Book Title: Bhavna Sudhare Bhavobhav
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 13
________________ ભાવના સુધારે ભવોભવ ૨૪ ભાવના સુધારે ભવોભવ અભાવ, તિરસ્કાર ન કરાય... પ્રશ્નકર્તા: ૪. “હે દાદા ભગવાન ! મને કોઈપણ દેહધારી જીવાત્મા પ્રત્યે કિંચિત્માત્ર પણ અભાવ, તિરસ્કાર ક્યારેય પણ ન કરાય, ન કરાવાય કે કર્તા પ્રત્યે ન અનુમોદાય એવી પરમ શક્તિ આપો.' દાદાશ્રી : હા, બરોબર છે. આપણને કોઈનો અભાવ થાય, જેમ કે ઓફિસમાં તમે બેઠા હો ને કોઈ માણસ આવ્યો તો અભાવ થાય, તિરસ્કાર થાય. એટલે તમારે મહીં વિચારીને પછી એને માટે પસ્તાવો કરવો જોઈએ કે આવું ન થવું જોઈએ. આ તિરસ્કારથી કોઈ દહાડોય છૂટાય નહીં. એમાં તો નર્યા વેર બંધાય. ગમે તેની સાથે સહેજ તિરસ્કાર હશે, આ નિર્જીવ જોડે તિરસ્કાર હશે તોય તમે છૂટો નહીં. એટલે કોઈનો સહેજ પણ તિરસ્કાર ના ચાલે. અને જ્યાં સુધી કોઈને માટે તિરસ્કાર હોય તો વીતરાગ ના થવાય. એ તો વીતરાગ થવું પડશે, તો છૂટાય !! કઠોર-તંતીલી ભાષા ન બોલાય... પ્રશ્નકર્તા : પ. “હે દાદા ભગવાન ! મને કોઈપણ દેહધારી જીવાત્મા સાથે ક્યારેય પણ કઠોર ભાષા, તંતીલી ભાષા ન બોલાય, ન બોલાવાય કે બોલવા પ્રત્યે ન અનુમોદાય એવી પરમ શક્તિ આપો.” કોઈ કઠોર ભાષા, તંતીલી ભાષા બોલે તો મને મૃદુ, ઋજુ ભાષા બોલવાની શક્તિ આપો. દાદાશ્રી : કઠોર ભાષા નહિ બોલવી જોઈએ. કો'કની જોડે કઠોર ભાષા બોલી ગયા ને તેને ખરાબ લાગ્યું તો આપણે એની રૂબરૂમાં કહેવું કે, ‘ભાઈ, મારી ભૂલ થઈ ગઈ, માફી માગું છું અને રૂબરૂમાં ના કહેવાય એવું હોય તો પછી અંદર પસ્તાવો કરવો કે ભાઈ, આવું ના બોલાય. પ્રશ્નકર્તા અને ફરી વિચાર કરવો જોઈએ કે આવું ના બોલાય. દાદાશ્રી : હા. એ વિચાર કરવો જોઈએ ને પસ્તાવો કરવો જોઈએ. પસ્તાવો કરે તો જ એ બંધ થાય. નહીં તો એમ ને એમ બંધ થાય નહીં. ખાલી બોલવાથી બંધ ના થાય. પ્રશ્નકર્તા : મૃદુ, ઋજુ ભાષા એટલે શું ? દાદાશ્રી : ઋજુ એટલે સરળ હોય અને મૃદુ એટલે નમ્રતાવાળી. અત્યંત નમ્રતાવાળી હોય ત્યારે મૃદુ કહેવાય. એટલે સરળ ભાષા અને નમ્રતાવાળી ભાષાથી આપણે બોલવું અને એવી શક્તિ માગવી, તો એમ કરતાં કરતાં એ શક્તિ આવશે. કઠોર ભાષા બોલ્યા ને દીકરાને ખરાબ લાગ્યું તો તેનો પસ્તાવો કરવો. અને દીકરાનેય કહી દેવું કે “હું માફી માગું છું. હવે ફરી આવું નહીં બોલું.” આ જ વાણી સુધારવાનો રસ્તો છે અને ‘આ’ એક જ કૉલેજ છે. પ્રશ્નકર્તા : તો કઠોર ભાષા ને તંતીલી ભાષા અને મૃદુતા ને ઋજુતા એ ભેદ શું ? દાદાશ્રી : ઘણાં કઠોર ભાષા બોલે છે કે, “તું નાલાયક છે, બદમાશ છે, ચોર છે.” જે શબ્દો આપણે સાંભળ્યા ના હોયને ! કઠોર બોલની સાથે આપણું હૃદય ખંભિત થઈ જાય. એ કઠોર ભાષા જરાકે પ્રિય ના પડે. ઊલટું મનમાં બહુ થાય કે આવું ક્યાંથી આ પાછું !! કઠોર ભાષા, એ અહંકારી હોય. અને તંતીલી ભાષા એટલે શું ? સ્પર્ધામાં જેમ સંત હોય છે ? ‘જો મેં કેવી સરસ રસોઈ બનાવી અને એને તો આવડતી જ નથી.' એવું તંતે ચઢે, સ્પર્ધામાં ચઢે. એ તંતીલી ભાષા બહુ ખરાબ હોય. કઠોર ને તંતીલી ભાષા બોલાય નહીં. ભાષાના બધા જ દોષો, આ બે શબ્દોમાં આવી જાય છે. એટલે નવરાશનો ટાઈમ આવે તો ‘દાદા ભગવાન' પાસે આપણે શક્તિઓ માગ માગ કરવી. કઢંગુ બોલાતું હોય તો એની પ્રતિપક્ષી શક્તિ માગવી કે મને શુદ્ધ વાણી બોલવાની શક્તિ

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25