Book Title: Bhavna Sudhare Bhavobhav
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 11
________________ ભાવના સુધારે ભવોભવ ૧૯ સુઝ બધા સરખા છે. ભગવાનનું સ્યાદ્વાદ એટલે કોઈને કિંચિત્માત્ર દુઃખ ના થાય, પછી ગમે તે ધર્મ હોય ! એટલે એ ચાદ્વાદ માર્ગ એવો હોય. દરેકના ધર્મને સ્વીકાર કરવો પડે. સામો બે ધોલ મારે તે પણ આપણે સ્વીકાર કરવો જોઈએ. કારણ કે જગત આખું નિર્દોષ છે. દોષિત દેખાય છે, તે તમારા દોષે કરીને દેખાય છે. બાકી જગત દોષિત છે જ નહીં. અને તે તમારી બુદ્ધિ દોષિત દેખાડે છે કે, આણે ખોટું કર્યું. અવર્ણવાદ, અપરાધ, અવિનય.. પ્રશ્નકર્તા : ૩. “હે દાદા ભગવાન ! મને કોઈપણ દેહધારી, ઉપદેશક, સાધુ, સાધ્વી, આચાર્યનો અવર્ણવાદ, અપરાધ, અવિનય ન કરવાની પરમ શક્તિ આપો.’ આમાં જે અવર્ણવાદ શબ્દ છેને, એનો એકઝેક્ટ’ ‘મિનીંગ’ શું છે ? દાદાશ્રી : કોઈ પણ રસ્તે જેમ છે તેમ નહીં ચીતરવું પણ ઊંધું ચીતરવું, એ અવર્ણવાદ ! જેમ છે એમેય નહીં ને એથી ઊંધું પાછું. જેમ છે એમ ચીતરીએ અને ખોટાને ખોટો બોલીએ અને સારાને સારો બોલીએ, તો અવર્ણવાદ ના કહેવાય. પણ બધું જ ખોટું બોલીએ ત્યારે અવર્ણવાદ કહેવાય. કોઈ માણસમાં થોડું સારું હોય કે ના હોય ? ને થોડું અવળુંયે હોય. પણ એનું બધું જ અવળું બોલીએ, ત્યારે પછી એ અવર્ણવાદ કહેવાય. ‘આવી બાબતમાં જરા એવા, પણ આ બીજી બાબતમાં બહુ સારા', એવું હોવું જોઈએ. અવર્ણવાદ એટલે આપણે એવું જાણીએ, એની અમુક બાબતો જાણીએ, છતાંય એની વિરુદ્ધ બોલીએ, જે ગુણો એનામાં નથી. એવા ગુણોની આપણે બધી વાત કરીએ તો બધો અવર્ણવાદ, વર્ણવાદ એટલે શું કે જે છે એ બોલવું અને અવર્ણવાદ એટલે જે નથી એ બોલવું. એ ૨૦ ભાવના સુધારે ભવોભવ તો બહુ વિરાધના કહેવાય, મોટામાં મોટી વિરાધના કહેવાય. બીજા સામાન્ય માણસોની નિંદા કહેવાય, પણ મોટા પુરુષોનો તો અવર્ણવાદ કહેવાય. મોટા પુરુષ એટલે જે અંતર્મુખી થયા છે. મોટા પુરુષ એટલે આ વ્યવહારમાં મોટા નહિ, પ્રેસિડન્ટ હોય તેને માટે નહિ, અંતરમુખી પુરુષોનું એ અવર્ણવાદ બોલાય. એ તો મોટું જોખમ ! અવર્ણવાદ મોટું જોખમ !! વિરાધનાથીય વધે. પ્રશ્નકર્તા : ઉપદેશક, સાધુ, આચાર્યોને કહ્યું છે ને ? દાદાશ્રી : હા, એ બધા. એ ભલેને રસ્તે હો કે ના રસ્તે હોય, જ્ઞાન હોય કે ન હોય, તે અમારે જોવાનું નથી, એ ભગવાન મહાવીરની પાછળ પડ્યા છેને ? મહાવીરના નામ પર કરે છેને ? જે કરે, ખરું કે ખોટું, પણ મહાવીરના નામ પર કરે છેને ? તેથી એમનો અવર્ણવાદ ના બોલાય. પ્રશ્નકર્તા ઃ અવર્ણવાદ ને વિરાધનામાં ફેર શું ? દાદાશ્રી : વિરાધનાવાળો તો ઊંધો જાય, નીચે જાય, નીચલી ગતિમાં અને અવર્ણવાદ તો, પછી પ્રતિક્રમણ કરે એટલે વાંધો ના આવે, રેગ્યુલર થઈ જાય. કોઈનું અવર્ણવાદ બોલ્યા, પણ પછી પ્રતિક્રમણ કરે તો ચોખ્ખું થઈ જાય. પ્રશ્નકર્તા : અવિનય અને વિરાધના વિશે જરા સમજાવો. દાદાશ્રી : અવિનય એ વિરાધના ના ગણાય. અવિનય એ તો નીચલું સ્ટેજ છે અને વિરાધના તો, પદ્ધતિસર સામો થયો કહેવાય. અવિનય એટલે મારે કંઈ લેવાદેવા નહિ, એવું. વિનય ના કરે, તેનું નામ અવિનય. પ્રશ્નકર્તા : અપરાધ એટલે શું ? દાદાશ્રી : માણસ આરાધના કરતો હોય તો ઊંચે ચઢે અને

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25