Book Title: Bhavna Sudhare Bhavobhav
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 20
________________ ભાવના સુધારે ભવોભવ ભાવના સુધારે ભવોભવ સત્તામાં જ નથીને ! પછી વગર કામની બૂમાબૂમ કરીએ એનો શો અર્થ ? પણ અંદર બધો પંજો વાળવો પડે, અંદરનું બધું ધોવું પડે. આ તો બહારનું ધોઈ નાખે છે, ગંગાજીમાં જાય તોય દેહને ઝબકોળ ઝબકોળ કરે. અલ્યા, દેહને ઝબકોળીને શું કામ છે ?! મનને ઝબકોળને ! મનને, બુદ્ધિને, ચિત્તને, અહંકારને, એ બધાંને, અંતઃકરણને ઝબકોળવાનું છે. આમાં સાબુ ય કોઈ દહાડો ઘાલ્યો નથી. પછી બગડી જાયને કે ના બગડી જાય ? નાની ઉંમર હોય ત્યાં સુધી સારું રહે. પછી દહાડે દહાડે બગડે ને પછી કચરો પડે. એટલે આપણે શું કહ્યું કે તારા આચાર બહાર મૂકતો જા અને આ લેતો જા. આ બધું જૂઠ છે તે બહાર મૂકતો જા ને આ કલમો ભાવતો જા, તો આવતો ભવ થઈ ગયો ઉત્તમ ! પ્રશ્નકર્તા : આ ‘જ્ઞાન ના લીધું હોય એ લોકો પણ આવી રીતે આચારનું ફેરવી શકે ? દાદાશ્રી : હા, બધુંય ફેરવી શકે. ગમે તેને બોલવાની છૂટ છે. પ્રશ્નકર્તા : અવળું કંઈ બને તો એની પાછળ એ ધોઈ નાખવા માટે આ કલમો એ જબરજસ્ત ઉપાય છે. દાદાશ્રી : મોટો પુરુષાર્થ છે આ તો. એટલે મોટામાં મોટું વિજ્ઞાન અમે ખુલ્લું કર્યું છે આ. પણ હવે લોકોને મહીં સમજણ પડવી જોઈએને ! એટલે ફરજિયાત કર્યું પછી કે આટલું તમારે કરવાનું. ભલે સમજણ ના પડે પણ પી જા ને ! પ્રશ્નકર્તા : અંદરના રોગ ખલાસ થઈ જાય. દાદાશ્રી : હા, ખલાસ થઈ જાય. ‘દાદા’ કહે કે “વાંચજો’ એટલે વાંચવાનું એકલું જ. બહુ થઈ ગયું ! આ તો પચાવવા માટે નથી. આ તો પડીકું ઓગાળીને પી અને પછી રોફથી ફરવા જેવું છે ! પ્રશ્નકર્તા : એવી વાત ખરી કે ભાવ કરવાથી પાત્રતા વધે ? દાદાશ્રી : ખરો પુરુષાર્થ જ ભાવ છે. આ બીજી બધી ઠેકાણા વગરની વાતો છે. કર્તાપદ એ તો બંધનપદ છે અને આ ભાવ એ છોડાવનારું પદ છે. ‘આમ કરો, તેમ કરો, ફલાણું કરો', તે લોક બંધાયાને એનાથી ! ભાવતા ફળે આવતા ભવે ! પ્રશ્નકર્તા : તે જ્યારે એવો પ્રસંગ બને કે આપણાથી કોઈના અહંકારનું પ્રમાણ દુભાયું, એવા પ્રસંગે ત્યાં એ કલમ વપરાય કે કોઈ પણ અહમૂનું પ્રમાણ ન દુભાય..? દાદાશ્રી : ત્યારે તો આપણે ‘ચંદુભાઈને કહેવું કે, ‘ભાઈ પ્રતિક્રમણ કરો, એને દુઃખ થયું તે બદલનાં.' અને બીજી નાની નાની બાબતમાં તો ભાંજગડ નહીં કરવાની. બાકી એવું અહમ્ દુભાય એવાં લક્ષણો બહુ ભારે ના હોય. અને થોડુંક દુઃખ થાય એવું હોય તો આપણે પ્રતિક્રમણ કરાવવું. આ તો ભાવનાઓ ભાવવાની છે. હજુ તો એક અવતાર રહ્યોને, તે આ ભાવના ફળ આપશે. ત્યારે તો ભાવનારૂપ જ થઈ ગયા હશો તમે. જેવી ભાવનાઓ લખેલી છે એવું જ વર્તન હશે, પણ આવતે ભવ ! અત્યારે બીજ નાખ્યું, એટલે હમણા તમે કહો કે ‘લાવ, ખોતરીને ખાઈ જઈએ મહીંથી.” એ ના ચાલે. પ્રશ્નકર્તા : પરિણામ આ ભવમાં નહીં, આવતા ભવમાં થાય ? દાદાશ્રી : હા, હજુ એક-બે અવતાર રહ્યા બાકી. એટલા માટે આ બીજ નાખીએ છીએ, તે આવતા ભવે ‘ક્લિયર’ આવે. આ તો બીજ નાખવું હોય તેને માટે છે. પ્રશ્નકર્તા ઃ તો આ નિરંતર એટલે જ્યારે જ્યારે પ્રસંગ બને તે પ્રમાણે ? દાદાશ્રી : ના, એ પ્રસંગને અને આ ભાવવાને લેવાદેવા નથી.

Loading...

Page Navigation
1 ... 18 19 20 21 22 23 24 25