Book Title: Bhavna Sudhare Bhavobhav
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 22
________________ ભાવના સુધારે ભવોભવ ભાવના સુધારે ભવોભવ દાદાશ્રી : ના. ભાવના પવિત્ર હોય એવું નહીં. ભાવના તો અપવિત્રનેય લાગુ થાય. કો'કનું મકાન બાળી મેલવાનીય ભાવના થાય અને કો'કનું મકાન બંધાવી આપવાની ભાવના થાય. એટલે ભાવના બેઉ બાજુ વપરાય, પણ ભાવ એ ચાર્જ કહેવાય છે અને ભાવના એ ડિસ્ચાર્જ છે. આપણને જે મહીં થાય છે કે મારે આ આવું કરવાના ભાવ થાય છે, આમ કરવાનું છે. એ પણ ભાવના છે, એ ભાવ નથી. ખરેખર ભાવ તો ચાર્જ હોય તે. એટલે ભાવકર્મથી આ જગત ઊભું થયેલું છે. આપણાથી કોઈ પણ વસ્તુ ના થાય, તો પણ ભાવ તો રાખવો જ એવો. એ આપણે ત્યાં ભાવ ઉડાડી મેલ્યો છે. બહારના લોકોને ભાવકર્મ કરવું જોઈએ. એટલે શક્તિ માગવી જોઈએ. જેને જે જોઈતી હોય એ દાદા ભગવાનની પાસે શક્તિ માગવી જોઈએ. મહાત્માઓ માટે આ ભાવના. વાત ખરી છે. પેલા ભાવ કહેવાય એ ચાર્જ કહેવાય. અને આ ડિસ્ચાર્જ કહેવાય, ભાવ ના કહેવાય ! ભાવ, એકઝેક્ટ ડિઝાઈનપૂર્વક ! પ્રશ્નકર્તા : આ નવ કલમો છે, તો એ નવ કલમોમાં જેમ કહે છે એ જ પ્રમાણે અમારી ભાવના છે, ઇચ્છા છે, બધું છે, અભિપ્રાયથી ય છે. દાદાશ્રી : પહેલાં કરતો હતો એ રીતે એવું લાગે ખરું પણ એ એવું હોતું નથી આ. એ બાજુ વલણ છે એ વાત નક્કી. પણ તે વલણ ચોક્કસ આ પ્રકારે હોવું જોઈએ. ડિઝાઈનપૂર્વક હોવું જોઈએ. વલણ તો હોય, સાધુ-સંન્યાસીઓને હેરાન નહીં કરવાની ઇચ્છા હોય જ ને ! પણ તે ડિઝાઈનપૂર્વક હોવું જોઈએ. પ્રશ્નકર્તા : ડિઝાઈનપૂર્વક એટલે કઈ રીતે, દાદા ? દાદાશ્રી : એમાં જે લખ્યું છે એ પ્રમાણે, એકઝેક્ટનેસ. બાકી આમ તો સાધુ-સંતોને મારે હેરાન નથી કરવા એવું હોય, પણ છતાં એ હેરાન કરે છે જ. એનું કારણ શું છે ? ત્યારે કહે, ડિઝાઈનપૂર્વક નથી એનું. એ ડિઝાઈનપૂર્વક હોય તો ના થાય. પ્રશ્નકર્તા : આ જે નવ કલમો છે એ સમજપૂર્વક જીવનમાં લાવવી જોઈએ ? પ્રશ્નકર્તા : બહારનાં જે જગતનાં લોકો છે, એને આ શક્તિ માગવી જોઈએ, તો આપણા મહાત્માઓ જે શક્તિ માગે છે, ભાવના કરે છે એ શેમાં જાય ? દાદાશ્રી : મહાત્માઓ માગે છે, એ ડિસ્ચાર્જમાં છે. કારણ કે ભાવના બે પ્રકારની છે, ચાર્જ અને ડિસ્ચાર્જ બેઉ. જગતના વ્યવહારમાં લોકોનેય ભાવના હોય અને આપણે અહીં ભાવના હોય. પણ આ ડિસ્ચાર્જરૂપે છે આપણી. અને એમને ડિસ્ચાર્જ ને ચાર્જ બેઉ રૂપે ભાવના હોય. પણ શક્તિ માગવામાં નુકશાન શું છે ? પ્રશ્નકર્તા બહારના લોકો આ શક્તિઓ માગે નવ કલમોની, તો તે ભાવ કહેવાય તો મહાત્માઓ શક્તિ માગે તે ભાવ ના કહેવાય ? દાદાશ્રી : બહારના લોકો માટે એ ભાવ કહેવાય અને આપણા દાદાશ્રી : ના, એવું કશું સમજપૂર્વક લાવવાની નહીં. અમે શું કહીએ છીએ કે આ અમે જે બોલ્યા છીએ એ શક્તિ માગો ફક્ત. શક્તિ તમને એક્ઝક્ટ લાવીને મૂકી દેશે. તમારે સમજપૂર્વક કરવાનું ના હોય. આ થાય જ નહીં, માણસ કરી શકે નહીં. સમજપૂર્વક, જો સમજીને કરવા જાયને તો થાય નહીં. કુદરતને સોંપી દેવાનું. એટલે ‘હે દાદા ભગવાન, શક્તિ આપો.” શક્તિ ઇટસેલ્ફ ઊગે. પછી એક્ઝક્ટ આવે.

Loading...

Page Navigation
1 ... 20 21 22 23 24 25