Book Title: Bharatna Mukhya Jain Tirtho
Author(s): Mahendrabhai Golwala
Publisher: Mahavir Shruti Mandal

View full book text
Previous | Next

Page 425
________________ ૩૯૨ ભારતના મુખ્ય જૈન તીર્થો પેઢી – શ્રી અણસ્તુ શંખેશ્વર પાર્શ્વનાથ જૈન શ્વેતાંબર મૂર્તિપૂજકની પેઢી, પોસ્ટઅણસ્તુ, તા. કરજણ, જિલ્લોઃ વડોદરા. ટે.નં. ૦૨૬૬૬-૩૨૨૨૫ (૨૭) મિયાગામ - પાંજરાપોળ (ગુજરાત) શ્રી અણસ્ત તીર્થની પાસે મીયાગામ પાંજરાપોળ જોવા જેવી છે. કતલખાને જતાં નિરાધાર ઢોરોને છોડાવીને પાંજરાપોળમાં વ્યવસ્થિત રીતે રાખવામાં આવે છે તથા માંદા ઢોરોને યોગ્ય સારવાર આપવામાં આવે છે. દિવસમાં ડૉક્ટર બે વખત ઢોરોને તપાસે છે દાન આપવા માટે યોગ્ય સંસ્થા છે. જરૂરથી પાંજરાપોળ જોવા જશો. સ્વ. દિલીપ પરેશ - અશોકચન્દ્ર શાહ, સાર્વજનિક પાંજરાપોળ, મુ.મિયાગામ, તા. કરજણ, જિ. વડોદરા - ૩૯૧૨૪૦. ટે.નં. ૩૨૨૧૧૪ (૨૮) શ્રી વણછરા તીર્થ (ગુજરાત) વડોદરા જિલ્લાના પાદરા તાલુકામાં શ્રી વણછરા તીર્થ આવેલું છે. પ્રાચીન ભવ્ય દેરાસર છે. મુળનાયક શ્રી ચિંતામણી પાર્શ્વનાથ ભગવાનના આશરે ૮૫૦પહેલાના પ્રાચીન પ્રતિમાજી છે. જમણી બાજુએ શ્રી શામળિયા પાર્શ્વનાથ ભગવાન તથા ડાબી બાજુએ શ્રી પદ્મપ્રભુસ્વામી ભગવાનના આશરે ૨૨૦૦ વર્ષ પહેલાના પ્રાચીન પ્રતિમાજીઓ છે. રાત્રે આરતીના સમયે ત્રણ ભગવાનના આગળ મુકેલા દિવાની જ્યોતો ડોલે છે. પવન આવવાની કોઈ જગ્યા નથી. છતાં ચમત્કારી રીતે ડોલે છે. અધિષ્ઠાયક દેવ જાગૃત છે. બાજુમાં શ્રી સહસ્ત્રફણા શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાન છે. રવિવાર, બેસતા મહિને તથા પૂનમે ઘણા યાત્રિકો યાત્રા કરવા પધારે છે. ધર્મશાળા તથા ભોજનશાળાની સગવડ છે. જરૂરથી યાત્રા કરવા જશો તથા આરતી સુધી રોકાશો. પેઢી - શ્રી વણછરા ચિંતામણી પાર્શ્વનાથ જૈન શ્વે મૂર્તિ પૂજક તીર્થની પેઢી, મુ. વણછરા, તા. પાદરા (૨૯) શ્રી ધોલેરા તીર્થ (ગુજરાત) અમદાવાદથી કલીકુંડ તીર્થ (ધોળકા) થઈ ધોલેરા તીર્થ ૧૧૦ કિ.મી. દૂર છે. ધંધુકાથી ધોલેરા તીર્થ ૩૦ કિ.મી. દૂર છે. વડોદરાથી તારાપુર, વરામણ ચોકડી થઈ ધોલેરા તીર્થ ૧૩૦ કિ.મી. દૂર છે. ઘોલેરા તીર્થથી વલ્લભીપુર થઈ પાલીતાણા તીર્થ ૧૧૦ કિ.મી. દૂર છે. એક જમાનામાં ઘોલેરા ગુજરાતનું સમૃદ્ધ બંદર હતું. જૈનોની ચાર હજારની વસ્તી હતી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 423 424 425 426 427 428 429 430 431 432 433 434