________________
ભારતનાં મુખ્ય જૈન તીર્થો
૮૨ સુદ ૭ને શનિવાર તા. ૭-૨-'૭૬ના રોજ પરમપૂજ્ય આચાર્યદેવ શ્રી વિજય કસ્તૂરસૂરિ મ.સા. ના હસ્તે કરાવી. આ ટૂંકમાં મધ્યમાં મુખ્ય મંદિર બનાવી પદ્ધતિસરની ટૂંક બાંધી છે. આમાં મૂળનાયક શ્રી આદીશ્વર ભગવાનનાં અતિ ભવ્ય પ્રતિમાજી છે. આ . ટૂકમાં ભમતીમાં દેરી નં. ૩૯માં પુંડરીકસ્વામીની એક પ્રતિમાજી છે, જેની નીચેના ભાગમાંબે મુનિરાજ છે. તેમૂર્તિવિલક્ષણ પ્રકારની ગિરિરાજ ઉપરનાં પ્રતિમાજીઓમાં પ્રાચીન અને દર્શનીય છે.
| વિદ્યાધર કુળના શ્રી સંગમસિદ્ધ નામના મુનિવર ૩૪ દિવસ સુધી સ્વસ્થતાપૂર્વક અનશન કરી સંવત ૧૦૬૪ માગશર વદ બીજ સોમવારે સ્વર્ગ સિધાવ્યા તે નિમિત્તે આ પ્રતિમાજીનું બિંબ ભરાવવામાં આવ્યું હતું.
ગૌતમસ્વામીની એક મૂર્તિ છે, જે સંવત ૧૭૯૪ કારતક વદ ૭ ને રોજ પાલીતાણા નિવાસી દોશી વર્ધમાન લાલા ભાણજીએ પ્રતિષ્ઠિત કરેલ છે.
નવી ટૂકની બહાર નીકળીએ એટલે એક ગોખલામાં ૨૪ તીર્થકરોની માતાઓ તીર્થકરોને ખોળામાં લઈને બેઠાં છે, તેની આરસમાં કોતરેલી મૂર્તિ છે.
શ્રી અંજારિયા ચૌમુખજી - આ દેરાસર ગંધાર નગરના વતની શ્રી રામજી વર્ધમાને સંવત ૧૬૨૦ કારતક સુદ ૨ ને રોજ બંધાવ્યું હતું. તેમાં ચૌમુખજીનાં વિશાળ ચાર બિબો બિરાજમાન છે. દેરાસરની ચારે બાજુ ચાર ચોકિયાળાં છે. કણાની દષ્ટિએ શિલ્પીએ એક નમૂનેદાર દેરાસર બાંધ્યું છે.
શ્રી પુંડરીક સવામીનું મંદિર - સંવત ૧૫૮૭માં સોળમા ઉદ્ધાર વખતે કરમાશાહે શ્રી પુંડરીકસ્વામીની મૂર્તિ પધરાવી હતી. આ દેરાસરમાં બીજી અનેક મૂર્તિઓ છે. આ દેરાસરના ઝરૂખામાંથી દાદાની ટૂકના દેરાસરોનાં દર્શન થઈ શકે
શ્રી ઋષભદેવ ભગવાનના પ્રથમ ગણધર શ્રી પુંડરીકસ્વામી શત્રુંજય પર પધાર્યા. શ્રી ઋષભદેવ ભગવાને શ્રી પુંડરીકસ્વામીને કહ્યું કે તમે પરિવાર સાથે અહીં સ્થિરતા કરો, કારણ કે આ તીર્થના પ્રભાવે તમને અને તમારા પરિવારને કેવળજ્ઞાન અને મોક્ષ પ્રાપ્તિ થશે. પ્રભુના વચનથી તેઓ સપરિવાર ગિરિરાજ પર રોકાયા. આરાધના કરતાં કેવળજ્ઞાન પામ્યા અને ચૈત્રસુદ ૧૫ના રોજ શ્રી પુંડરીકસ્વામી પાંચ કરોડ મુનિવરો સાથે સિદ્ધિપદને પામ્યા.
શ્રી પુંડરીકસ્વામીના દેરાસરે પાંચમું ચૈત્યવંદન કરવું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org