________________
ધ દિવસથી ભારી ખાત્રી થયેલી છે કે પ્રાણુંઓ તરફ બતાવવા માં આવતી દયાનું બહુજ સારૂ અને ઉત્તમ પરિણામ આવે છે. જીવદયા કેવળ આર્થિક સંપત્તિ પ્રાપ્ત કરવાનું જ પ્રબળ સાધન છે, એટલું જ નહિ પણ નિતિક સંપતિ પ્રાપ્ત કરવાનો પ્રારંભ કરવા સમાન છે. હું જે રીતે બાળકો ને જીવદયાને બોધ આપું છું તેથી નિશાળના દરરોજના કાર્યમાં ( daily routine ) ( પણ હરત આવતી નથી. એક આડવાડીયામાં બે દિવસ આ વિષયના સંબંધમાં શિક્ષણ આપવામાં આવે છે. વાંચવાને વાસ્તુ પ્રાણી સંબંધી વહન કરનારું કોઈ પુસ્તક હું પસંદ કરું છું, અને તેમાં ઉત્તમ ઉપદેશ તથા જ્ઞાન બાળકને આપું છું, છોકરાઓને લખવાની કોપી બુક માં પણ કુદરતની, ઈતિહાસની, લીંટીઓ, અથવા પ્રાણીવર્ગ તરફ દયા કે ન્યાયનાં, વિચાર દર્શાવનારાં વાકયો જ લખવામાં આવે છે, હું બાળકો સમક્ષ સિદ્ધ કરી બતાવું છું કે જો પશુઓ પાસેથી હદ ઉપરાંત કામ લેવામાં ન આવે, તેમને સ્વચ્છ અને હવાવાળા, તબેલામાં રાખવામાં આવે, જે તેમને બરાબર રીતે ખાવા પીવાનું આપવામાં આવે, અને તેમની સાથે માયાળુપણે વર્તવામાં આવે તો તે પ્રાણી અધિક કામ આપી શકે, અને તેથી ધાન્ય પણ પુષ્કળ ઉગાડી શકાય. પક્ષીઓ અને નાના પશુઓ જે ખેડુતને તેના કામમાં બહુ ઉપયોગી નીવડે છે. તેમનું પણ હું, તેમની સન્મુખ વર્ણન કરું છું.
“મારા કાર્યનું પરિણામ બહુજ સતિષ કારક આવેલું છે, મારા વિઘાર્થીઓ ગડબડ બહુજ ઓછી કરે છે, અને એક બીજા તરફ બહુજ માયાળુપણે તથા સભ્યતાથી વર્તે છે તેઓ પ્રાણ વર્ગ તરફ બહુ જ દયા બતાવતાં શિખ્યા છે, અને માળાઓમાંથી ઈડા લઈ લેતાં અને પક્ષીઓને મારતાં અટકયા છે. પ્રાણુઓનું દુઃખ દેખી તેઓનું હદય દયાળુ બને છે, અને પક્ષીઓ તરફ વાપરવામાં આવતી કરતા દેખી તેઓને જે દુઃખ થાય છે, તેથી બીજા મનુષ્યોમાં દયા અને રહેમ નજર ઉત્પન્ન થાય છે.
અમેરિકાની દયા ધર્મ પ્રચારક સોસાઈટીના પ્રમુખ મી. જર્જટી. એટલે કહ્યું કે –
ગરીબ અને નિરાધાર પ્રાણીઓના વડીલ તરીકે ઉભા રહી હું તમારી સન્મુખ જાહેર કરું છું કે જેટલે અંશે અને જેટલી ઝડપથી આપણે આ પણું બધી સ્કુલમાં આ પ્રાણી વર્ગ તરફ દયાનાં ગીત, કાવ્યો અને સાહિત્ય દાખલ કરતા જઈશું તેટલે અંશે અને તેટલી ઝડપથી. ધાતકીપણાના મૂલને નાશ થશે એટલું જ નહિ પણ અપરાધનાં મૂળ પણ શિક્ષક