરૂ ઘાસ નથી ખાતો તે પશુઆનો એક ભાગ્યોદયજ જાવ. પડતી દશામાં આશ્રયરૂપ સ્નેહીઓના વિગ સમયે આનંદ આપનારી વિદ્યા તેના માલિકના કુળને મહિમા વધારે
છે. વિદ્યારૂપી ધન ચેર તથા રાજાથી હરાતું નથી, ભાઈઓથી લુંટાતું નથી. વિદ્યાધન કંઈ ભાર કરતું નથી. કોઈને આપવાથી ઘટવાને બદલે નિરંતર વધે છે માટે વિદ્યાધન સર્વ ધનમાં મુખ્ય ધન છે. વિદ્યાઉપરજ આપણો સાંસારિક તથા ધાર્મિક સુધારો આધાર રાખે છે. વિદ્યા બે પ્રકારની છે. વ્યવહારોપયોગી ને ધાર્મિક, વ્યવહારિક વિદ્યાથી મનુષ્ય પોતાનો સંસાર વ્યવહાર ચલાવવામાં તેમજ ગુજરાન ચલાવવામાં કુશળ થાય છે. અને ધાર્મિક વિદ્યાથી ધર્મની ક્રિયાઓ તથા ધર્મનું નામ પ્રસરે છે અને તેથી પરંપરાએ વિવિધ જાતિના સુખનો અનુભવ લઈ પંચમ ગતિને પ્રાપ્ત થાય છે. માટે આ બંને પ્રકારની વિદ્યાની આવશ્યકતા છે વ્યવહારિક કેળવણી જો કે આપણી માનવતી બ્રિટિશ સરકારે બની શકે એટલી સારી સ્થિતિમાં મુકી છે તો પણ કઈ કઈ બાબતમાં કેટલીક કેમને તેમાં અનુચિત લાગે એવું વખતે જોવામાં આવે છે. આપણી કેમના બાળકે સરકારી નીશાબોમાં ભણીને ઘણો લાભ લે છે તેને માટે આપણે બ્રિટિશ શહેનશાહને ખરા દિલથી ધન્યવાદ આપવો ઘટે છે તેમજ આપણા ધર્મને પ્રતિકૂલ આવતી કેટલીક બાબતોને માટે આપણી કેમ તરફથી સુધારો કરવાને માટે પ્રયાસ કરવો જોઈએ. અંગ્રેજ સરકારની નીશાળોમાં કોઈ અમુક કોમની અગવડતા દૂર કરવાને માટે અંગ્રેવક અમલદારે સુધારા કરવા મથે તેપણ સર્વ ધર્મના લોકને રૂચે એવી પદ્ધતિ અને શીક્ષણ તથા ગ્રંથમાળા નીશાળિોમાં દાખલ કરવાનું કામ તેઓને ઘણું મુશ્કેલ પડે. તેથી જ એ વાત જરૂરની છે કે કોઈ અમૂક ધર્મના લોકોને કોઈ પસંદ ન પડે. એવો વિષય