________________ (24) ઓનો પણ ઉદ્ધાર કરીને આ સંસારને તરી જાય છે અથૉત્ મોક્ષને પામે છે. ભૂતલને વિષે મરણ પામતા પ્રાણીઓ દુષ્કર્મના પ્રભાવથી પોતાના હિતને જોઈ-જાણી શકતા નથી. નિરતર જતા અને આવતા એવા દિવસો પુરૂષના આયુષ્યને હરણ કરીને વ્યતીત થાય છે, તે વાત દીન મનવાળા મૂઢ પુરૂષો જાણતા નથી. " આ પ્રમાણે વિચાર કરીને તે ભીમસેન રાજા પિતાના લઘુબંધુને રાજ્ય આપી છેડે પરિવાર ગ્રહણ કરી સમૃદ્ધિ સહિત રેવતગિરિ તરફ ચાલ્યો. અનુકમે ચાલતાં તેણે પ્રથમ શત્રુંજય મહાગિરિ ઉપર જઈ આદીશ્વર પ્રભુને નમી તેની ગંધપુષ્પાદિક વડે પૂજા કરી. પછી ત્યાં વિધિપૂર્વક મહોત્સવ કરી ત્યાંથી નીચે ઉતરી પ્રીતિપૂર્વક રેવતગિરિ ઉપર ગયો. ત્યાં નેમિનાથ જિનેશ્વરની કપૂર, અગરૂ અને નંદનવનના પુપિવડે પૂજા કરી. ત્યાં ધનવડે યાચકોને તૃપ્ત કરતો અને દાન, શીલ, તપ તથા ભાવ એ ચાર પ્રકારના ધર્મને આરાધતો તે રાજા ચાર વર્ષ રહ્યો. ત્યારપછી પ્રમાદરહિત તે રાજાએ જ્ઞાનચંદ્ર નામના મુનિની પાસે મોક્ષલક્ષ્મીને આપનારી દીક્ષા ભાવથી ગ્રહેણ કરી. તેમને જોઈને ઈંદ્ર કહે છે કે તે જ આ ભીમસેન રાજા મુનીશ્વર થઈને અહીં જ રહીને સ્વર્ગ અને મોક્ષની સિદ્ધિને આપનાર તપસ્યા કરે છે. પૂર્વે મેટું પાપ કરનાર આ મુનિ આજથી આઠમે દિવસે આ જ પર્વત ઉપર કેવળજ્ઞાન પામી મેક્ષે જશે. હે દેવ ! અમે પ્રથમ પવિત્ર અર્બદ (આબુ) ગિરિ ઉપર ગયા હતા. ત્યાં જ્ઞાનચંદ્ર મુનિના મુખથી આ તીર્થનું માહાતમ્ય સાંભળ્યું હતું. આ પ્રમાણે અપૂર્વ નમ્રતાપૂર્વક વચનની શ્રેણિને બેલતા ઈંદ્ર દેવોને કહ્યું કે–“આ પર્વતનો. બીજે પણ અદ્ભુત મહિમા સાંભળે-જે મનુષ્ય P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust