Book Title: Bhimsen Nrup Katha Tatha Kandu Raja Katha Author(s): Jain Dharm Prasarak Sabha Publisher: Jain Dharm Prasarak Sabha View full book textPage 9
________________ તે તે જ પિપટને શોધવા માટે આમતેમ દોડવા લાગ્યો. તેવામાં દૈવયોગે તે જ પોપટ ભીમના દ્રષ્ટિમાર્ગમાં આવ્યો અને તેણે પણ તત્કાળ તેને હિતકારક વચન કહ્યું કે-“હે ભીમસેન ! જે તું તારી ક્ષેમકુશળતાને ઈચ્છતા હો તો : સમુદ્રમાં પડ, એટલે તને તત્કાળ મોટે મત્સ્ય ગળી જશે. પછી તે મત્સ્ય શીધ્રપણે સમુદ્રને કાંઠે જશે, માટે જે તારી મતિ સાવધાન હોય તો આ હું આપું છું તે મોટી ઓષધીને . તું ગ્રહણ કર. આ ઔષધી તેના પેટમાં નાંખવાથી તે મત્સ્ય પોતાનું મુખ પહેલું કરશે, એટલે તારે તેના કંઠમાગે નીકળીને સમુદ્રને કિનારે જવું. આ મારૂં વચન કરવાથી જ તારું જીવન રહેશે અન્યથા ત્રણ જગતને વિષે તારે જીવવાને ઉપાય દુર્લભ છે.” આ પ્રમાણે પોપટનું કહેલું વચન સત્ય માનીને સાહસિક એ તે ભીમ તે પ્રમાણે ઉપાય કરીને સિંહલદ્વીપ પહોંચ્યા. ત્યાં સ્વસ્થ થઈને ભમતા અને ચોતરફ જોતાં તેણે એક સરેવર જોયું, અને વિશ્રાંતિ લેવા માટે તે ત્યાં ગયો. તેના નિર્મળ જળનું પાન કરી એક ક્ષણવાર તેની પાળ પર રહેલા વૃક્ષની શીતળ છાયામાં વિસામે લઈને પછી તે એક દિશા તરફ ચાલ્યો. તે કેટલેક માર્ગ ઓળંગીને આગળ ગયો તેવામાં તેને માર્ગમાં કે એક જટાવાળે ત્રિદંડી નેત્રનો અતિથિ થયે [તેના જેવામાં આવ્યો . તેણે તેને ઘેર્યયુકત વાણીવડે પ્રણામ કર્યા, ત્યારે તે ત્રિદંડીએ હર્ષથી આશીવાદ આપી વિનયવાળા એવા તેને આવવાનું કારણ પૂછયું કે–“ હે ભદ્ર! તું કોણ છે? આ ગહન વનમાં કેમ ભમે છે? તું કાંઈક દુ:ખી જણાય છે તો તારૂં દુ:ખ મને કહે. " આ પ્રમાણે તે તાપસની વાણી સાંભળીને હર્ષિત થયેલ ભીમસેન બોલ્ય કે-“હે શ્રેષ્ઠ તાપસ ! મારું ભાગ્ય. સર્વથા પ્રકારે મદ છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak TrustPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38