Book Title: Bhavna Sudhare Bhavobhav
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 9
________________ ભાવના સુધારે ભવોભવ ૧૫ ભાવના સુધારે ભવોભવ દાદાશ્રી : ના, એવો અર્થ કરવાની જરૂર નહીં. આપણી જાગૃતિ શું કહે છે આ ? આપણો મોક્ષમાર્ગ એટલે અંતરમુખી માર્ગ છે ! નિરંતર અંદરની જાગૃતિમાં જ રહેવું અને સામાનું અહમ્ દુભાવ્યું તો તરત એનું પ્રતિક્રમણ કરી લેવું એ આપણું કામ. તો તમે પ્રતિક્રમણ તો આટલાં બધાં કરો છો તેમાં એક વધારાનું ! અમારેય જો કદી કોઈનો અહમ્ દુભાવવાનું થયું હોય તો અમે હઉ પ્રતિક્રમણ કરીએ. એટલે સવારના પહોરમાં એવું બોલવું કે, ‘મન, વચન, કાયાથી કોઈ પણ જીવને કિંચિત્માત્ર પણ દુઃખ ન હો” એવું પાંચ વખત બોલીને નીકળવું અને પછી જે દુઃખ થાય તે આપણી ઇચ્છા વિરુદ્ધ થયું છે. એનું પ્રતિક્રમણ કરવાનું, સાંજે. પ્રતિક્રમણ એટલે શું ? ડાઘ પડ્યો એટલે તરત ધોઈ નાખીએ. પછી વાંધો નહિ, પછી ભાંજગડ શી ? પ્રતિક્રમણ કોણ ના કરે ? જેને બેભાનપણું છે, એ મનુષ્યો પ્રતિક્રમણ ના કરે. બાકી, પ્રતિક્રમણ તો મેં જેને જ્ઞાન આપ્યું છે એ માણસો કેવાં થયેલા છે ? વિચક્ષણ પુરુષો થયેલા છે. ક્ષણે ક્ષણે વિચારનારા, બાવીસ તીર્થકરોના અનુયાયીઓ વિચક્ષણ હતા, તે ‘શૂટ ઑન સાઈટ’ જ પ્રતિક્રમણ કરતા હતા. દોષ થયો કે તરત જ ‘શૂટ’ ! અને આજના મનુષ્યો એવું કરી શકશે નહિ એટલે ભગવાને આ રાયશી-દેવશી, પાક્ષિક, પર્યુષણમાં સંવત્સરી પ્રતિક્રમણ મૂક્યા. સ્યાદ્વાદ વાણી, વર્તન, માત.. પ્રશ્નકર્તા : હવે ‘કોઈનું પણ અહમ્ ના દુભાય એવી સ્યાદ્વાદ વાણી, સાદ્વાદ વર્તન અને સ્યાદ્વાદ મનન કરવાની શક્તિ આપો.” ત્રણ જરા સમજાવો. પ્રશ્નકર્તા : સામાનો ‘બુ પોઈન્ટ’ સમજવો એ સ્યાદ્વાદ ગણાય ? દાદાશ્રી : સામાનો ‘લ્યુ પોઈન્ટ’ સમજીએ અને તે પ્રમાણે એનો વ્યવહાર કરવો, એનું નામ સ્યાદ્વાદ. એનાં ‘વ્યુ પોઈન્ટ’ને દુ:ખ ના થાય એવી રીતે વ્યવહાર કરવો. ચોરના ‘વ્યુ પોઈન્ટ'ને દુઃખ ના થાય એવી રીતે તમે બોલો, એનું નામ સ્યાદ્વાદ ! આ અમે વાત કરીએ, તે મુસ્લિમ હોય કે પારસી હોય, બધાને એકસરખું જ સમજાય. કોઈનું પ્રમાણ ના દુભાય કે ‘પારસી આવા છે કે સ્થાનકવાસી આવા છે' એવું દુ:ખ થવું ના જોઈએ. પ્રશ્નકર્તા : અહીં તો કોઈ ચોર બેઠો હોય, એને આપણે કહીએ કે ચોરી કરવી એ સારું નથી, તો એનું મન તો દુભાય જ ને ? દાદાશ્રી : ના. એવું નહિ કહેવાનું. આપણે એને કહેવું જોઈએ કે ચોરી કરવાનું ફળ આવું આવે છે. તને ઠીક લાગે તો કરજે.' એવું બોલાય. એટલે વાત રીતસર બોલવી જોઈએ. તો પેલો સાંભળવાય તૈયાર થાય. નહીં તો પેલું તો એ સાંભળશે જ નહીં અને ઊલટો તમારો શબ્દ નકામો જશે. આપણું બોલેલું નકામું જાય અને એ ઊલટો વેર બાંધે કે આ મોટાં આવ્યા પાછાં ! એવું ના હોવું જોઈએ. લોકો કહે કે ચોરી કરવી એ ગુનો છે. પણ ચોર શું જાણે કે ચોરી કરવી એ મારો ધર્મ છે. અમારી પાસે કોઈ ચોરને તેડી લાવે તો અમે એને ખભે હાથ મૂકી ખાનગીમાં પૂછીએ કે ‘ભઈ, આ બીઝનેસ તને ગમે છે ? પસંદ પડે છે ?” પછી એ એની બધી હકીકત કહે. અમારી પાસે એને ભય ના લાગે. માણસ ભયને લીધે જૂઠું બોલે છે. પછી એને સમજાવીએ કે ‘આ તું કરે છે તેની જવાબદારી શું આવે છે, તેનું ફળ શું છે તેની તને ખબર છે ?’ અને ‘તું ચોરી કરે છે” એવું અમારાં મનમાંય ના હોય. એવું જો કદી અમારા મનમાં હોય તો એના ઉપર અસર પડે. દરેક પોતપોતાના ધર્મમાં છે. કોઈ પણ ધર્મનું પ્રમાણ ના દુભાય, એનું દાદાશ્રી : સ્યાદ્વાદનો અર્થ એવો કે બધાં કયા ભાવથી, કયા ‘વ્યું પોઈન્ટથી કહે છે એ આપણે જાણવું જોઈએ.

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25