Book Title: Buddhiprabha 1909 09 SrNo 06
Author(s): Adhyatma Gyan Prasarak Mandal
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 21
________________ લે મને સંવ૨ કરે છે, સદ્વિચાર વિસ્તારે છે, સમાગમ સુલભ કરે છે, અને દ્રવ્ય મેહથી ઉત્પન્ન થતી વિષય વાસનાને નાશ કરી ભૂત દયાને વિરતારે છે. દાતામાં સ્વાર્થ વૃત્તિ બહુ અલ્પ પ્રમાણમાં હોય છે. ખર દાતાભૂત દયાથી એટલે પ્રેરાય છે કે તે પોતાની સ્થિતિની હદ પણ ઓળંગી જાય છે. તે દવ્ય સંયયાદિને વિચારથી પોતાના મનને કલંક્તિ ન કરતાં સદા આનંદમાં રહે છે. લેકી કહે છે કે “અન્ય જનોના હિતને વિચારમાં લીન થઈ જવાથી આપણે આપણા જીવન સંબંધીના વિચાર કરવાથી ઉપજતા શોક અને ખિન્ન વૃતિથી દૂર રહી શકીએ છીએ, આપણું જીવનની મયાદા વિશે બહોળી-વિસ્વત થાય છે, નિતિક અને પરોપકાર-શિલ લાગણીઓને વિકાસ થવાથી હાથી અને મગરૂરી ભરેલી ચિંતાઓ દૂર હટી જાય છે. જે મનુષ્યનું દ્રવ્ય દાનમાં ખરચાનું નથી, અને પિતાના ઉદ્યોગમાં પણ આવતું નથી, તેનું ધન સુખ કાતિ કે ધર્મ આદિ કોઈ પણ હેતુ સિદ્ધ કરી શકતું ન હોવાને લીધે નકામું છે. પણ મનુષ્ય એકઠા કરેલા દ્રવ્યને ઉપભેગ કરતે નથી, કે બીજા કે સારા કામમાં વાપરતે નથી, પરંતુ વારંવાર તેના ધનના ઢગલાને સુખનું રાધિન માની લે છે, તે સમજાતું નથી કે જેને તે સુખ માને છે, તે દ્રવ્યના રાની ચિતામાં તેને રાત દિવસ ઉંધ પણ આવતી નથી જે દ્રવ્ય સંગ્રહને જ તે સુખ માનતે હોય તો વિચાર કરતાં તેને જછે કે તેના જે ચિંતાતુર બીજો કોઈ ભાગ્યે જ હશે. આથી સિદ્ધ થાય છે કે પિસો થોગ્ય રીતે કમાઈને તેનું દાન કરવું જ શ્રેષ્ઠ છે. વાસ્તવે લકની દાનના અજ છે. यहदाति विशिष्टेभ्यो यश्चाश्नाति दिने दिने । तत्तस्य वित्तं मन्येऽहं शेषं कस्यापि रक्षति ॥ “ઉત્તમ પુરૂષોને જે આપ, અને દિન પ્રતિદિન જે ભોગવે, તેજ દવ્ય પિતાનું દ્રવ્ય ગણાય છે, કારણ કે તે સિવાયનું એકઠું કરેલું દ્રવ્ય તે બીજાના માટે જ છે.” જે જમીનમાં દાટી મુકેલા દ્રશ્યને દ્રવ્ય ગષ્ણવામાં આ વે તો આ પૃથ્વીમાં કીમતી ધાતુની અનેક ખાણે છે, જેનો તે કઈ દિન ઉપગ કરી શકો નથી, તેને પણ દ્રવ્ય ગણવામાં આવવું જોઈએ પરંતુ તેમ થતું દેખાતું નથી આથી એ સ્પષ્ટ થાય છે કે દ્રવ્યની અગત્ય એક કરવામાં નહિ પરંતુ તેના સદુપયોગ (ને અવલંબીન છે. ) પર આધાર રાખે છે. દાન જેવો બીજો કોઈ પણ પ્રવ્યને પ્રજાને નથી. કારણ કે જેમ જેમ કથનું વિશેષ દાન કરવામાં આવે તેમ તેમ તે ઉત્તરોત્તર વધતું જાય છે,

Loading...

Page Navigation
1 ... 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36