________________
ભાવના સુધારે ભવોભવ
૨૬
ભાવના સુધારે ભવોભવ
આપો, સ્યાદ્વાદ વાણી બોલવાની શક્તિ આપો, મૃદુ-ઋજુ ભાષા બોલવાની શક્તિઓ આપો. આવું માગ્યા કરવું. સ્યાદ્વાદ વાણી એટલે કોઈને દુઃખ ના થાય એવી વાણી.
તિર્વિકાર રહેવાની શક્તિ આપો ! પ્રશ્નકર્તા : ૬, ‘હે દાદા ભગવાન ! મને કોઈ દેહધારી જીવાત્મા પ્રત્યે સ્ત્રી-પુરુષ અગર નપુંસક, ગમે તે લિંગધારી હોય, તો તેના સંબંધી કિંચિત્માત્ર પણ વિષય-વિકાર સંબંધી દોષ, ઇચ્છાઓ, ચેષ્ટાઓ, વિચાર સંબંધી દોષો ન કરાય, ન કરાવાય કે કર્તા પ્રત્યે ન અનુમોદાય એવી પરમ શક્તિ આપો. મને નિંરતર નિર્વિકાર રહેવાની પરમ શક્તિ આપો.'
દાદાશ્રી : આપણી દ્રષ્ટિ બગડે તો તરત જ મહીં તમારે ‘ચંદુભાઈ” ને કહેવું, “આવું ના હોય. આવું આપણને શોભે નહીં. આપણે ખાનદાન ક્વૉલિટીના છીએ. જેવી આપણી બેન હોય છે, એવી એ બીજાની બેન હોય ! આપણી બેન ઉપર કોઈની દ્રષ્ટિ ખરાબ થાય તો આપણને કેટલું દુઃખ થાય ! એવું બીજાને દુઃખું થાય કે ના થાય ? એટલે આપણને આવું શોભે નહિ.” એટલે દ્રષ્ટિ બગડે તો પસ્તાવો કરવો.
પ્રશ્નકર્તા : ચેષ્ટાઓ, આનો અર્થ શું ?
દાદાશ્રી : દેહની ક્રિયા કરતો હોય ને ફોટા પડે. એ બધી ચેષ્ટાઓ કહેવાય. તમે મશ્કરી કરતા હો એ ચેષ્ટા કહેવાય. આમ હસતા હોય એ ચેષ્ટા કહેવાય.
પ્રશ્નકર્તા: એટલે કોઈની હાંસી ઉડાવવી, કોઈની ટીખળ કરવી એ ચેરાઓ ?
દાદાશ્રી : બધી બહુ જાતની ચેષ્ટાઓ છે. પ્રશ્નકર્તા: તો આ વિષય સંબંધી ચેષ્ટાઓ કેવી રીતે છે ? દાદાશ્રી : વિષયની બાબતમાં દેહ જે જે કાર્યો કરે એનો ફોટો લઈ
શકાય, માટે એ ચેપ્ટા બધી, કાયાથી ના થાય એ ચેષ્ટાઓ નહિ. ક્યારેક આ ઇચ્છાઓ થાય, મનમાં વિચાર થાય, પણ ચેષ્ટાઓ ના થયેલી હોય. વિચાર સંબંધી દોષો એ મનનાં !
‘મને નિરંતર નિર્વિકાર રહેવાની શક્તિ આપો.” આટલું તમારે ‘દાદા’ પાસે માગવાનું. ‘દાદા’ દાનેશ્વરી છે.
રસમાં લુબ્ધપણું ન કરાય... પ્રશ્નકર્તા: ૭. ‘હે દાદા ભગવાન ! મને કોઈપણ રસમાં લુબ્ધપણું ન કરાય એવી શક્તિ આપો. સમરસી ખોરાક લેવાય એવી પરમ શક્તિ આપો.’
દાદાશ્રી : આ જમતી વખતે તમને અમુક જ શાક, ટામેટાનું જ ગમે, તે તમને ફરી યાદ આવ્યા કરે તો લુબ્ધપણું થયું કહેવાય. ટામેટા જમવાનો વાંધો નથી, પણ ફરી યાદ ના આવવું જોઈએ. નહીં તો આપણી શક્તિ બધી લબ્ધપણામાં જતી રહે. એટલે આપણે કહેવાનું કે જે આવે એ મને કબૂલ છે.' લબ્ધપણું કોઈ જાતનું નહીં હોવું જોઈએ. થાળીમાં જે જમવાનું આવે, રસ-રોટલી આવે તો રસ-રોટલી નિરાંતે ખાવી. કોઈ જાતનો વાંધો નહીં. પણ જે આવે તે ‘એક્સેપ્ટ’ કરવાનું, પેલું બીજું યાદ કરવાનું નહીં.
પ્રશ્નકર્તા : પછી આ સમરસી એટલે ?
દાદાશ્રી : સમરસી એટલે વેઢમી, દાળ, ભાત, શાક બધું જ ખાવ, પણ એકલી વેઢમી જ ઠોક ઠોક ના કરાય.
અને આ લોકો ગળપણ છોડે છે. તે ગળપણ તેમની પર દાવો માંડશે. એ શું કહે છે કે મારી જોડે તારે શું છે ? પાડાને વાંકે પખાલીને ડામ ! અલ્યા, જીભને તો ચોંટી પડાતું હશે ? વાંક પાડાનો છે. પાડાનો વાંક એટલે અજ્ઞાનતાનો વાંક.