Book Title: Bhimsen Nrup Katha Tatha Kandu Raja Katha
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 5
________________ અમારે ઉદ્ધાર કરનાર છે, તેથી હે રાજેન્દ્ર ! શ્રેષ્ઠ બુદ્ધિવાળા આપ ચેગ્ય-અગ્યનો વિચાર કરી, અમારા દુ:ખને નાશ કરે; કેમકે આ વિશ્વને વિષે રાજા જ શરણભૂત છે.” આ પ્રમાણે પ્રજાનો ભેટો આકંદ સાંભળી રાજાએ તેમને શાંતિના વચનોવડે શાંત કરી તે સર્વને રજા આપી. ત્યારપછી રાજાએ ભીમસેનકુમારને પોતાની પાસે બોલાવી નીતિના વચનોવડે તેને શિખામણ આપી કે–“હે વત્સ ! લોકોની આરાધના કરીને (તેમને રાજી રાખીને) જગતમાં દુર્લભ એવી મેટી કીર્તિને મેળવ, પરસ્ત્રી અને પરધનના હરણને સર્વદા ત્યાગ કર, પૂજ્ય વડીલેની અને જિનેશ્વરની ઉત્તમ ભક્તિ કર, મંત્રીઓએ કહેલા વચનો માન્ય કર, ન્યાયનો સ્વીકાર કર અને અનીતિનો ત્યાગ કર; કેમકે આ સર્વે રાજાના ધર્મ છે. વળી તે બુદ્ધિના નિધાન કુમાર ! આ પૃથ્વીપીઠ ઉપર સારા વચનરૂપી અમૃતરસને છાંટવાવડે મોટી પ્રતિષ્ઠા મેળવીને તારે સદા ધર્મમાર્ગમાં ચાલવું, સાતે વ્યસનોનો ત્યાગ કરવો અને નિર્મળ બુદ્ધિ ધારણ કરવી; કારણ કે આ રીતે કરવાથી પ્રાણીઓને અનુક્રમે ધન, કીર્તિ અને દિવ્ય વૈભવ પ્રગટ (પ્રાણ) થાય છે.” આ પ્રમાણે રાજા તે કુમારને હમેશાં ઉપદેશ આપતો હતો, તો પણ જેમ સર્પ અમૃતપાન કર્યા છતાં પણ વિષને ત્યાગ કરતો નથી તેમ તે કુમારે પોતાની દુષ્ટતા છોડી નહીં. રાજાએ તે ભીમકુમારને ઘણે પ્રકારે શિખામણ આપી તો પણ તે તેને વિનયવાન કરી શકે નહીં, તેથી છેવટ રાજાએ કોમળ શરીરવાળા પણ તેને બંદીખાનામાં નાખે. તે દુષ્ટ આશયવાળો ભીમ કેટલેક કાળ કેદખાનામાં રહીને બહાર નીકળ્યા પછી પોતાના મિત્રોની સહાયથી દુરાચારને સેવવા લાગ્યો. મનમાં અતિ ક્રોધ પામેલા અને ક્રૂર જનોમાં મુગટ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38