Book Title: Bharatna Mukhya Jain Tirtho
Author(s): Mahendrabhai Golwala
Publisher: Mahavir Shruti Mandal

View full book text
Previous | Next

Page 428
________________ ૩૯૫ ભારતના મુખ્ય જૈન તીર્થો મક્ષી વીર વંશાવળીકારના કહેવા મુજબ અહીંનું મંદિર સં. ૧૪૭ર માં વઢિયાર દેશના લોલાડા ગામના રહેવાસી સોની સંગ્રામે બંધાવ્યું હતું. આ મંદિરમાં શ્રી પાર્શ્વનાથ ભગવાનની ચમત્કારિક પ્રતિમા છે. મંદિરની બે પ્રાચીન મૂર્તિઓ દસમી સદીની છે. આ મંદિરમાં શ્વેતાંબર તથા દીગંબરના પુજા કરવાના જુદા જુદા સમય નક્કી કરવામાં આવેલા છે. ધર્મશાળા | ભોજનશાળાની વ્યવસ્થા છે. મુંબઈ - આગ્રા માર્ગ પર આવેલું આ તીર્થ પશ્ચિમ રેલ્વેની ઉજજેન-ભોપાલ લાઈન પર આવેલું સ્ટેશન છે. દેવાસ શ્રી શંખેશ્વર પાર્શ્વનાથની ખૂબ જ આકર્ષક પ્રતિમા છે. પ્રતિમાની ઉપર સુંદર કોતરણીવાળુ કલ્પવૃક્ષ ખૂબ જ રમણીય છે અને ભાગ્યેજ બીજે જોવા મળે છે. હાલમાં ટેકરી પર “શત્રુંજ્યાવતાર”નું નિર્માણ થઈ રહ્યું છે. ધર્મશાળાની સગવડ છે. ભોજનશાળાની સગવડ નથી. - મુંબઈ- દિલ્હી નેશનલ હાઈવે નં ૩ પર આવેલું આ ઔદ્યોગિક શહેર ઉજ્જૈનઇંદોર લાઈન પરનું પશ્ચિમ રેલ્વેનું સ્ટેશન છે. ઈંદર શીશમહલ તરીકે સારાયે ભારત દેશમાં પ્રસિદ્ધ એવું સર હુકમચંદનું બંધાવેલું કાચનું દેરાસર અત્યંત મનોહર છે. આ ઉપરાંત પીપળી બજારમાં બે દેરાસરો છે. કુલ મળીને લગભગ ૨૫ મંદિરો છે. ધર્મશાળાની વ્યવસ્થા છે. ભોજનશાળાની વ્યવસ્થા નથી. ઘાર પ્રાચીન ધારાનગરી તે આજનું ધાર. મહુસ્ટેશનથી ૫૪ કિ.મી. દૂર આવેલા આ સ્થળે ૧૨ મી અને ૧૩ મી સદીની મૂર્તિઓ છે. અહીં ધર્મશાળા ભોજનશાળાની વ્યવસ્થા નથી. અમીરા રાઠોડોનું રાજ્ય હતું ત્યારે કુંદનપુર તરીકે ઓળખાતું આ ગામ પ્રભુની મૂર્તિના નામ પરથી હાલમાં “અમીઝરા' તરીકે ઓળખાય છે. અહીં મંદિરમાં અમીઝરા પાર્શ્વનાથની સુંદર મૂર્તિ છે. મંદિર નીચે વિશાલ ભોંયરું છે. ધારથી ૪૩ કિ.મી. દૂર આવેલું છે. રસ્તો પાકો છે. બસટેક્ષીની સગવડ છે. ધર્મશાળા ભોજનશાળાની વ્યવસ્થા નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 426 427 428 429 430 431 432 433 434