Book Title: Bharatna Mukhya Jain Tirtho
Author(s): Mahendrabhai Golwala
Publisher: Mahavir Shruti Mandal

View full book text
Previous | Next

Page 429
________________ ૩૯૬ ભારતના મુખ્ય જૈન તીર્થો ભોપાવર શ્રી શાંતિનાથ ભગવાનની ૧૨ ફૂટ ઉંચી કાઉસગ્ગ મુદ્રામાં અત્યંત નયનરમ્ય, ભવ્ય અને ચમત્કારીક મૂર્તિ છે. મંદિરમાં કાચ, છીપ અને મીનાનું કામ ખૂબ જ કલાત્મકછે. માગસર વદી દસમના રોજ મેળો ભરાય છે જેમાં બધી જ વર્ણના લોકો ઉત્સાહથી ભાગ લે છે. તેઓ આ મૂર્તિને કાલાબાબા, બામણાદેવ, ખમણદેવ વિ. નામથી ઓળખે છે. સરદારપુરથી ૧૦ કિ.મી. દૂર છે. રસ્તો પાકો છે. ધર્મશાળા, ભોજનશાળાની વ્યવસ્થા છે. મોહનખેડા એક વિશાલ કોટની અંદર શ્રી આદીશ્વર ભગવાનનું ભવ્ય અને વિશાલ મંદિર છે. આ તીર્થની સ્થાપના આચાર્ય પ્રવર શ્રી રાજેન્દ્ર સુરિજી મહારાજના શુભ હસ્તે વિ.સં. ૧૯૪૦ માં થઈ હતી. બાજુમાં રાજેન્દ્ર મંદિર અને સમાધી સ્થળ પણ છે. સરદારપુરથી ૬ કિ.મી. દૂર છે. પાકો રસ્તો છે. ધર્મશાળા, ભોજનશાળાની વ્યવસ્થા છે. દર વર્ષે કાર્તિક પૂર્ણિમા, ચૈત્રી પૂર્ણિમા તથા પોષ સુદ સાતમે મેળો ભરાય છે. માંડવગઢ માંડવગઢનો રાજીયો..વિંધ્યાચલ પર્વતના ઉંચા શિખર પર આવેલું માંડુના નામે ઓળખાતું આ તીર્થ ખૂબ જ પ્રાચીન અને ઐતિહાસિક હોવાથી પ્રવાસીઓનું મોટું ધામ છે. તેરમી સદીના મધ્યભાગમાં જયવર્મદેવ રાજાનો મંત્રી પૃથ્વીધર (પેથડ) શ્રાવક હતો. તે ખૂબ જ ધર્મશીલ હતો. તેના વખતમાં અહીં ૩૦૦ જિનમંદિરો હતાં. તેણે દરેક મંદિર પર સોનાનો કળશ ચઢાવ્યો હતો. તે જમાનામાં અઢાર લાખ રૂપિયા ખર્ચીને “શંત્રુજયાવતાર” નામે ૭૨ જિનાલયવાળું ભવ્ય મંદિર બંધાવ્યું હતું. પેથડ પછી તેનો પુત્ર ઝાંઝણ મંત્રીપદે આવ્યો તે પણ ધર્મવીર હતો. તેણે સં. ૧૪૩૯ માં શત્રુંજયનો ભવ્ય સંઘ કાઢ્યો હતો. તે સમયે શ્રેષ્ઠી જાવડશાહે લાખો રૂપિયા ખર્ચ પાંચ વિશાલ જિનાલયો બંધાવ્યા. ૧૧ શેર સોનાની અને ૨૨ શેર ચાંદીની પ્રતિમાઓ ભરાવી હતી. જ્યારે માંડવગઢ ઉન્નતિના શિખરે હતું ત્યારે તેમાં 300 જિનમંદિરો અને એક લાખ જૈનોના ઘરો હતા. એ સર્વેમાં એવો સંપ હતો કે કોઈ નવો જૈન ત્યાં વસવા માટે આવે ત્યારે તેને ઘર દીઠ એક ઈંટ અને એક સૂવર્ણ મહોર આપવામાં આવતી જેથી પહેલા દિવસથી જ તે લક્ષાધિપતિ બની જતો અને રહેવા સુંદર મકાન બની જતું. અહીં શ્રી સુપાર્શ્વનાથ તથા શ્રી શાંતિનાથ ભગવાનના બે મંદિરો છે. મૂળનાયકની ધાતુની મૂર્તિ એક ભીલના હાથમાં આવી હતી. ત્યાંના શ્રાવકોએ તેની પાસેથી આ મૂર્તિ મેળવી ને સં. ૧૮૯૯માં પ્રતિષ્ઠા કરી હતી. મૂર્તિ પરના લેખથી એમ જણાય છે કે સં. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 427 428 429 430 431 432 433 434