Book Title: Bhavna Sudhare Bhavobhav Author(s): Dada Bhagwan Publisher: Dada Bhagwan Foundation View full book textPage 7
________________ ભાવના સુધારે ભવોભવ પણ વિષય-વિકાર સંબંધી દોષો, ઇચ્છાઓ, ચેષ્ટાઓ, વિચાર સંબંધી દોષો ન કરાય, ન કરાવાય કે કર્તા પ્રત્યે ન અનુમોદાય એવી પરમ શક્તિ આપો. મને નિરંતર નિર્વિકાર રહેવાની પરમ શક્તિ આપો. ૧૧ ૭. હે દાદા ભગવાન ! મને કોઈપણ રસમાં લુબ્ધપણું ન કરાય એવી શક્તિ આપો. સમરસી ખોરાક લેવાય એવી પરમ શક્તિ આપો. ૮. હે દાદા ભગવાન ! મને કોઈ દેહધારી જીવાત્માનો, પ્રત્યક્ષ અગર પરોક્ષ, જીવંત અગર મૃત્યુ પામેલાનો કોઈનો કિંચિત્માત્ર પણ અવર્ણવાદ, અપરાધ, અવિનય ન કરાય, ન કરાવાય કે કર્તા પ્રત્યે ન અનુમોદાય એવી પરમ શક્તિ આપો. ૯. હે દાદા ભગવાન ! મને જગતકલ્યાણ કરવાનું નિમિત્ત બનવાની પરમ શક્તિ આપો, શક્તિ આપો, શક્તિ આપો. (આ દિવસમાં ત્રણ વખત વાંચવું.) આટલું તમારે ‘‘દાદા’’ પાસે માંગવાનું. આ દરરોજ વાંચવાની ચીજ ન હોય, અંતરમાં રાખવાની ચીજ છે. આ દ૨૨ોજ ઉપયોગપૂર્વક ભાવવાની ચીજ છે. આટલા પાઠમાં તમામ શાસ્ત્રોનો સાર આવી જાય છે. દાદાશ્રી : શબ્દેશબ્દ વાંચી ગયા ? પ્રશ્નકર્તા : હાજી. બધું બરોબર વાંચી ગયો. અહમ્ ત દુભાય... પ્રશ્નકર્તા ઃ ૧. ‘હે દાદા ભગવાન ! મને કોઈપણ દેહધારી જીવાત્માનો કિંચિત્માત્ર પણ અહમ્ ન દુભાય, ન દુભાવાય કે દુભાવવા પ્રત્યે ન અનુમોદાય એવી પરમ શક્તિ આપો. મને કોઈ દેહધારી જીવાત્માનો કિચિંત્માત્ર પણ અહમ્ ન દુભાય એવી સ્યાદ્વાદ વાણી, સ્યાદ્વાદ વર્તન અને સ્યાદ્વાદ મનન કરવાની પરમ શક્તિ આપો.’ એ સમજાવો. ભાવના સુધારે ભવોભવ દાદાશ્રી : અહમ્ ન દુભાય એ માટે આપણે સ્યાદ્વાદ વાણી માગીએ છીએ. એવી વાણી આપણને ધીમે ધીમે ઉત્પન્ન થશે. જે હું વાણી બોલું છુંને, એ આ ભાવનાઓ ભાવવાથી જ મને આ ફળ મળેલું છે. ૧૨ પ્રશ્નકર્તા : પણ આમાં કોઈનો અહમ્ ના દુભાવવો જોઈએ, તો એનો અર્થ એમ તો નથી થતોને કે કોઈનો અહમ્ પોષવો ? દાદાશ્રી : ના. એવો અહમ્ પોષવાનું નહીં. આ તો અહમ્ દુભાવવો નહીં એવું જોઈએ. હું કહું કે કાચના પ્યાલા ફોડી ના નાખશો. એનો અર્થ એવો નહિ કે તમે કાચના પ્યાલા સાચવજો. એ એની મેળે સચવાયેલા જ પડ્યા છે એટલે ફોડશો નહિ. પછી એ તો સચવાયેલા એની સ્થિતિમાં જ પડ્યા છે. તમે તમારાં નિમિત્તે ના ફોડશો. એ તૂટતાં હોય તો તમારાં નિમિત્તે ના ફોડશો. અને એ તમારે ભાવના ભાવવાની છે કે મારે કોઈ જીવને કિંચિત્માત્ર દુઃખ ના થાય, એનો અહંકાર ભગ્ન ના થાય એવું રાખવું જોઈએ. એને ઉપકારી માનીએ છીએ. પ્રશ્નકર્તા : ધંધામાં સામાવાળાનો અહમ્ દુભાય નહિ એવા પ્રસંગો હંમેશાં નથી બનતા, કોઈકનાં ને કોઈકનાં તો અહમ્ દુભાયા જ રાખે છે. દાદાશ્રી : એને અહમ્ દુભાયું ના કહેવાય. અહમ્ દુભાયું એટલે શું કે એ બિચારો કંઈક બોલવા જાય ને આપણે કહીએ, બેસ, બેસ. નથી બોલવાનું.’ એવું એના અહંકારને દુભાવવો ના જોઈએ. ને ધંધામાં તો અહમ્ દુભાય એ ખરેખર અહમ્ નથી દુભાતો. એ તો મન મહીં દુભાય છે. પ્રશ્નકર્તા : પણ અહમ્ એ કંઈ સારી વસ્તુ નથી, બરોબર ? તો પછી એને દુભાવવામાં શો વાંધો ? દાદાશ્રી : એ પોતે જ અત્યારે અહંકાર છે, માટે એ ના દુભાવાય. એ પોતે જ છે બધું, જેમાં એ કરે તે હું જ છું આ. એટલે દુભાય નહિ. એટલે તમારે ઘરમાંય કોઈને વઢવું-કરવું નહિ. અહંકાર કોઈનો નાPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25