Book Title: Bhavna Sudhare Bhavobhav
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 24
________________ ભાવના સુધારે ભવોભવ કલમો બોલે, બહુ થઈ ગયું ! નવ કલમોમાં એટલી બધી શક્તિ મૂકી છે. એટલી બધી ગજબની શક્તિ છે, પણ એ સમજાય નહીંને ! એ તો અમે સમજણ પાડીએ ત્યારે સમજાય. ને આની કિંમત સમજાયેલી કોને કહું કે મને આવીને એ કહે કે, ‘આ નવ કલમો, મને બહુ ગમી’ અને સમજવા જેવી છે બધી આ નવ કલમો. ૪૫ આ નવ કલમો એ શાસ્ત્રમાં નથી. પણ અમે જે પાળીએ છીએ ને કાયમ અમારા અમલમાં જ છે, એ તમને કરવા આપીએ છીએ. આ અમે જેવી રીતે વર્તીએ છીએ, તે રીતે આ કલમો લખી છે. આ નવ કલમો પ્રમાણે અમારું વર્તન હોય, છતાં અમે ભગવાન ના ગણાઈએ. ભગવાન તો, મહીં ભગવાન છે તે જ ! બાકી, માણસ આવું વર્તી ના શકે. ચૌદ લોકનો સાર છે આટલામાં. આ નવ કલમો લખી છે, એ ચૌદ લોકનો સાર છે. આખા ચૌદ લોકનું જે દહીં હોય એને વલોવીએ અને તે માખણ કાઢીને આ મેં મૂક્યું છે. એટલે આ બધાં કેવા પુણ્યશાળી છે કે લિફટમાં બેઠાં બેઠાં મોક્ષમાં જાય છે. હા, ફક્ત હાથ કાઢવાનો નહીં બહાર એટલી શરત ! આ નવ કલમો તો હોય જ નહીં કોઈ જગ્યાએ. નવ કલમો તો પૂર્ણ પુરુષ જ લખી શકે. એ હોય જ નહીંને, એ હોય તો લોકોનું કલ્યાણ થઈ જાય. વીતરાગ વિજ્ઞાતતો સાર ! અને આ ભાવના કરતી વખતે કેવું હોવું જોઈએ ? વાંચતી વખતે શબ્દેશબ્દ આમ દેખાવો જોઈએ. જો ‘તમે વાંચતા હો’ એવું ‘દેખાય’ તો તમે બીજી જગ્યાએ ગૂંથાયેલા નથી. આ ભાવના ભાવતી વખતે તમે બીજી જગ્યાએ ના હોવાં જોઈએ. અમે એક ક્ષણ પણ બીજી જગ્યાએ જતાં નથી. તે માર્ગ પર તમારે આવવું પડશે ને ? જે જગ્યાએ છીએ ભાવના સુધારે ભવોભવ ત્યાં જ ! એ ભાવના ભાવે એટલે પૂર્ણ થવા માંડે. ભાવના તો એટલી જ કરવા જેવી છે. ૪૬ હા, મન-વચન-કાયાની એકતાથી બોલો એ ભાવના. માટે આ ખાસ કરજો. માટે હવે તમે નવ કલમો તો ખાસ કરજો. આખા વીતરાગ વિજ્ઞાનનો સાર છે આ નવ કલમો ! અને પ્રતિક્રમણ-પ્રત્યાખ્યાન બધું એમાં આવી ગયું. આ આવી કલમ નીકળેલી નહીં કોઈ જગ્યાએ. જેમ આ બ્રહ્મચર્યનું પુસ્તક નીકળેલું નહીં, એમ આ કલમોય નહીં નીકળેલી. કલમો તો જો વાંચેને, એ ભાવના ભાવેને તો દુનિયામાં કોઈની જોડે વેર ના રહે, સર્વ સાથે મૈત્રી થઈ જાય. આ નવ કલમો તો બધા શાસ્ત્રોનો સાર છે. જય સચ્ચિદાનંદ શુદ્ધાત્મા પ્રત્યે પ્રાર્થતા હે અંતર્યામી પરમાત્મા ! આપ દરેક જીવમાત્રમાં બિરાજમાન છો, તેમ જ મારામાં પણ બિરાજેલા છો. આપનું સ્વરૂપ તે જ મારું સ્વરૂપ છે. મારું સ્વરૂપ શુદ્ધાત્મા છે. હે શુદ્ધાત્મા ભગવાન ! હું આપને અભેદભાવે અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. અજ્ઞાનતાએ કરીને મેં જે જે ** દોષો કર્યા છે, તે સર્વ દોષોને આપની સમક્ષ જાહેર કરું છું. તેનો હૃદયપૂર્વક ખૂબ પસ્તાવો કરું છું. અને આપની પાસે ક્ષમા પ્રાર્થં છું. હે પ્રભુ ! મને ક્ષમા કરો, ક્ષમા કરો, ક્ષમા કરો અને ફરી એવા દોષો ના કરું એવી આપ મને શક્તિ આપો, શક્તિ આપો... હે શુદ્ધાત્મા ભગવાન ! આપ એવી કૃપા કરો કે અમને ભેદભાવ છૂટી જાય અને અભેદ-સ્વરૂપ પ્રાપ્ત થાય. અમે તમારામાં અભેદ સ્વરૂપે તન્મયાકાર રહીએ. (જે દોષો થયા હોય તે મનમાં જાહેર કરવા) **

Loading...

Page Navigation
1 ... 22 23 24 25