________________ * ( 20 ) ધી તેને ત્યાં જ મૂકી આગળ ચાલ્યા અને જેમની ઇન્દ્રિય આકુળવ્યાકુળ થઈ છે એવા તે સવે દરેક સ્થાને મૃગલાની શોધ માટે ભમવા લાગ્યા. પરંતુ તે મૃગલે તેમને પ્રાપ્ત થયો નહીં ત્યારે રાજા પાછો વળ્યો અને મનમાં સંકઃપવિકલ્પ કરતાં તેને મુનિનું બંધન યાદ આવ્યું. તેણે અઢાર ઘડી સુધી મુનિને બંધન રાખ્યું. પછી શાકને ધારણ કરતા તેણે મુનિને બંધનથી મુક્ત કર્યો. પછી વિનયથી યુક્ત એ તે રાજા મુનિને ખમાવી પોતાના રાજ્યમાં આવી પ્રજાનું પાલન કરવા લાગ્યો. તે શક્તિસિંહ રાજા મરીને આ ભવમાં તું થયું છે. પ્રાણીઓ પૂર્વભવમાં કરેલાં કમેને આ ભવમાં ભેગવે છે. ધ્યાનમાં રહેલા મુનિને તે અંતરાય કર્યો હતો, તે તારૂં કર્મ ખમાવવાથી પણ સર્વથા ક્ષીણ થયું નહોતું. તે કર્મવડે તને દઢ ભેગાંતરાયને બંધ થયો હતો. આ પ્રમાણે જાણીને હે મહાબુદ્ધિમાન પથિક ! તું શક ન કર. બુદ્ધિમાન પુરૂએ નિરંતર મુનિઓની સેવા કરવી. તેઓની કદાપિ વિરાધના ન કરવી, કેમકે તેમની વિરાધના કરવાથી મનુષ્ય અનેક દુઃખોને પામે છે અને તેમની સેવા કરવાથી સર્વદા મનવાંછિત ફળને પામે છે. હે ભદ્ર! હવે તારે અશુદયને કાળ પૂર્ણ થયો છે, તેમાં કાંઈ પણ સંશય નથી. હવે થોડા કાળમાં તારું કલ્યાણ થવાનું છે, માટે તું ખેદનો ત્યાગ કર. હે ભીમ ! પૂર્વ જન્મમાં ઉપાર્જન કરેલા પુણ્યને લીધે તું આ આખી પૃથ્વીને જિનેશ્વરના મંદિરોવડે સુશોભિત કરીશ. અધુના આ જગતમાં તારી જે પુણ્યશાળી પુરૂષ કેઈ પણ જણાતો . નથી, તેથી હવે તારે જરા પણ દુષ્ટ વિચાર કરે નહીં.” આ પ્રમાણે મુનિનાં વચન સાંભળીને મિત્ર સહિત ભીમસેન મુનિને નમસ્કાર કરી શુભ ધ્યાન કરતો રેવતગિરિ - તરફ ચાલ્યો. અનુકમે તે ગિરિ ઉપર ચડીને તેણે અતિ ઉગ્ર P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust