Book Title: Bhimsen Nrup Katha Tatha Kandu Raja Katha Author(s): Jain Dharm Prasarak Sabha Publisher: Jain Dharm Prasarak Sabha View full book textPage 6
________________ સમાન એવા તે ભીમે દુષ્ટ મિત્રોની સાથે મળીને પિતાના માતપિતાને મારી નાખ્યા. પછી પોતે રાજ્યને ગ્રહણ કરી, કુમિત્રોથી પરવરી, મદ્યાદિક વ્યસનોમાં આસક્ત થઈ પ્રજાજનોને અત્યંત પીડવા લાગ્યા. આ પ્રકારે વ્યસનોમાં આસક્ત થયેલા તે દુષ્ટ રાજાને જાણી લેવે પરજનો અને પ્રધાન અત્યંત દુઃખી થયા, તેથી “માતપિતાનો ઘાત કરનાર આ દુષ્ટ રાજાવડે સર્યું. આ દુષ્ટ રાજાનો. આશ્રય કરવા કરતાં તો રાજ્ય શૂન્ય રહે તે જ સારું છે.” એમ વિચાર કરી પ્રધાન વિગેરે સર્વેએ તે અન્યાયી દુષ્ટ રાજાને તરતજ દેશમાંથી કાઢી મૂક્યો. છે ત્યારપછી તે પ્રધાનાદિકે શાસ્ત્રરૂપી એક નેત્રવાળા, નીતિશાસ્ત્રમાં કુશળ અને વિનયવાળા જિનવલ્લભનો રાજ્યાસન ઉપર અભિષેક કર્યો. નવા ઉદય પામેલા તે નરેંદ્રને જાણુને સર્વ ઉપદ્રવોનો નાશ થવાથી સમગ્ર રાજમંડળનું મન પ્રસન્ન થયું. - હવે ભીમકુમાર દેશાંતરમાં ગયા છતાં પણ ચેરી વિગેરે કરવાવડે વારંવાર લેકીને ત્રાસ પમાડવા લાગ્યો. અસત્ય વચનને બેલનાર તે ભીમ અધર્મનાં કાર્યો કરવાથી લોકમાં તિરસ્કાર પામ્યો, કેમકે દુવ્ય સન સુખ આપનાર કેમ થાય? ભાતાના લોભથી તે મુસાફરોને માર મારતો હતો અને વેશ્યાઓને અતિ પ્રસંગ કરવાથી દેહે તે દુખી થયો હતો. આ પ્રમાણે " ભયંકર કાર્ય કરનાર તે અન્યાયી ભીમને પકડીને લેકે મુષ્ટિ વિગેરેવડે અત્યંત મારતા હતા, તેથી દુ:ખી થયેલ તે દુર્મતિ ત્યાંથી નીકળી એક ગામથી બીજે ગામ ભમતો ભમતો મગધ દેશમાં પૃથ્વીપુર નામના નગરમાં ગયે. ત્યાં એક માળીને ઘેર ચાકરપણે રહ્યો. ત્યાં પણ ફળ, પુષ્પ વિગેરે વિવિધ વસ્તુઓને ચરવા લાગે, તેથી આ ચાર છે એમ જાણીને તે માળીએ અનર્થ આપનારા તે ભીમસેનને પિતાના ઘરમાંથી તત્કાળ કાઢી મૂક્યું. ત્યાર પછી તે કઈક P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak TrustPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38