Book Title: Bhavna Sudhare Bhavobhav
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 21
________________ ભાવના સુધારે ભવોભવ ૪૦ ભાવના સુધારે ભવોભવ પ્રસંગને શું લેવાદેવા ?! પ્રસંગ નિરાધાર છે બિચારો ! અને આ ભાવના તો આધારી વસ્તુ છે. આ ભાવનાઓ તો જોડે આવનારી છે તે પ્રસંગ તો જતો રહેવાનો. પ્રશ્નકર્તા : પણ પ્રસંગના આધારે જ આ ભાવના કરી શકાય ? દાદાશ્રી : ના. પ્રસંગને કશું લેવાદેવા નહીં. ભાવના વસ્તુ જ જોડે આવવાની. આ પ્રસંગ નિરાધાર છે, એ જતો રહેવાનો છે. ગમે એવો સારો પ્રસંગ હશે તોયે જતો રહેશે. કારણ કે એ સંયોગ થયેલો છે અને આ ભાવના ભાવવાની છે. હજુ એનો સંયોગ જામવાનો બાકી છે. પ્રશ્નકર્તા : પણ એ પ્રસંગથી જે પોતાના ભાવ બદલાય છે, ત્યારે આ ભાવના વાપરીને ફરી ભાવ ફેરવવાનોને ? દાદાશ્રી : પણ એ કંઈ હેલ્પ ના કરે. પૂર્વે જેટલું કરેલું હોય, એ અત્યારે હેલ્પ કરે. હા, એવું બને કે થોડું પૂર્વે કરેલું હોય ત્યારે જ આ ભવમાં પાછું આખું ફરે. પ્રશ્નકર્તા : એટલે પ્રસંગ તો આગલા ભવના ભાવ હોય, તે જ પરિણામ આવે અત્યારે ? દાદાશ્રી : તે જ પરિણામ આવે. બીજું ના આવે. ભાવ એટલે બીજ અને દ્રવ્ય એટલે પરિણામ, છું. એક બાજરીનો દાણો નાખે, તો આવડું મોટું ડું થાય ! આ કલમો તો ખાલી બોલવાની જ છે. રોજ ભાવના જ ભાવવાની છે. આ તો બીજ રોપવાનું છે. રોપ્યા પછી જ્યારે ફળ આવે ત્યારે જોઈ લેવાનું. ત્યાં સુધી ખાતર નાખવાનું. બાકી, આ પ્રસંગમાં કંઈ આમ ફેરવવાનું નથી કશુંય. અને આ જે છે એ જૂનું છે એ જ છે. એટલે આ નવ કલમો શું કહે છે ? ‘હે દાદા ભગવાન, મને શક્તિ આપો”. હવે લોક શું કહે છે ? “આ તો પળાય એવું નથી.” પણ આ કરવાનું નથી. અલ્યા, શું કરવા ગાંડા કાઢે છે ! આ જગતમાં બધાએ કહ્યું કે, ‘કરો, કરો, કરો'. અલ્યા, કરવાનું હોય જ નહીં, જાણવાનું જ હોય. અને પછી ‘મારે આવું નથી કરવું અને તેનો હું પસ્તાવો કરું છું.’ એમ ‘દાદા ભગવાન” પાસે માફી માગવાની. હવે ‘આ નથી કરવું” એવું કહ્યું ને, ત્યાંથી જ આપણો અભિપ્રાય જુદો પડી ગયો. પછી કરતો હોય તેનો વાંધો નથી. પણ અભિપ્રાય જુદો પડ્યો એટલે છૂટો ! આ મોક્ષ માર્ગનું રહસ્ય છે, તે જગતનાં લક્ષમાં હોય નહિ ! પ્રશ્નકર્તા : ‘ડિસ્ચાર્જમાં જ ફેરફાર માગે છે, પરિણામમાં ફેરફાર કરવા માગે છે આ લોકો ? દાદાશ્રી : હા. એટલે જગતને આ લક્ષની ખબર જ નથી, આ ભાન જ નથી. હું એને અભિપ્રાયથી મુક્ત કરવા માગું છું. અત્યારે “આ ખોટું છે” એવો તમારો અભિપ્રાય બેસી ગયો. કારણ કે પહેલા ‘આ ખરું છે” એવો અભિપ્રાય હતો અને તેથી સંસાર ઊભો રહ્યો અને હવે ‘એ ખોટું છે' એવો અભિપ્રાય થયો, તો મુક્ત થયો. હવે આ અભિપ્રાય બદલાવો ના જોઈએ, ફરી કોઈ પણ સંજોગમાં ! આ નવ કલમો રોજ બોલશોને, તો ધીમે ધીમે કોઈની સાથે ઝઘડાતોફાન કશું નહીં રહે. કારણ કે પોતાનો ભાવ તૂટી ગયો છે. હવે જે ‘રીએક્શનરી’ છે, એવું એકલું જ રહ્યું છે. તે ધીમે ધીમે ઓછું થતું જાય. મહાત્માઓ માટે, એ ચાર્જ કે ડિસ્ચાર્જ ? પ્રશ્નકર્તા : ભાવ અને ભાવના એ બે વચ્ચે શું ફેર ? દાદાશ્રી : એ ચંદુભાઈમાં બેઉ આવી ગયું ! પણ ખરું કહે છે, ભાવ અને ભાવનામાં ડિફરન્સ છે. પ્રશ્નકર્તા : ભાવના પવિત્ર હોય અને ભાવ તો સારો પણ હોય, ખરાબ પણ હોય.

Loading...

Page Navigation
1 ... 19 20 21 22 23 24 25