________________ ઉક્ત તીર્થમાં આવેલ રાયણું વૃક્ષ અને શત્રુયા | નદીનો મહિમા. રાજદની (રાયણ વૃક્ષ) અને તેની નીચે રહેલાં પ્રભુનાં ચરણું. - આ રાયણનું વૃક્ષ શ્રી ઋષભદેવ ભગવાનની પાદુકાવડે પવિત્ર ગણાય છે. શ્રી ઋષભદેવ ભગવાન અનેક વખત આવી એ રાયણ નીચે સમવસર્યા છે, તેથી તે પવિત્ર તીર્થની પેરે વંદનિક છે. તેનાં પત્ર, ફળ તથા શાખા ઉપર દેવતાઓના વાસ હોવાથી પ્રમાદવડે તે તોડવાં કે છેદવાં નહિં. જ્યારે કોઈ સંઘપતિ પૂર્ણ ભક્તિભાવથી તેની પ્રદક્ષિણા દે છે ત્યારે જે તે રાયણ તેના ઉપર હર્ષથી દુધ વર્ષાવે છે તો તે ઉભય લોકમાં સુખી થાય છે. જો તેની શુદ્ધ દ્રવ્યથી આદર સહિત પૂજા કરવામાં આવે છે તો તેના અધિષ્ઠાયક સ્વપ્રમાં આવી સર્વ શુભાશુભ કહી દે છે. વળી તેની આદરસહિત પૂજા કરવાથી ભૂત, વેતાળ, શાકિની, રાસ પ્રમુખનો વળગાડ હોય તે પણ જતો રહે છે અને બીજા વિકાર પણ થઈ શક્તા નથી. એ ઉત્તમ વૃક્ષના પત્ર, પુષ્પ કે શાખાદિક સહેજે પડેલાં હોય તો તેને આદર સહિત લઈ આવી જીવની જેમ સાચવવાં. એનાં બ્લવણ જળનું સિંચન કરવાથી સર્વ વિઘની શાંતિ થાય છે. એ પવિત્ર વૃક્ષને સાક્ષી રાખી જે પ્રભુ સાથે દોસ્તી બાંધે છે તે આ ભવમાં અત્યંત સુખ અનુભવી છેવટે પરમપદ પ્રાપ્ત કરે છે. એ રાયણવૃક્ષથી પશ્ચિમ દિશા તરફ એક દુર્લભ રસકુંપિકા છે. જે આસ્થા સહિત અઠ્ઠમ તપનું આરાધન કરે છે તેમાંના કોઈક ભાગ્યવાન પુરુષ તેના પ્રભાવથી તે રસકુંપિકાને રસ મેળવી શકે છે. તે રસના સ્પર્શમાત્રથી લેતું સુવર્ણ થઈ જાય છે. એક રાયણજ જે પ્રસન્ન હોય તે બીજી શાની જરુર છે? P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust