________________ ( 23 ) : એકદા તે રાજા જિનેશ્વરની પૂજા કરવા માટે નગરની બહાર * * ઉદ્યાનમાં ગયો. ત્યાં એક વિદ્યાધરને જોઈને આદરથી તેણે તેને પૂછયું કે-“હે ભદ્ર! તું કયાંથી આવ્યો છે?” તે પણ પ્રસન્ન થઈ બોલ્યો કે-“ હે રાજન ! સંસારમાં અભયને આપનારી , મારી વાર્તા તમે સાંભળે. શત્રુંજય અને રેવતાચળ તીર્થની ' , સુખદાયક યાત્રા કરીને હું અહીં રહેલા શ્રીજિનેશ્વરને નમવા માટે આવ્યો છું.” આ પ્રમાણે તે વિદ્યાધરનું વચન સાંભળીને તે રાજાને તીર્થનું સ્મરણ થયું. તેણે વિચાર કર્યો કે-“મને : ધિકાર છે કે તે ગિરીંદ્ર ઉપર જઈને મેં પ્રભુને નમન કર્યું નહીં. આ લોકમાં મૃત્યુ ( યમરાજ ) જેનો મિત્ર હોય, જે મૃત્યુને ઓળંગી આગળ ગયો હોય અને જેનું અમરપણું નિશ્ચિત થયેલું હોય તેવા પ્રાણી ભલે સુખેથી સુવે, પરંતુ જેમના મસ્તક ઉપર મૃત્યુની ઘંટા સદા નાદ કરી રહી હોય, છતાં પણ મેહપાશથી બંધાયેલો રહી જે આમાના હિતને યાદ કરતો નથી તે ભૂલ કરે છે. ભયંકર મૃત્યુથી ગ્રસ્ત થયા છતાં. અને, વૃદ્ધ થયા છતાં પણ બુદ્ધિ વિનાનો મનુષ્ય આત્માને હિતકા- . રક એવી લોકાંતરના (પરલોકના) સુખની અપેક્ષા ( ઈચ્છા) સરખી પણ કરતો નથી. રોગોના જ એક મૂળરૂપ એવા આ શરીરને પામીને શાંત ચિત્તવાળા પ્રાણીઓ જ્યાં સુધી પોતાને નિરોગતા હોય ત્યાં સુધીમાં આત્મહિત કરી લે છે. જ્યાં સુધી જરા પ્રાપ્ત થઈ નથી અને જ્યાં સુધી ઇંદ્રિયોની સુંદરતા છે ત્યાં સુધીમાં બુદ્ધિમાન પુરૂએ આત્મહિતને માટે યત્ન કરવો જ જોઈએ. જ્યાં સુધી શરીરે આરેગ્યતા છે અને જ્યાંસુધી બુદ્ધિબળનો ઉદય છે ત્યાં સુધી પકાર કરવામાં વિલંબ કરવો નહીં. પરોપકારમાં તત્પર થયેલા અને સંતોષરૂપી અમૃતનું પાન કરનારા પુરૂષો આ ભયંકર સંસારસાગરને સુખેથી તરી શકાય તે કરે છે. દયામાર્ગને પામીને જેઓ લેશ પણ હિંસાને ફરતા નથી, તેઓ બીજાને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust