Book Title: Buddhiprabha 1909 09 SrNo 06
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 29
________________ ૧૮૭ કરે છે, આ કરવા જતાં એકાદ નવા અવગુણુ સાર તે વસ્તુ અથવા તે પુરૂષમાં રહેલા અનેક બીજા સારા ગુણેને લાભ તે ગુમાવે છે. આ અપૂર્ણ જગતમાં કોઈ પણ મનુષ્ય કે વસ્તુ સંપૂર્ણ ગુણથી ભરે લ નથી, તો પછી દે દષ્ટિવાળાને તે જગતમાં રહેવા એક પણ સ્થાન મળી આવશે નહિ. કાળા ચશ્મા પહેરનારને જેમ સર્વત્ર કાળું ભાસે છે તેમ દેવદષ્ટિવાળાને સર્વત્ર જ ભાસશે. પદષ્ટિમાં મેટે અવગુણ એ છે કે તે પુરૂષ તે બીજાની નિંદા કરવા મંડી જાય છે. જ્યાં ત્યાં બીજાના દેવાની વાતો કરતો ફરે છે. આ રીતે પરને હાનિ કરે છે એટલું જ નહિ પણ પિતાના આત્માને પણ મલિન કરે છે, અહનિશ પારકાના દો ઉપર બહુ વિચાર કરવાથી તે પોતે પણ યુક્ત બને છે, તે વિશે શાસ્ત્રમાં ઘણું ભારથી નિવેદન કરેલું છે કે – जं अब्भसेइजीवो गुणच दोपंच इत्थ जम्मंमि । तं परलोए पावइ अभ्भासेणं पुणो तेणं અર્થ:– જીવ આ જન્મમાં ગુણ કે દોપ બેમાંથી જેને અભ્યાસ પાડે તે અભ્યાસથી બીજા જન્મમાં તે ગુણ કે દેવ સહિત તે જમે છે. માટે હમેશાં ગુણ જોવાનો અભ્યાસ પાડ જોઈએ. આવી દષ્ટિવાળે એમ નથી કહેતે કે જગતમાં દેવ નથી અથવા દેપવાળા પુરૂવા નથી, પણ તેની દૃષ્ટિ તે તરફ તે ઠેરવતો નથી, પણ તેમનામાં રહેલા ગુગ તરફ્ર નજર કરે છે. બીજાનામાં ૧ણુતા અવગો ટાળવાને તે તેમની નિદા કરતા નથી, કારણ કે તે સારી રીતે સમજે છે કે નિંદાથી કોઈ સુધર્યું નથી, સુધરતું નથી, અને સુધરશે પણ નહિ. તે સારું શું છે તે તેમને બતાવે છે એટલે સ્વયમેવ તેઓ પિતાની ભૂલ કબુલ કરી સુધરે છે. આ બાબત એક ટુંક દાન આપી પુરવાર કરવા પ્રયત્ન કરીશ. ' સુરતમાં રતનચંદ્ર નામને શેઠ હવે, તેને એક સ્ત્રી અને એક પુત્ર હતાં. કર્મયોગે તે એકાએક મરણ પામે; તેની મરણ કિયા કર્યા પછી થોડે દિવસે તેની સ્ત્રી ઘરમાં રહેલા દાગીના વગેરે તપાસતી હતી તેવામાં તેને એક ઝવેરાતનું પાટલું જડી આવ્યું આ હીરા વગેરે પણ છે કે ખોટા છે. તેની પરીક્ષા કરાવવાને તેણે પિતાના પુત્ર વીરચંદ્રને તેના ભામાં પસે મેકછે, કારણ કે તે સ્ત્રીને ભાઈ રાયચંદ ઝવેરાતને વ્યાપાર કરતો હતો. રામચંદ્ર ઝવેરાતમાં બહુ નિપુણ હતા. હીરા વગેરે જોતાંવાર તેની ખાત્રી થઈ કે

Loading...

Page Navigation
1 ... 27 28 29 30 31 32 33 34 35 36