Book Title: Buddhiprabha 1909 09 SrNo 06
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 20
________________ ૧૮ “ગુલામગીરીને ધંધે વધે, અથવા તેને અંત આવે, તે બાબતમાં મારે લેવા દેવા નથી. મારા વિચારોમાં તેથી જરા માત્ર પણ ફેર પડશે નહિ. તે વખતે સાધુ પુરૂષ લીકને પિતાના હૃદયની ઉદારતા બતાવીને જવાબ આવે કે “ અકશનની વાત છે કે બીજાના હદયપર પડવાવાળી લાકડી મારા મિત્ર અને, જજ ડગલસના હદયને જરા સરખી પણ અસર કરતી નથી. આવા લીકન જેવા પુરા મહાપુરૂષના પદને યોગ્ય છે. ઉદાર અને વીરપુરૂષ એવા પ્રકારના હોય છે. જે મનુષ્યોને પિતાના માનવબંધુઓ તથા અનાથ મુંગા પ્રાણીઓ તરફ પ્રેમ, સંભાળ, દયા, દિલજી અને અનુકંપાની લાગણુએ છે, તેજ મનુષ્ય શ્રેષ્ઠ કહી શકાય. જે મનુષ્ય પરોપકારને વાસ્તે પ્રાણ ત્યાગ કરવાને પણ તત્પર રહે છે, અને જેઓ એમ માને છે કે એકજ પરમાત્માના આપણે અંશ છીએ, અને પ્રાણી વર્ગમાં પણ આપણુ જેવોજ પરમાત્મ અંશ રહે છે, અને આ પ્રમાણે માનીને બેસી ન રહેતાં, તે પ્રમાણે વર્તે છે, તેજ પુરૂષો મહાપુરૂષની પદવીને લાયક છે, અને તેવા પુરને હજાર ધન્યવાદ હે ! દાન. (લેખક ભેગીલાલ મગનલાલ શાહ, મુ. ગોધાવી.) (ત્રીજ અંકથી ચાલુ) ૩પતાનાં વિનાનાં ચાર વિ ૬િ સક્ષમ મેળવેલા ધનનું સત્પાત્રમાં દાન કરવું એજ તેનું રક્ષણ છે. જે દ્રથને ખોટે ભાગે વ્યય થવાથી અનેક નુકશાન થવાનો સંભવ રહે, તે દ્રવ્યને સન્માર્ગે ખર્ચવાથી જે લાભ થાય તે એક પ્રકારનું રક્ષણે જ છે. જે દ્રવ્ય મુકીને જવાનું છે જે ચંચળ અને ક્ષણિક છે. તેને સાચવી રાખવાનો વિચાર પણું મિયા છે. દ્રવ્યાદિની સર્વ સામગ્રી મળ્યા છતાં પણ જે મનુષ્ય કીર્તિ-નામ અમર કરવાન–અમય પ્રસંગ મિયા ગુમાવે છે, તે એક ગંભીર પ્રકારની ભુલ કરે છે; કારણ કે આ દુનિઓમાં નામ અમર કરવાનું, કલ્યાણનું, સાધન દાન, વિધિ સિવાય સરળતાથી પ્રાપ્ત થાય તેવું બીજું કોઈ પણ સાધન નથી. દાન ગુણ રવાથ વૃત્તિનો નાશ કરે છે, ચિંતા રૂપી વિષમ અગ્નિને શાન કરે છે,

Loading...

Page Navigation
1 ... 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36