Book Title: Bharatna Mukhya Jain Tirtho
Author(s): Mahendrabhai Golwala
Publisher: Mahavir Shruti Mandal

View full book text
Previous | Next

Page 419
________________ ૩૮૬ ભારતના મુખ્ય જૈન તીર્થો નીકળેલા શ્રી ભાણજી ભંડારીએ રસ્તામાં કાપરડા મૂકામ કર્યો. જમવાનો સમય થતાં સૌ પ્રવાસીઓ જમવા બેઠા. પરંતુ શ્રી ભાણજી ભંડારી જમવા ના બેઠા. કારણકે તેમને જિનપૂજા કર્યા પછી જ ભોજન વાપરવાનો નિયમ હતો. કાપરડા ગામમાં જિનમૂર્તિની તપાસ કરી. એક યતિ પાસેથી મૂર્તિ મળી. શ્રી ભાણજી ભંડારીએ ભાવ-ભક્તિથી ભગવંતને પૂજા કરી નિયમ પાળ્યો. યતિએ શ્રી ભાણજી ભંડારીને રાજા પાસે નિર્દોષ ઠરશો તેવા આશીર્વાદ આપ્યા. શ્રી ભાણજી ભંડારી રાજા પાસે નિર્દોષ જાહેર થયા. આથી તેઓએ કાપરડામાં દેરાસર બંધાવવાનું નક્કી કર્યું. વિક્રમ સંવત ૧૬૬૦માં ભવ્ય જિનાલય બાંધવાનો પ્રારંભ કર્યો. વિક્રમ સંવત : ૧૬૭૪ માગશર વદ - ૧૦ (પોષ-૧૦) ના રોજ શ્રી પાર્શ્વનાથ ભગવાન વાંસ નીચેથી પ્રગટ થયા જેથી તેઓ શ્રી સ્વયંભૂ પાર્શ્વનાથ ભગવાન તરીકે પ્રચલિત થયા. સંવત ૧૬૭૮માં ધામધામપૂર્વક ભગવાનની પ્રતિષ્ઠા થઈ. * સંવત : ૧૯૭૫ માહ સુદ – ૫ ના રોજ શાસન સમ્રાટ પ.પૂ.આચાર્યદેવ શ્રી વિજય નેમિસૂરીશ્વરજી મ.સા.ની પ્રેરણાથી તીર્થનો જિર્ણોદ્ધાર થયો અને ભગવાનની પુન:પ્રતિષ્ઠા થઈ. ચાર માળનું ભવ્ય ગગનચુંબી શિખરબંધી દેરાસર છે. ઊંચાઈ ઉપર આવેલું છે. દેરાસરના શિખરો દૂર દૂરથી દેખાય છે. શિખર ૯૫ ફૂટ ઊંચું છે. આગળ ઉભેલાં બે હાથીઓથી દેરાસર શોભી રહ્યું છે. ચારે માળે ચૌમુખજી પ્રતિમાજીઓ નીચે મુજબ છે. મૂળનાયક શ્રી સ્વયંભૂ પાર્શ્વનાથ ભગવાનની ૨૧ ઈંચ ઊંચી અને ૧૬.૫ ઈંચ પહોળી, નીલ વર્ણથી અને નીલ વર્ણના પરિકરથી શોભતી, ડબલ સાત-સાત ફણાથી શોભતા પ્રાચીન પ્રતિમાજી છે. મૂળનાયક ભગવાનના પગે નખ છે. હાથમાં રેખાછે. ડબલ સાત સાત ફણા છે. મૂર્તિ અને પરિકર નીલ વર્ણના છે. આવા ભવ્ય પ્રતિમાજી કોઈ તીર્થમાં નથી તથા આવા સ્થાપત્યવાળું દેરાસર ભારતમાં કોઈ જગ્યાએ નથી. દેરાસરના રંગમંડપની છત ખૂબ સુંદર છે. દેરાસરની સામે શ્રી મહાવીરસ્વામી ભગવાનનું ચૌમુખજી દેરાસર છે. નીચે મુજબ પ્રતિમાજીઓ ચારે માળમાં છે. (૧) પહેલા માળે (૧) મૂળનાયક સ્વયંભૂ પાર્શ્વનાથ ભગવાન (૨) શ્રી અભિનંદન સ્વામી ભગવાન (૩) શ્રી શાંતિનાથ ભગવાન (૪) શ્રી મુનિસુવ્રતસ્વામી ભગવાન (૨) બીજા માળે (૧) શ્રી ઋષભદેવ ભગવાન (૨) શ્રી અરનાથ ભગવાન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434