________________
૩૭૭
કંઈ ભાવતીર્થના નાશ માટે નથી. વિશેષાવશ્યમાં તીર્થ શબ્દ વડે શ્રુતજ્ઞા
નનું ગ્રહણ કર્યું છે. તેમજ જેના આધાર ભૂત સાધુ તીર્થ એટલે શ્રુત સાધ્વી શ્રાવક શ્રાવકાનું પણ ગ્રહણ થાય છે. તીર્થના જ્ઞાન, ગમે તેટલા ભેદ પાડે તે પણ તેનો નિમિત્ત અને
ઉપાદાન એ બે તીર્થોમાં સમાવેશ થાય છે.૧ નામ તીર્થ ૨ સ્થાપના તીર્થ ૩ દ્રવ્યતીથી ૪ ભાવતીર્થ તેમજ સાતનયથી તીર્થનું
સ્વરૂપ જાણીને આદરવું વા નિલપાથી સિદ્ધાચલનું સ્વરૂપ સમજવું અને સાધ્યદષ્ટિ રાખી દર્શન મેહનીયાદિ પ્રકૃતિનો નાશ થાય તેમ પ્રવૃત્તિ કરવી. રાગપને જે જે રીતે નાશ થાય છે તે રીતે તીર્થની સેવા કરવી. ભવ્ય દ્રવ્ય અને ભાવતીથને જ્ઞાનપૂર્વક સમજી પરમાત્માની સાધ્યતા એ આત્મસ્વરૂપમાં ઉતરી સહજાનંદની ખુમારી પ્રાપ્ત કરે. સિદ્ધાચલ પર્વતનો મહિમા આગમોમાં તથા શરુંજય માહામ્પમાં હ્યો છે. સત્ય છે તેની શ્રદ્ધા કરવી સિદ્ધાચલગિરિની યાત્રા કરવાથી આત્મા પરમાત્મપદ પામે છે.
ઇત્યેવં શાનિત શાન્તિ શાનિત. સંવત ૧૮૬ ૬ માગસર વદી ૧૪.
મુનિ મહારાજ શ્રી બુદ્ધિસાગરજી કૃત
ચેતનશક્તિ.
પ્રણમું શ્રી અરિહંત જીનેશ્વર મંગલકારી, મહિમા અપરંપાર, જગતમાં જે ઉપકારી, બ્રહ્મા વિષ્ણુ શિવ શંકર મહાદેવ વિભુ છે, શબ્દાતીત પણ શબ્દ વાએ જગમાંહિ પ્રભુ છે. પરામાં પ્રતિભાસતા, ઝટ ખરીથી વર્ણવું.
ભિન્નભિન્ન સ્વરૂપનું હું જ્ઞાન પામું અભિન. ૧ પ્રારંભેલા કાર્યમાં વિન ન આવે, અને તે સંપૂર્ણ થાય, તે હેતુથી પ્રારંભમાં મંગલાચરણ રૂપ નેશ્વર દેવની પ્રખ્યકર્તા સ્તુતિ કરે છે. તે જીનેશ્વર દેવ અહંદુ ભગવાનનું નામ જ મંગલ સૂચક છે. તે કહેવાસુકારી