Book Title: Bhimsen Nrup Katha Tatha Kandu Raja Katha
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 20
________________ | ( 18 ) દિક આત્યંતર શત્રુઓ તેની પાસે પણ આવી શક્તા નથી અખંડ (નિરંતર) કલ્યાણને આપવામાં સમર્થ એવા દયામય ધર્મને જે પ્રાણી ભજે છે, તે સંસારના દુ:ખનો નાશ કરનાર અને દીર્ઘ આયુષ્યવાળે થાય છે, તેને આપત્તિ દુર્લભ થાય છે, સંપત્તિ સુલભ થાય છે, સર્વ લેક તેની ઈચ્છા અનુસરે છે, દુ:ખથી દર્શન થઈ શકે એવા રાજાઓ તેન હિતકારક ( મિત્ર ) થાય છે અને શત્રુ પણ મિત્રરૂ થાય છે. ચિંતામણિ રત્ન સમાન દયાને આશ્રિત થયેલ અનંત સુખને આપનાર ધર્મ જે આરાધ્ય હોય તો તે સદ દારિદ્રને દળી નાખે છે, અખંડ વૈભવને પ્રાપ્ત કરે છે વિદનોનો નાશ કરે છે અને મનમાં છેલી સર્વ વસ્તુઓ ઉત્પન્ન કરે છે. (મેળવી આપે છે). આ પૃથ્વી ઉપર સંસારર્થ ઉદ્વેગ પામેલા પુરૂષોના કષ્ટનો નાશ કરનારા અને સુખને માટે કરનારા ઉત્તમ શાસ્ત્ર, આગમ અને તત્ત્વબોધ વિગેરે હજારે ઉપાયો છે, પરંતુ અહો ભવ્યજનો ! ખરેખર ઉપાય તે સર્વ અર્થને પ્રાપ્ત કરવામાં એક કુશળ એવો તીર્થકરે કહેલે મનહર શુભ ધર્મ જ છે. અગાધ જળવાળા સ સારરૂપી સમુ દ્રના પારને પામવા માટે જે મનુષ્ય અનુકમે વિપ્નને નાશ કરનાર ધર્મના આરાધનને ઈચ્છે છે તે મનુષ્ય લોકમાં ઉત્પર થતા ઘણા કષ્ટને આપનારા અનર્થને પામતો નથી, તથ છેવટે સત્પરૂષોના માનને પામીને ઈચ્છિત એવી મોક્ષને સ્થિતિને આશ્રય કરે છે. સર્વ લેક ધર્મના આરાધનને ઈ છે, ધર્મને આશ્રિત થયેલ મનુષ્ય કલ્યાણવાળો થાય છે, ધર્મવી વિનોને સમૂહ નાશ પામે છે, ડાહ્યો માણસ ધર્મને માટે સદ યત્ન કરે છે, ધર્મથી ક્ષણવારમાં મોટી સંપદા પ્રાપ્ત થાય છે. ધર્મને પ્રભાવ ઘણો મટે છે અને ઉચિત એવો ધર્મ કરવાર્થ શું શું સિદ્ધ થતું નથી ? ઉચ્ચ કુળમાં જન્મ, નિર્મળ કીતિ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust

Loading...

Page Navigation
1 ... 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38