________________ આચાર વિના કુલીનપણું શોભતું નથી, દયા વિના ધર્મ શા ભતો નથી, નેત્ર વિના મુખ શોભતું નથી, સત્ય વિના વક્તા પણું શોભતું નથી, પ્રતિમા વિના ચૈત્ય શોભતું નથી, તેમજ દ્રવ્ય વિના મનુષ્ય શેભતો નથી.” આ પ્રમાણે ખેદ પામેલા તેમની દીનતાવાળી વાણી સાંભળીને દયાપુક્ત મનવાળા તે મુનિએ પ્રીતિથી તે બન્નેને કહ્યું કે–“ પૂર્વ જન્મમાં તમે એ સમ્યક્ પ્રકારે ધર્મને આરાધ્યે નથી, તેથી તમેને કષ્ટ આપનારી નિર્ધનતા પ્રાપ્ત થઈ છે; તેથી આ અપરાધ રહિત એવા જીવિત ઉપર તમારે ખેદ કરો નથી. સમ્યક્ પ્રકારે ધર્મનું સેવન કરવાથી મનુષ્યને સંપદા સુલભ થાય છે. દુર્ગતિમાં પડતા પ્રાણુને ધારણ કરવાથી જ ધર્મ કહેવાય છે. તે ધર્મ સર્વ કહેલો સંચમાદિક દશ પ્રકારનું છે, તે મુક્તિને માટે છે. ધર્મ ઉત્કૃષ્ટ મંગળ છે, ધર્મ સ્વર્ગ અને મોક્ષને આપનાર છે, ધર્મ સંસારરૂપી અરણ્યને ઉલ્લંઘન કરવામાં માર્ગદર્શક (ભૂમિ) છે, ધર્મ માતાની જેમ પોષણ કરે છે, ધર્મ પિતાની જેમ રક્ષણ કરે છે, ધર્મ મિત્રની જેમ પ્રેમ ઉપજાવે છે, ધર્મ બંધુની જેમ નેહ કરે છે, ગુરૂની જેમ ધર્મ ઉજવલ ગુણોને પ્રાપ્ત કરાવે છે, સ્વામીની જેમ ધર્મ મોટી પ્રતિષ્ઠા આપે છે, ધર્મ સુખની મેટી હવેલી સમાન છે, ધર્મ શત્રુના સંકટ વખતે બખ્તર સમાન છે, ધર્મ જડતાને છેદનાર છે, ધર્મ પાપના મર્મસ્થાનને ભેદનાર છે. પ્રાણી ધર્મથી રાજા બને છે, ધર્મથી રામ (બળદેવ) અને વાસુદેવ થાય છે, ધર્મથી ચક્રવતી થાય છે, ધર્મથી દેવ થાય છે, ધર્મથી ઇંદ્ર થાય છે, ધર્મથી નવા રૈવેયક અને પાંચ અનુત્તર વિમાનમાં અહમિદ્રપણાને પામે છે અને ધર્મથી અરિહંત પદને પામે છે. ધર્મથી શું શું સિદ્ધ થતું નથી ? દુર્ગતિમાં પડતા જંતુને ધારણ કરનાર હોવાથી જ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust