________________
ભાવના સુધારે ભવોભવ બહાર બગડેલું છે અને અંદર સુધારી રહ્યા છે.
દાદાશ્રી : હા, એટલે સંતોષ રહેને આપણને ! કે ભલે આ બગડી ગયું તો બગડી ગયું, પણ આ નવો ઘાણ તો સારો થવાનો. એક ઘાણ બગડ્યો એ ગયો, પણ નવો સારો થશેને ? ત્યારે પેલાં લોકો શું કહે છે ? ‘આ છે એ ઘાણને જ સુધારવો છે.” અલ્યા, મેલ છાલ. જવા દેને, અહીંથી. નવુંયે બગડી જશે. આ તો ઘાણેય ગયો ને તેલય ગયું.
ભાવના સુધારે ભવોભવ
૩૫ દાદાશ્રી : હા, બાકી સમજવા જેવી વાત જ એને મળી નથી. આ પહેલી વખત ચોખ્ખી સમજવા જેવી વાત મળે છે. હવે એ મળે એટલે ઉકેલ આવી જાય.
આ નવ કલમો છે, એમાં એની મેળે આપણાથી જેટલી પળાતી હોય તેનો વાંધો નથી. પણ ના પળાતી હોય, તેના મનમાં ખેદ રાખવાનો નહીં. ફક્ત તમારે તો એ કહેવાનું કે મને શક્તિ આપો. તે શક્તિ ભેગી થયા કરશે. અંદર શક્તિ જમે થયા કરશે. પછી કામ એની મેળે થશે. એ તો બધી નવેય કલમો સેટઅપ થઈ જશે, શક્તિ માગશો એટલે ! એટલે ખાલી બોલશે તોય બહુ થઈ ગયું. બોલ્યો એટલે શક્તિ માગી ને એટલે શક્તિ મળી.
ભાવતા'થી ભાવશુદ્ધિ ! પ્રશ્નકર્તા: આપે તો કહ્યુંને, કે હુક્કો પીતાં જઈએ પણ અંદર પેલું ચાલતું હોય કે ન પીવાય, ન પીવડાવાય કે પીતાં પ્રત્યે ન અનુમોદાય.
દાદાશ્રી : હા, એટલે એનો અર્થ એટલો જ કે, “આપણે આમાં સહમત નથી’ એવું કહેવા માગીએ છીએ. એટલે છૂટાં છીએ. અને હુક્કો
જ્યારે એની મેળે ખરી પડે ત્યારે ખરું. પણ હવે આપણે એને વળગ્યા નથી, એ આપણને વળગ્યું છે. એની મુદત પૂરી થશે એટલે જતું રહેશે એવું કહેવા માગીએ છીએ. એક બાજુ હુક્કો પીતા હોય અને એક બાજુ આ ભાવના બોલો, તો પીધેલું ઊડી જાય ને આ ભાવની શરૂઆત થઈ ગઈ.
ત્યારે લોકો કહે કે, “આવો સાહેબ, આવો સાહેબ'. ત્યાં પણ મનમાં શું હોય કે “અત્યારે ક્યાંથી મુઆ ?” જ્યારે આ શું કહે છે ? હુક્કો પીવે છે પણ “આ ન હોવું જોઈએ'. એટલે પેલો એથી ઊંધું કહે છે. બહાર ‘આવો પધારો કહે છે, ને પાછો મહીં કહે છે કે “આ ક્યાંથી મૂઆ ?” તે એ સુધરેલું બગાડે છે. આપણે બગાડેલું સુધારીએ છીએ.
પ્રશ્નકર્તા : આખા “અક્રમ વિજ્ઞાન’ની અજાયબી જ આ છે કે
પ્રશ્નકર્તા: અત્યારે બગડેલું છે, એના જવાબદાર અત્યારે આપણે નથી. એ ગયા અવતારનું પરિણામ છે.
દાદાશ્રી : હા, અત્યારે આપણે જવાબદાર નથી. અત્યારે એ સત્તા બીજાના હાથમાં છે. જવાબદારી આપણા હાથમાં નહિ ! આ તો. ફરવાનું નથી ને હાય હાય શું કરવા કરે છે વગર કામનો ?! પણ ત્યાં તો પછી ગુરુ મહારાજેય કહેશે, “આમ એવું નહિ થાય તો પેસવા નહીં દઉં.' ત્યારે પેલો શું કહેશે, ‘પણ સાહેબ, ઘણુંય મારે કરવું છે પણ થતું નથી, તેને શું કરું?’ એટલે આ સમજ્યા વગરનું ઠોકાઠોક ચાલે છે.
પ્રશ્નકર્તા : આ તો પેલું પ્રકૃતિ એકદમ ઊંધું-ચતું કરી નાખેને, ત્યારે એને અંદર સફીકેશન થાય જબરજસ્ત.
દાદાશ્રી : અરે, એ બધું એવું થાય છે કે પાંચ-પાંચ દહાડા સુધી ખાય નહીં. અલ્યા તે ગુનો કોનો, ને કોને માર માર કરે છે ! પેટને શું કરવા મારે છે ! ગુનો મનનો અને મારે છે પેટને. કહેશે, ‘ખાને કા નહિ તુહે.” તો આ શું કરે બિચારો ?! શક્તિ જતી રહેને, બિચારાની. એણે ખાધું હોય તો બીજુ કંઈ કાર્ય કરી શકે. એટલે પછી આપણા લોકો કહે છે, પાડાનાં વાંકે પખાલીને શું કરવા ડામ દે છે ?! વાંક પાડાનો છે, મનનો છે અને આ પખાલીનો, દેહનો બિચારાનો શું ગુનો ?!
અને બહાર ખંખેર ખંખેર કરવાથી શું દહાડો વળે ? જે આપણી