Book Title: Bhavna Sudhare Bhavobhav
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 15
________________ ભાવના સુધારે ભવોભવ ભાવના સુધારે ભવોભવ એટલે બધું ‘એક્સેપ્ટેડ'. ઓછાવત્તા પ્રમાણમાં, પણ બધું એકસેપ્ટેડ. પ્રશ્નકર્તા : સમરસી ખોરાક અને જ્ઞાન એ બેને કંઈ કનેકશન છે ? જ્ઞાનની જાગૃતિમાં સમરસી ખોરાક ના હોય તે ના લેવાય ? દાદાશ્રી : સમરસી ખોરાક માટે તો એવું છે કે આપણા મહાત્માઓને જ્યાં ‘વ્યવસ્થિત’ આવ્યું, ત્યાં પછી ક્યાં આપણને ઝઘડો છે ? આ તો બહારનાં લોકોને કહેલું છે અને આપણા મહાત્માઓને જરા એટલું વિચારમાં તો આવેને કે સમરસી ખોરાક બને એટલો લેવો જોઈએ. હું કહ્યું કે, ‘ભઈ, જરા મરચું લાવો જોઈએ અને પાછો કહું એ ખરો કે ઉધરસની દવા કરું છું ! પછી દવા એની થાય તેય ‘જાણું’, ‘કારણ કે પ્રકૃતિ છેને !” પ્રશ્નકર્તા : પણ સમરસી ખોરાક એટલે શું ? એમાં સરખો ભાવ કેવી રીતે પડે છે ? દાદાશ્રી : તમારા લોકોની નાત હોય, એમાં જે જમવાનું બનાવેને, તે તમારી ‘નાત’ને સમરસી લાગે એવો ખોરાક બનાવે. અને બીજાને તમારી ‘ના’નું ખવડાવે, તેને સમરસી ના લાગે. તમે લોકો મરચું-બરચું ઓછું ખાવાના. સમરસી ખોરાક એટલે દરેક જ્ઞાતિનો જુદો જુદો હોય. સમરસી ખોરાક એટલે ટેસ્ટફુલ, ટેસ્ટવાળું ફૂડ. મરચું વધારે નહીં, ફલાણું વધારે નહીં, બધું સરખા પ્રમાણમાં નાખેલી વસ્તુ. કેટલાંક કહે છે, “હું તો દૂધ એકલું પીને પડી રહીશ.” ત્યારે સમરસી ખોરાક ના કહેવાય. સમરસી એટલે છ પ્રકારના રસ ભેગા કરીને ખાવ સારી રીતે, ટેસ્ટફૂલ રીતે ખાવા. કડવું ના ખવાય તો કારેલાં ખાવ, કંકોડા ખાવ, મેથી ખાવ પણ કડવું હઉ લેવું જોઈએ. તે કડવું નથી લેતા, તે બધા રોગ ઊભા થાય છે. તેથી પછી ‘ક્વીનાઈન” લેવી પડે ! એ રસ ઓછો લે એટલે આ ઉપાધિ થાય છેને વળી ! બધા રસો લેવા જોઈએ. પ્રશ્નકર્તા : એટલે રસ લેવા માટે થઈને શક્તિ માગવાની કે દાદા ભગવાન ! શક્તિ આપો કે હું સમરસી ખોરાક લઉં. દાદાશ્રી : હા, એ તો તમારે શક્તિ માગવાની. તમારી ભાવના શું ? સમરસી ખોરાક લેવાની તમારી ભાવના થઈ એ તમારો પુરુષાર્થ. અને હું શક્તિ આપું એટલે તમારો પુરુષાર્થ થયો મજબૂત ! પ્રશ્નકર્તા: કોઈપણ રસમાં લુબ્ધપણું ના થવું જોઈએ, એ પણ બરાબર છે ? પ્રકૃતિના ગુણાકાર-ભાગાકાર ! પ્રશ્નકર્તા : એટલે પ્રકૃતિને સમરસી હોવું જોઈએ એમ ? દાદાશ્રી : પ્રકૃતિ એટલે શું ? તેરે ગુણેલી ચીજ તેરથી ભાગે ત્યારે પ્રકૃતિ પૂરી થાય. હવે કોઈએ સત્તરે ગુણેલી ચીજને તેરથી ભાગે તો શું થાય ? એટલે મેં જુદો ગુણાકાર કર્યો. પ્રશ્નકર્તા : એટલે તેરે ગુણેલાને તેરથી ભાગાકાર... દાદાશ્રી : એમ કરીએ તો શેષ વગરનું થાયને ! પ્રશ્નકર્તા : એનો દાખલો કઈ રીતે લેવાય? દાદાશ્રી : પ્રકૃતિ એટલે પહેલાં જે ભાવ કરેલાં છે, એ શેના આધારે કે બીજા જે ખોરાક ખાધા તેના આધારે ભાવ કર્યા. હવે એ ભાવ તેરે ગુણ્યા. હવે એ ભાવને ઉડાડી દેવા હોય તો તેને તેરે ભાગી નાખીએ એટલે ઊડી જાય. અને નવેસર ભાવ ઉત્પન્ન ના થવા દે એટલે એ ખાતું દાદાશ્રી : હા, એટલે એને એમ તો ના જ લાગવું જોઈએ કે મને ખટાશ વગર બીજું ભાવતું નથી. કેટલાંક કહે છે કે, “મને ગળ્યા વગર ના ફાવે.” ત્યારે તીખાએ શું ગુનો કર્યો ? કેટલાંક કહે, “મને ગળ્યું ભાવતું જ નથી.’ ‘તીખું એકલું જ જોઈએ.’ એ આ બધું સમરસી ના કહેવાય. સમરસી

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25